circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- માથ્થી ૨૪:૧૩આશરે ઈ.સ. ૩૩
પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.
- માથ્થી ૨૪:૧૪આશરે ઈ.સ. ૩૩
સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.
- માથ્થી ૨૪:૧૫આશરે ઈ.સ. ૩૩
¶ માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે),
- માથ્થી ૨૪:૧૬આશરે ઈ.સ. ૩૩
ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય,
- માથ્થી ૨૪:૧૭આશરે ઈ.સ. ૩૩
અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે,
- માથ્થી ૨૪:૧૮આશરે ઈ.સ. ૩૩
અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે.
- માથ્થી ૨૪:૧૯આશરે ઈ.સ. ૩૩
¶ તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે!
- માથ્થી ૨૪:૨૦આશરે ઈ.સ. ૩૩
પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.
- માથ્થી ૨૪:૨૧આશરે ઈ.સ. ૩૩
કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.
- માથ્થી ૨૪:૨૨આશરે ઈ.સ. ૩૩
જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.
- માથ્થી ૨૪:૨૩આશરે ઈ.સ. ૩૩
¶ ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ.
- માથ્થી ૨૪:૨૪આશરે ઈ.સ. ૩૩
કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.
- માથ્થી ૨૪:૨૫આશરે ઈ.સ. ૩૩
જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.
- માથ્થી ૨૪:૨૬આશરે ઈ.સ. ૩૩
¶ એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ.
- માથ્થી ૨૪:૨૭આશરે ઈ.સ. ૩૩
કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.
- માથ્થી ૨૪:૨૮આશરે ઈ.સ. ૩૩
જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.
- માથ્થી ૨૪:૨૯આશરે ઈ.સ. ૩૩
¶ તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.
- માથ્થી ૨૪:૩૦આશરે ઈ.સ. ૩૩
¶ પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે.
- માથ્થી ૨૪:૩૧આશરે ઈ.સ. ૩૩
રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
- માથ્થી ૨૪:૩૨આશરે ઈ.સ. ૩૩
¶ હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
- માથ્થી ૨૪:૩૩આશરે ઈ.સ. ૩૩
એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે.
- માથ્થી ૨૪:૩૪આશરે ઈ.સ. ૩૩
¶ હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
- માથ્થી ૨૪:૩૫આશરે ઈ.સ. ૩૩
આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
- માથ્થી ૨૪:૩૬આશરે ઈ.સ. ૩૩
¶ પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.
- માથ્થી ૨૪:૩૭આશરે ઈ.સ. ૩૩
¶ જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.