Skip to content

Prayer વિશે બાઇબલની કલમો

720 કલમો · 120 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.

  2. યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.

  3. મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.

  4. જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે, કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.

  5. કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ ભૂલી જતા નથી.

  6. હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો; તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય.

  7. હે યહોવાહ, તેઓને ભયભીત કરો; જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે. સેલાહ.

  8. દુષ્ટો ગર્વિષ્ઠ થઈને ગરીબોને બહુ સતાવે છે; પણ તેઓ પોતાની કલ્પેલી યુક્તિઓમાં ફસાઈ જાય છે.

  9. દુષ્ટ લોકોના હાથ તમે ભાંગી નાખો; તમે દુષ્ટ માણસની દુષ્ટતાને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.

  10. હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;

  11. હે યહોવાહ, મારો ન્યાય સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો! દંભી હોઠોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળો.

  12. મેં તમને વિનંતિ કરી, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો; મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો.

  13. હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.

  14. મારા સંકટમાં મેં યહોવાહને વિનંતિ કરી; મદદને માટે મેં મારા ઈશ્વરને વિનંતિ કરી. તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો; તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.

  15. તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી.

  16. તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.

  17. હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?

  18. હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી; અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી!

  19. અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા.

  20. તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા. તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ.

  21. હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ; હે મારા સામર્થ્ય, મારી મદદે આવો.

  22. કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.

  23. હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!

  24. જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!

  25. હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો; કારણ કે તેઓ હંમેશાં સનાતન છે.