મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૨૦:૨૮આશરે ઈ.સ. ૩૩

    જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”

  2. માથ્થી ૨૦:૨૯આશરે ઈ.સ. ૩૩

    ¶ જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો.

  3. માથ્થી ૨૦:૩૦આશરે ઈ.સ. ૩૩

    જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”

  4. માથ્થી ૨૦:૩૧આશરે ઈ.સ. ૩૩

    પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.”

  5. માથ્થી ૨૦:૩૨આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, “હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?”

  6. માથ્થી ૨૦:૩૩આશરે ઈ.સ. ૩૩

    તેઓએ તેમને કહ્યું કે, “પ્રભુ, અમારી આંખો ઉઘાડો.”

  7. માથ્થી ૨૦:૩૪આશરે ઈ.સ. ૩૩

    ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.

  8. માથ્થી ૨૧:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને

  9. માથ્થી ૨૧:૨આશરે ઈ.સ. ૩૩

    કહ્યું કે, “તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો.

  10. માથ્થી ૨૧:૩આશરે ઈ.સ. ૩૩

    જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”

  11. માથ્થી ૨૧:૪આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે,

  12. માથ્થી ૨૧:૫આશરે ઈ.સ. ૩૩

    “સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.”

  13. માથ્થી ૨૧:૬આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું.

  14. માથ્થી ૨૧:૭આશરે ઈ.સ. ૩૩

    તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા.

  15. માથ્થી ૨૧:૮આશરે ઈ.સ. ૩૩

    લોકોમાંના ઘણાંખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.

  16. માથ્થી ૨૧:૯આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!”

  17. માથ્થી ૨૧:૧૦આશરે ઈ.સ. ૩૩

    તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’

  18. માથ્થી ૨૧:૧૧આશરે ઈ.સ. ૩૩

    ત્યારે લોકોએ કહ્યું કે, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે.”

  19. માથ્થી ૨૧:૧૨આશરે ઈ.સ. ૩૩

    ¶ પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા. ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં.

  20. માથ્થી ૨૧:૧૩આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેઓને કહ્યું કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર બનાવ્યું છે.”

  21. માથ્થી ૨૧:૧૪આશરે ઈ.સ. ૩૩

    ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.

  22. માથ્થી ૨૧:૧૫આશરે ઈ.સ. ૩૩

    ¶ પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે ‘દાઉદના દીકરાને હોસાન્ના’ પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.

  23. માથ્થી ૨૧:૧૬આશરે ઈ.સ. ૩૩

    તેઓએ ઈસુને કહ્યું કે, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘હા!’ “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”

  24. માથ્થી ૨૧:૧૭આશરે ઈ.સ. ૩૩

    પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.

  25. માથ્થી ૨૧:૧૮આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી.