મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 95

The Revelation

John's vision on Patmos unveils the cosmic victory of the Lamb over evil and the final restoration of all creation.

404 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. પ્રકટીકરણ ૯:૮આશરે ઈ.સ. ૯૬

    અને તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા;

  2. પ્રકટીકરણ ૯:૯આશરે ઈ.સ. ૯૬

    અને તેઓનાં અંગે લોખંડનાં બખતર જેવા બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણાં ઘોડાના રથોના અવાજ જેવો હતો.

  3. પ્રકટીકરણ ૯:૧૦આશરે ઈ.સ. ૯૬

    ¶ તેઓને વીંછુઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો, તેઓની પૂંછડીઓમાં માણસોને પાંચ માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી.

  4. પ્રકટીકરણ ૯:૧૧આશરે ઈ.સ. ૯૬

    અનંતઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન એટલે વિનાશક છે.

  5. પ્રકટીકરણ ૯:૧૨આશરે ઈ.સ. ૯૬

    ¶ પહેલી આફત પૂરી થઈ છે, જુઓ, હવે પછી બીજી બે આફતો આવવાની છે.

  6. પ્રકટીકરણ ૯:૧૩આશરે ઈ.સ. ૯૬

    ¶ પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું દૂતે વગાડ્યું ત્યારે ઈશ્વરની સન્મુંખની સોનાની યજ્ઞવેદીનાં શિંગડાંમાંથી નીકળતી હોય એવી એક વાણી મેં સાંભળી;

  7. પ્રકટીકરણ ૯:૧૪આશરે ઈ.સ. ૯૬

    તેણે જે છઠ્ઠા સ્વર્ગદૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, ‘મહાનદી યુફ્રેતિસ પર જે ચાર નર્કદૂતો બાંધેલા છે તેઓને મુક્ત કરે.

  8. પ્રકટીકરણ ૯:૧૫આશરે ઈ.સ. ૯૬

    આ ચાર દૂતો માણસોના ત્રીજા ભાગને મારી નાખે તે ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર કરાયા હતા તેઓને છૂટા કરાયા.

  9. પ્રકટીકરણ ૯:૧૬આશરે ઈ.સ. ૯૬

    ¶ તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી તે મારા સાંભળવામાં આવી.

  10. પ્રકટીકરણ ૯:૧૭આશરે ઈ.સ. ૯૬

    આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા; તેઓનાં બખતર આગ જેવા રાતાં, જાંબલી તથા ગંધકના રંગના હતાં. એ ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવા હતાં, અને તેઓનાં મોંમાંથી આગ તથા ધુમાડા તથા ગંધક નીકળતાં હતાં.

  11. પ્રકટીકરણ ૯:૧૮આશરે ઈ.સ. ૯૬

    ¶ એ ત્રણ આફતોથી, એટલે તેઓના મુખમાંથી નીકળતી આગથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોનો ત્રીજો ભાગ મારી નંખાયો;

  12. પ્રકટીકરણ ૯:૧૯આશરે ઈ.સ. ૯૬

    કેમ કે ઘોડાઓની શક્તિ તેઓનાં મોંમાં તથા તેઓની પૂંછડીઓમાં છે; કારણ કે તેઓનાં પૂંછડાં સાપના જેવા છે, અને તેઓને માથાં હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે.

  13. પ્રકટીકરણ ૯:૨૦આશરે ઈ.સ. ૯૬

    ¶ બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે દુષ્ટાત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવો કર્યો નહિ.

  14. પ્રકટીકરણ ૯:૨૧આશરે ઈ.સ. ૯૬

    વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, જાદુક્રિયા, વ્યભિચારના પાપો તથા ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.

  15. પ્રકટીકરણ ૧૦:૧આશરે ઈ.સ. ૯૬

    ¶ મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, તે વાદળથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.

  16. પ્રકટીકરણ ૧૦:૨આશરે ઈ.સ. ૯૬

    તેના હાથમાં ઉઘાડેલું એક નાનું ઓળિયું હતું, અને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ જમીન પર મૂક્યો.

  17. પ્રકટીકરણ ૧૦:૩આશરે ઈ.સ. ૯૬

    ¶ અને જેમ સિંહ ગર્જે છે તેમ તેણે મોટે અવાજે પોકાર કર્યો અને જયારે તેણે તે પોકાર કર્યો ત્યારે, સાત ગર્જનાનો અવાજ થઈ.

  18. પ્રકટીકરણ ૧૦:૪આશરે ઈ.સ. ૯૬

    જયારે તે સાત ગર્જના બોલી ત્યારે હું લખી લેવાનો હતો પણ મેં સ્વર્ગથી એક વાણી એવું કહેતી સાંભળી કે ‘સાત ગર્જનાએ જે જે વાત કહી તેઓને તું લખીશ નહિ તે જાહેર કરવાની નથી.’”

  19. પ્રકટીકરણ ૧૦:૫આશરે ઈ.સ. ૯૬

    ¶ પછી મેં જે સ્વર્ગદૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો,

  20. પ્રકટીકરણ ૧૦:૬આશરે ઈ.સ. ૯૬

    અને પોતે પ્રતિજ્ઞા કરી કે જેઓ સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં, પૃથ્વી તથા તેમાં અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે બધું ઉત્પન્ન કર્યું તેમના સમ ખાઈને તેણે કહ્યું કે, ‘હવે વિલંબ થશે નહિ;

  21. પ્રકટીકરણ ૧૦:૭આશરે ઈ.સ. ૯૬

    પણ સાતમાં સ્વર્ગદૂતની વાણીના દિવસોમાં, એટલે જયારે તે રણશિંગડું વગાડશે ત્યારે ઈશ્વરનો મર્મ, જે તેમણે પોતાના સેવકોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે.’”

  22. પ્રકટીકરણ ૧૦:૮આશરે ઈ.સ. ૯૬

    ¶ સ્વર્ગમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને કહ્યું કે ‘તું જા. અને જે સ્વર્ગદૂત સમુદ્ર પર તથા જમીન પર ઊભો છે, તેના હાથમાં જે ખુલ્લું ઓળિયું છે તે લે.’”

  23. પ્રકટીકરણ ૧૦:૯આશરે ઈ.સ. ૯૬

    મેં સ્વર્ગદૂતની પાસે જઈને તેને કહ્યું કે ‘એ નાનું ઓળિયું મને આપ.’” અને તેણે મને કહ્યું કે ‘તે લે અને ખાઈ જા. તે તારા પેટને કડવું કરશે પણ તારા મોમાં મધ જેવું મીઠું લાગશે.’”

  24. પ્રકટીકરણ ૧૦:૧૦આશરે ઈ.સ. ૯૬

    ¶ ત્યારે સ્વર્ગદૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને હું તેને ખાઈ ગયો અને તે મારા મોમાં મધ જેવું મીઠું લાગ્યું પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું.

  25. પ્રકટીકરણ ૧૦:૧૧આશરે ઈ.સ. ૯૬

    પછી મને એવું કહેવામાં આવ્યું કે ઘણાં પ્રજાઓ, દેશો, ભાષાઓ તથા રાજાઓ વિષે તારે પ્રબોધ કરવો જોઈએ.’”