circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- માથ્થી ૨૪:૩૮આશરે ઈ.સ. ૩૩
કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા;
- માથ્થી ૨૪:૩૯આશરે ઈ.સ. ૩૩
અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
- માથ્થી ૨૪:૪૦આશરે ઈ.સ. ૩૩
¶ તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે.
- માથ્થી ૨૪:૪૧આશરે ઈ.સ. ૩૩
બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
- માથ્થી ૨૪:૪૨આશરે ઈ.સ. ૩૩
માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.
- માથ્થી ૨૪:૪૩આશરે ઈ.સ. ૩૩
¶ પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.
- માથ્થી ૨૪:૪૪આશરે ઈ.સ. ૩૩
એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.
- માથ્થી ૨૪:૪૫આશરે ઈ.સ. ૩૩
¶ તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?
- માથ્થી ૨૪:૪૬આશરે ઈ.સ. ૩૩
જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે.
- માથ્થી ૨૪:૪૭આશરે ઈ.સ. ૩૩
હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.
- માથ્થી ૨૪:૪૮આશરે ઈ.સ. ૩૩
¶ પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’
- માથ્થી ૨૪:૪૯આશરે ઈ.સ. ૩૩
અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;
- માથ્થી ૨૪:૫૦આશરે ઈ.સ. ૩૩
તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે.
- માથ્થી ૨૪:૫૧આશરે ઈ.સ. ૩૩
તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.
- માથ્થી ૨૫:૧આશરે ઈ.સ. ૩૩
¶ તો સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ.
- માથ્થી ૨૫:૨આશરે ઈ.સ. ૩૩
તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી.
- માથ્થી ૨૫:૩આશરે ઈ.સ. ૩૩
મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ;
- માથ્થી ૨૫:૪આશરે ઈ.સ. ૩૩
પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.
- માથ્થી ૨૫:૫આશરે ઈ.સ. ૩૩
¶ વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ.
- માથ્થી ૨૫:૬આશરે ઈ.સ. ૩૩
મધરાતે જાહેરાત થઈ કે, ‘જુઓ, વરરાજા આવ્યો છે! તેને મળવાને નીકળો.’”
- માથ્થી ૨૫:૭આશરે ઈ.સ. ૩૩
¶ ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી.
- માથ્થી ૨૫:૮આશરે ઈ.સ. ૩૩
મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’
- માથ્થી ૨૫:૯આશરે ઈ.સ. ૩૩
પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.’”
- માથ્થી ૨૫:૧૦આશરે ઈ.સ. ૩૩
¶ તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું.
- માથ્થી ૨૫:૧૧આશરે ઈ.સ. ૩૩
પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’