મુખ્ય સામગ્રી પર જાઓ

Church (2) વિશે બાઇબલની કલમો

158 કલમો · 7 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તમે ઊભા થઈને સિયોન પર દયા કરશો. તેના પર દયા કરવાનો સમય, એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.

  2. કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.

  3. કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે; આકાશમાંથી યહોવાહે પૃથ્વીને નિહાળી,

  4. જેથી તે બંદીવાનોના નિસાસા સાંભળી શકે, જેઓ મરણના સપાટામાં સપડાયેલા છે તેઓને તે છોડાવે.

  5. પછી માણસો સિયોનમાં યહોવાહનું નામ અને યરુશાલેમમાં તેમની સ્તુતિ જાહેર કરે.

  6. જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.

  7. ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.”

  8. યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.

  9. તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.

  10. હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.

  11. આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.

  12. હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.

  13. હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.

  14. ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!

  15. તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

  16. વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

  17. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.

  18. પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.

  19. સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.

  20. અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા.

  21. ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી.

  22. અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”

  23. પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?

  24. હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.

  25. જો હું તારા વિષે વિચાર ન કરું, મારા મુખ્ય આનંદ કરતાં જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.