મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૨૨:૨૩આશરે ઈ.સ. ૩૩

    ¶ તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું,

  2. માથ્થી ૨૨:૨૪આશરે ઈ.સ. ૩૩

    “ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’”

  3. માથ્થી ૨૨:૨૫આશરે ઈ.સ. ૩૩

    ¶ તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો.

  4. માથ્થી ૨૨:૨૬આશરે ઈ.સ. ૩૩

    તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા.

  5. માથ્થી ૨૨:૨૭આશરે ઈ.સ. ૩૩

    સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી.

  6. માથ્થી ૨૨:૨૮આશરે ઈ.સ. ૩૩

    એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”

  7. માથ્થી ૨૨:૨૯આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.

  8. માથ્થી ૨૨:૩૦આશરે ઈ.સ. ૩૩

    કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે.

  9. માથ્થી ૨૨:૩૧આશરે ઈ.સ. ૩૩

    પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું?

  10. માથ્થી ૨૨:૩૨આશરે ઈ.સ. ૩૩

    ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;’ તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.”

  11. માથ્થી ૨૨:૩૩આશરે ઈ.સ. ૩૩

    લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા.

  12. માથ્થી ૨૨:૩૪આશરે ઈ.સ. ૩૩

    ¶ જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા.

  13. માથ્થી ૨૨:૩૫આશરે ઈ.સ. ૩૩

    તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે,

  14. માથ્થી ૨૨:૩૬આશરે ઈ.સ. ૩૩

    “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”

  15. માથ્થી ૨૨:૩૭આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’

  16. માથ્થી ૨૨:૩૮આશરે ઈ.સ. ૩૩

    પહેલી અને મોટી આજ્ઞા તે છે.

  17. માથ્થી ૨૨:૩૯આશરે ઈ.સ. ૩૩

    બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’

  18. માથ્થી ૨૨:૪૦આશરે ઈ.સ. ૩૩

    આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”

  19. માથ્થી ૨૨:૪૧આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે,

  20. માથ્થી ૨૨:૪૨આશરે ઈ.સ. ૩૩

    “ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’”

  21. માથ્થી ૨૨:૪૩આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’

  22. માથ્થી ૨૨:૪૪આશરે ઈ.સ. ૩૩

    જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’”

  23. માથ્થી ૨૨:૪૫આશરે ઈ.સ. ૩૩

    હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?”

  24. માથ્થી ૨૨:૪૬આશરે ઈ.સ. ૩૩

    એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.

  25. માથ્થી ૨૩:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,