Skip to content

Prayer વિશે બાઇબલની કલમો: Confession

10 કલમો · 120 પાસાં

Confession વિશે કલમો

  1. ¶ જયારે એ સમાચાર મેં સાંભળ્યાં ત્યારે હું નીચે બેસીને રડ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો અને ઉપવાસ કરીને આકાશના ઈશ્વર સમક્ષ મેં પ્રાર્થના કરી.

  2. અમે તમારી વિરુદ્ધ ઘણું ખરાબ વર્તન કર્યું છે. તમારા સેવક મૂસા મારફતે જે આજ્ઞાઓ, નિયમો તથા વિધિઓ અમને અપાયાં હતાં તે અમે પાળ્યાં નથી.

  3. મેં યહોવાહ મારા ઈશ્વરને પ્રાર્થના કરીને તથા પાપોને કબૂલ કરીને કહ્યું, “હે પ્રભુ, જેઓ તમારા કરારને વળગી રહે છે, તમારા ઉપર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞાઓનું પાલન કરે છે તેઓના પર દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર છો.

  4. ¶ અમે પાપ કર્યું છે અને જે ખોટું છે તે કર્યું છે. તમારી આજ્ઞાઓ તથા તમારા હુકમોથી ફરીને દુષ્ટતા કરી છે અને બળવો કર્યો છે.

  5. અમારા રાજાઓને, અમારા આગેવાનોને, અમારા પૂર્વજોને તથા દેશના બધા લોકોને તમારા નામે ઉપદેશ આપનાર તમારા સેવકો પ્રબોધકોની વાત અમે સાંભળી નથી.

  6. ¶ હે પ્રભુ, ન્યાયીપણું તમારું છે. પણ આજની મુખ પરની શરમ તો અમારી છે. યહૂદિયાના માણસોની, યરુશાલેમના રહેવાસીઓની, સર્વ ઇઝરાયલીઓની તથા તમારી વિરુદ્ધ કરેલા અપરાધને કારણે એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને નસાડી મૂક્યા છે તેઓની છે.

  7. હે યહોવાહ, અમારા મુખની શરમ અમારી, અમારા રાજાઓની, આગેવાનોની અને અમારા પૂર્વજોની છે. કેમ કે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.

  8. ¶ દયા તથા ક્ષમા પ્રભુ અમારા ઈશ્વરની છે, કેમ કે અમે તમારી સામે બળવો કર્યો છે.

  9. યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમે માની નથી તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકો દ્વારા અમને આપ્યા હતા તે પ્રમાણે અમે ચાલ્યા નથી.

  10. સર્વ ઇઝરાયલે ફરી જઈને તમારી વાણી માની નથી અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ રેડી દેવામાં આવ્યો છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યુ છે.