મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૨૩:૨૭આશરે ઈ.સ. ૩૩

    ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે.

  2. માથ્થી ૨૩:૨૮આશરે ઈ.સ. ૩૩

    તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.

  3. માથ્થી ૨૩:૨૯આશરે ઈ.સ. ૩૩

    ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો.

  4. માથ્થી ૨૩:૩૦આશરે ઈ.સ. ૩૩

    તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’

  5. માથ્થી ૨૩:૩૧આશરે ઈ.સ. ૩૩

    તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.

  6. માથ્થી ૨૩:૩૨આશરે ઈ.સ. ૩૩

    તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો.

  7. માથ્થી ૨૩:૩૩આશરે ઈ.સ. ૩૩

    ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો?

  8. માથ્થી ૨૩:૩૪આશરે ઈ.સ. ૩૩

    તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો.

  9. માથ્થી ૨૩:૩૫આશરે ઈ.સ. ૩૩

    કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.

  10. માથ્થી ૨૩:૩૬આશરે ઈ.સ. ૩૩

    હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.

  11. માથ્થી ૨૩:૩૭આશરે ઈ.સ. ૩૩

    ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!

  12. માથ્થી ૨૩:૩૮આશરે ઈ.સ. ૩૩

    જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું.

  13. માથ્થી ૨૩:૩૯આશરે ઈ.સ. ૩૩

    કેમ કે હું તમને કહું છું કે, ‘જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.’”

  14. માથ્થી ૨૪:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા.

  15. માથ્થી ૨૪:૨આશરે ઈ.સ. ૩૩

    ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “શું તમે એ બધા નથી જોતાં? હું તમને નિશ્ચે કહું છું કે, આ બધું તોડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”

  16. માથ્થી ૨૪:૩આશરે ઈ.સ. ૩૩

    ¶ પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.”

  17. માથ્થી ૨૪:૪આશરે ઈ.સ. ૩૩

    ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો.

  18. માથ્થી ૨૪:૫આશરે ઈ.સ. ૩૩

    કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.

  19. માથ્થી ૨૪:૬આશરે ઈ.સ. ૩૩

    યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.

  20. માથ્થી ૨૪:૭આશરે ઈ.સ. ૩૩

    કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે.

  21. માથ્થી ૨૪:૮આશરે ઈ.સ. ૩૩

    પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.

  22. માથ્થી ૨૪:૯આશરે ઈ.સ. ૩૩

    ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.

  23. માથ્થી ૨૪:૧૦આશરે ઈ.સ. ૩૩

    અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે.

  24. માથ્થી ૨૪:૧૧આશરે ઈ.સ. ૩૩

    ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.

  25. માથ્થી ૨૪:૧૨આશરે ઈ.સ. ૩૩

    દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.