મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૨૧:૪૪આશરે ઈ.સ. ૩૩

    આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.”

  2. માથ્થી ૨૧:૪૫આશરે ઈ.સ. ૩૩

    ¶ મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે.

  3. માથ્થી ૨૧:૪૬આશરે ઈ.સ. ૩૩

    તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.

  4. માથ્થી ૨૨:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં કહ્યું કે,

  5. માથ્થી ૨૨:૨આશરે ઈ.સ. ૩૩

    “સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો.

  6. માથ્થી ૨૨:૩આશરે ઈ.સ. ૩૩

    ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.

  7. માથ્થી ૨૨:૪આશરે ઈ.સ. ૩૩

    ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’”

  8. માથ્થી ૨૨:૫આશરે ઈ.સ. ૩૩

    પણ તેઓએ તે ગણકાર્યું નહિ; તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના પોતાના ખેતરમાં અને કોઈ પોતાના વેપાર પર.

  9. માથ્થી ૨૨:૬આશરે ઈ.સ. ૩૩

    બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા.

  10. માથ્થી ૨૨:૭આશરે ઈ.સ. ૩૩

    તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું.

  11. માથ્થી ૨૨:૮આશરે ઈ.સ. ૩૩

    પછી તેણે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નનું ભોજન તૈયાર છે ખરું, પણ આમંત્રિતો યોગ્ય નહોતા.

  12. માથ્થી ૨૨:૯આશરે ઈ.સ. ૩૩

    એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને ભોજન સમારંભમાં બોલાવો.’

  13. માથ્થી ૨૨:૧૦આશરે ઈ.સ. ૩૩

    તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારાં-નરસાં જેટલાં તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી ભોજન સમારંભ ભરાઈ ગયો.

  14. માથ્થી ૨૨:૧૧આશરે ઈ.સ. ૩૩

    મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો.

  15. માથ્થી ૨૨:૧૨આશરે ઈ.સ. ૩૩

    ત્યારે તે તેને કહે છે કે, ‘ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?’ તે ચૂપ રહ્યો.

  16. માથ્થી ૨૨:૧૩આશરે ઈ.સ. ૩૩

    ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, ‘તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.’

  17. માથ્થી ૨૨:૧૪આશરે ઈ.સ. ૩૩

    કેમ કે નિમંત્રિત ઘણાં છે, પણ પસંદ કરેલા થોડા છે.”

  18. માથ્થી ૨૨:૧૫આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો.

  19. માથ્થી ૨૨:૧૬આશરે ઈ.સ. ૩૩

    પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમ કે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી.

  20. માથ્થી ૨૨:૧૭આશરે ઈ.સ. ૩૩

    માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો?”

  21. માથ્થી ૨૨:૧૮આશરે ઈ.સ. ૩૩

    ¶ પણ ઈસુએ તેઓનો દુષ્ટ ઇરાદો જાણીને કહ્યું કે, “ઓ ઢોંગીઓ, તમે મારી પરીક્ષા કેમ કરો છો?

  22. માથ્થી ૨૨:૧૯આશરે ઈ.સ. ૩૩

    કરનું નાણું મને બતાવો.” ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા.

  23. માથ્થી ૨૨:૨૦આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેઓને કહ્યું કે, “આ ચિત્ર તથા લેખ કોનાં છે?”

  24. માથ્થી ૨૨:૨૧આશરે ઈ.સ. ૩૩

    તેઓએ તેમને કહ્યું કે, ‘કાઈસારનાં.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.

  25. માથ્થી ૨૨:૨૨આશરે ઈ.સ. ૩૩

    એ સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેમને મૂકીને ચાલ્યા ગયા.