- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
આ કાળની કલમો
- 2 રાજઓ ૧૬:૧૪આશરે ઈ.પૂ. ૭૪૦
યહોવાહની આગળ જે પિત્તળની વેદી હતી તેને સભાસ્થાનની આગળથી એટલે યહોવાહના સભાસ્થાનની અને પોતાની વેદીની વચ્ચેથી લાવીને તેણે તે પોતાની વેદીની ઉત્તર તરફ મૂકી.
- 2 રાજઓ ૧૬:૧૫આશરે ઈ.પૂ. ૭૪૦
¶ પછી આહાઝ રાજાએ યાજક ઉરિયાને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના ખાદ્યાર્પણનું, રાજાના દહનીયાર્પણનું અને તેના ખાદ્યાર્પણનું, તેમ જ દેશનાં બધાં લોકોનું દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમના પેયાર્પણો જ ચઢાવવાં. દહનીયાર્પણનું બધું રક્ત તથા યજ્ઞનું બધું રક્ત તેની પર જ છાંટવું. પણ પિત્તળની વેદી યહોવાહની સલાહ પૂછવા ફક્ત મારા માટે જ રહેશે.”
- 2 રાજઓ ૧૬:૧૬આશરે ઈ.પૂ. ૭૪૦
યાજક ઉરિયાએ આહાઝ રાજાના કહ્યા પ્રમાણે કર્યું.
- 2 રાજઓ ૧૬:૧૭આશરે ઈ.પૂ. ૭૩૯
¶ આહાઝ રાજાએ જળગાડીઓની તકતીઓ કાપી નાખી, તેમાંથી કૂંડીઓ લઈ લીધી, હોજને પિત્તળના બળદો પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો.
- 2 રાજઓ ૧૬:૧૮આશરે ઈ.પૂ. ૭૩૯
વિશ્રામવારને માટે જે ઢંકાયેલો રસ્તો સભાસ્થાનની અંદર તેઓએ બાંધેલો હતો તે, રાજાને પ્રવેશ કરવાનો જે માર્ગ બહારની બાજુએ હતો તે, તેણે આશ્શૂરના રાજાને લીધે ફેરવીને યહોવાહના સભાસ્થાન તરફ વાળ્યો.
- 2 રાજઓ ૧૬:૧૯આશરે ઈ.પૂ. ૭૪૨
¶ આહાઝનાં બાકીનાં કૃત્યો, તેણે જે કર્યું તે બધું, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
- 2 રાજઓ ૧૬:૨૦આશરે ઈ.પૂ. ૭૨૬
આહાઝ તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે દફ્નાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો હિઝકિયા રાજા બન્યો.
- 2 રાજઓ ૧૭:૧આશરે ઈ.પૂ. ૭૩૦
¶ યહૂદિયાના રાજા આહાઝના કારકિર્દીને બારમા વર્ષે એલાનો દીકરો હોશિયા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે નવ વર્ષ રાજ કર્યુ.
- 2 રાજઓ ૧૭:૨આશરે ઈ.પૂ. ૭૩૦
તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું, તોપણ તેની પહેલાં થઈ ગયેલા ઇઝરાયલના રાજાઓ જેવું નહિ.
- 2 રાજઓ ૧૭:૩આશરે ઈ.પૂ. ૭૩૦
આશ્શૂરના રાજા શાલ્માનેસેરે તેના પર હુમલો કર્યો, હોશિયા તેનો ચાકર બનીને તેને ખંડણી આપવા લાગ્યો.
- 2 રાજઓ ૧૭:૪આશરે ઈ.પૂ. ૭૨૫
¶ પણ આશ્શૂરના રાજાને પોતાની વિરુદ્ધ હોશિયાનું ષડયંત્ર સમજાયું, કેમ કે, તેણે મિસરના સો નામના રાજાની પાસે સંદેશાવાહકો મોકલ્યા હતા. દર વર્ષની જેમ હોશિયાએ આશ્શૂરના રાજાને ખંડણી ભરી ન હતી. તેથી આશ્શૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો.
- 2 રાજઓ ૧૭:૫આશરે ઈ.પૂ. ૭૨૩
પછી આશ્શૂરનો રાજા આખા દેશ પર ચઢી આવ્યો, સમરુન સુધી આવીને ત્રણ વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો.
- 2 રાજઓ ૧૭:૬આશરે ઈ.પૂ. ૭૨૧
હોશિયાને કારકિર્દીને નવમે વર્ષે આશ્શૂરના રાજાએ સમરુન જીતી લીધું, તે આશ્શૂરમાં ઇઝરાયલીઓને લઈ આવ્યો. તેણે તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરમાં રાખ્યા.
- 2 રાજઓ ૧૭:૭આશરે ઈ.પૂ. ૭૨૧
¶ આમ થવાનું કારણ એ હતું કે, ઇઝરાયલના લોકોએ તેઓને મિસરના રાજા ફારુનના હાથ નીચેથી છોડાવી મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું હતું. લોકોએ બીજા દેવોની સેવા કરી હતી.
- 2 રાજઓ ૧૭:૮આશરે ઈ.પૂ. ૭૨૧
અને જે પ્રજાઓને યહોવાહે કાઢી મૂકી હતી તે પ્રજાઓના વિધિઓ પ્રમાણે તથા ઇઝરાયલના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.
- 2 રાજઓ ૧૭:૯આશરે ઈ.પૂ. ૭૨૧
¶ ઇઝરાયલી લોકોએ ઈશ્વર યહોવાહની વિરુદ્ધ જે સારા ન હતાં તેવાં કામ ગુપ્ત રીતે કર્યાં. તેઓએ પોતાનાં બધાં નગરોમાં, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી ઉચ્ચસ્થાનો બાંધ્યાં.
- 2 રાજઓ ૧૭:૧૦આશરે ઈ.પૂ. ૭૨૧
તેઓએ દરેક ઉચ્ચસ્થાન પર અને લીલાં વૃક્ષ નીચે સ્તંભો અને અશેરીમ મૂર્તિઓ ઊભી કરી હતી.
- 2 રાજઓ ૧૭:૧૧આશરે ઈ.પૂ. ૭૨૧
¶ યહોવાહે જે પ્રજાઓને તેની આગળથી કાઢી મૂકી હતી, તે લોકોની જેમ ત્યાં તેઓ બધાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળતા હતા. ઇઝરાયલીઓ દુષ્ટ કામો કરીને યહોવાહને ગુસ્સે કરતા હતા;
- 2 રાજઓ ૧૭:૧૨આશરે ઈ.પૂ. ૭૨૧
તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા, જેના વિષે યહોવાહે તેઓને કહ્યું હતું, “તમારે આ કામ કરવું નહિ.”
- 2 રાજઓ ૧૭:૧૩આશરે ઈ.પૂ. ૭૨૧
¶ તેમ છતાં યહોવાહે ઇઝરાયલને અને યહૂદિયાને દરેક પ્રબોધક અને દરેક દ્રષ્ટા દ્વારા જાહેર કર્યું હતું કે, “તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, જે નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, જે મેં મારા સેવક પ્રબોધકો દ્વારા તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા વિધિઓ તમે પાળો.”
- 2 રાજઓ ૧૭:૧૪આશરે ઈ.પૂ. ૭૨૧
¶ પણ તેઓએ યહોવાહનું સાંભળ્યું નહિ; પણ તેઓના જે પિતૃઓ પોતાના ઈશ્વર પર ભરોસો રાખતા નહોતા, તેઓના જેવા તેઓ વધારે હઠીલા થઈ ગયા હતા.
- 2 રાજઓ ૧૭:૧૫આશરે ઈ.પૂ. ૭૨૧
તેઓએ તેઓના પિતૃઓ સાથે કરેલા યહોવાહના વિધિઓ અને કરારનો, તેમ જ યહોવાહે તેઓને આપેલા સાક્ષ્યોનો ત્યાગ કર્યો હતો. તેઓ વ્યર્થ બાબતોની પાછળ ચાલીને નકામા થઈ ગયા. તેઓની આસપાસ રહેનાર પ્રજાઓ કે જેઓના વિષે યહોવાહે ફરમાવ્યું હતું કે તેઓનું અનુકરણ ન કરવું, પણ તેઓએ તેઓનું અનુકરણ કર્યું.
- 2 રાજઓ ૧૭:૧૬આશરે ઈ.પૂ. ૭૨૧
¶ તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓનો ત્યાગ કર્યો. પોતાના માટે વાછરડાના આકારની ધાતુની બે મૂર્તિઓ બનાવી. તેઓએ અશેરાદેવીની મૂર્તિ બનાવી, આકાશના બધાં જ્યોતિમંડળની અને બઆલની પૂજા કરી હતી.
- 2 રાજઓ ૧૭:૧૭આશરે ઈ.પૂ. ૭૨૧
તેઓએ પોતાના દીકરા અને દીકરીઓનાં બલિદાન અગ્નિમાં દહનીયાપર્ણની માફક આપ્યાં હતાં. તેઓ શકુનવિદ્યા અને તંત્રમંત્રનો ઉપયોગ કરતા હતા. યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાહને ગુસ્સે કર્યા હતા.
- 2 રાજઓ ૧૭:૧૮આશરે ઈ.પૂ. ૭૨૧
તે માટે યહોવાહે અતિશય કોપાયમાન થઈને ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદિયાના કુળ સિવાય બીજું કોઈ ત્યાં રહ્યું નહિ.