મુખ્ય સામગ્રી પર જાઓ

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 રાજઓ ૩:૨૬આશરે ઈ.પૂ. ૮૯૫

    ¶ જયારે મોઆબના રાજાએ જોયું કે, અમે યુદ્ધ હારી રહ્યા છીએ, ત્યારે તેણે અદોમના રાજાનો નાશ કરવાને પોતાની સાથે સાતસો તલવારધારી માણસોને લીધા, પણ તેઓ જઈ શક્યા નહિ.

  2. 2 રાજઓ ૩:૨૭આશરે ઈ.પૂ. ૮૯૫

    મોઆબના રાજાએ પોતાના જ્યેષ્ઠ દીકરાને દિવાલ ઉપર દહનીયાર્પણ ચઢાવ્યું જેના કારણે ઇઝરાયલીઓ ભયભીત થઈને પોતાનાં દેશમાં ચાલ્યા ગયાં. તેથી ઇઝરાયલ પર ઈશ્વરને ક્રોધ ચઢ્યો.

  3. 2 રાજઓ ૪:૧આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ હવે પ્રબોધકોના દીકરાઓની પત્નીઓમાંની એક પત્નીએ આવીને એલિશાને આજીજી કરીને કહ્યું, “તમારો સેવક મારો પતિ મરણ પામ્યો છે, તમે જાણો છો કે, તમારો સેવક યહોવાહનો ભય રાખતો હતો. હવે એક લેણદાર મારા બે દીકરાઓને તેના ગુલામ બનાવવા માટે લઈ જવા આવ્યો છે.”

  4. 2 રાજઓ ૪:૨આશરે ઈ.પૂ. ૮૯૪

    એલિશાએ તેને કહ્યું, “હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?” તેણે કહ્યું, “તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી.”

  5. 2 રાજઓ ૪:૩આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ ત્યારે એલિશાએ કહ્યું, “તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલાં ઉછીનાં વાસણ માગીને લાવ.

  6. 2 રાજઓ ૪:૪આશરે ઈ.પૂ. ૮૯૪

    પછી તું તારા દીકરાઓ સાથે ઘરમાં અંદર જઈને બારણું બંધ કરી દે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં રેડ. અને જે જે વાસણ ભરાતું જાય તેને એક પછી એક બાજુએ મૂકતી જા.”

  7. 2 રાજઓ ૪:૫આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ પછી તે સ્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ.

  8. 2 રાજઓ ૪:૬આશરે ઈ.પૂ. ૮૯૪

    જયારે બધાં વાસણો ભરાઈ ગયાં ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, “મારી પાસે બીજાં વાસણો લાવો.” પણ દીકરાએ કહ્યું, “હવે બીજું એક પણ વાસણ નથી.” એટલે તેલ પડતું બંધ થયું.

  9. 2 રાજઓ ૪:૭આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ પછી તે સ્રીએ આવીને ઈશ્વરભક્તને આ વાત જણાવી. ઈશ્વરભક્તે કહ્યું, “તું જઈને તે તેલ વેચીને તારું દેવું ભરપાઈ કર. જે નાણાં બાકી રહે તેનાથી તું અને તારા દીકરાઓ શાંતિથી ગુજરાન ચલાવો અને જીવો.”

  10. 2 રાજઓ ૪:૮આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ એક દિવસ એવું બન્યું કે, એલિશા શુનેમ ગયો ત્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તે સ્ત્રીએ તેને જમવા માટે આગ્રહ કર્યો. અને એમ થયું કે, એલિશા જેટલી વાર ત્યાંથી જતો, તેટલી વાર તે જમવા માટે ત્યાં રોકાતો હતો.

  11. 2 રાજઓ ૪:૯આશરે ઈ.પૂ. ૮૯૪

    તે સ્રીએ પોતાના પતિને કહ્યું, “જુઓ, હવે મને ખાતરી થઈ છે કે જે માણસ હંમેશા આપણે ત્યાં આવીને જાય છે તે તો પવિત્ર ઈશ્વરભક્ત છે.

  12. 2 રાજઓ ૪:૧૦આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ તો કૃપા કરી, આપણે તેને માટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પલંગ, મેજ, ખુરશી તથા દીવો મૂકીએ. તેથી જયારે તે અહીં આપણી પાસે આવે ત્યારે તેમાં રહે.”

  13. 2 રાજઓ ૪:૧૧આશરે ઈ.પૂ. ૮૯૪

    એક દિવસ એલિશા ફરીથી ત્યાં રોકાયો, તે ઘરમાં રહ્યો અને ત્યાં આરામ કર્યો.

  14. 2 રાજઓ ૪:૧૨આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ એલિશાએ પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” જયારે તેણે તેને બોલાવી, ત્યારે તે આવીને તેની આગળ ઊભી રહી.

  15. 2 રાજઓ ૪:૧૩આશરે ઈ.પૂ. ૮૯૪

    એલિશાએ ચાકરને કહ્યું, “તેને પૂછ કે, ‘તેં અમારી આટલી કાળજી કરીને ચિંતા રાખી છે. અમે તારા માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજા કે સેનાપતિને તારા માટે ભલામણ કરીએ?” તે સ્રીએ કહ્યું, “હું તો મારા પોતાના લોકો વચ્ચે રહું છું.”

  16. 2 રાજઓ ૪:૧૪આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ તેથી એલિશાએ ચાકર ગેહઝીને પૂછ્યું, “તો પછી આપણે તેને માટે શું કરીએ?” ગેહઝીએ જવાબ આપ્યો, “ખરેખર, તેને દીકરો નથી અને તેનો પતિ વૃદ્ધ છે.”

  17. 2 રાજઓ ૪:૧૫આશરે ઈ.પૂ. ૮૯૪

    એલિશાએ કહ્યું, “તેને બોલાવ.” જયારે ચાકરે તેને બોલાવી ત્યારે તે આવીને બારણામાં ઊભી રહી.

  18. 2 રાજઓ ૪:૧૬આશરે ઈ.પૂ. ૮૯૪

    એલિશાએ કહ્યું, “આવતા વર્ષના નિયત સમયે તને બાળક જન્મશે.” પણ તેણે કહ્યું, “ના, મારા માલિક ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”

  19. 2 રાજઓ ૪:૧૭આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ પણ તે સ્ત્રીને ગર્ભ રહ્યો. અને એલિશાએ કહ્યું હતું તે પ્રમાણે, બીજા વર્ષે તે જ સમયે તેને દીકરો જન્મ્યો.

  20. 2 રાજઓ ૪:૧૮આશરે ઈ.પૂ. ૮૯૪

    જયારે તે બાળક મોટો થયો, ત્યારે તે એક દિવસ તેના પિતા પાસે જ્યાં પાક લણનારા હતા ત્યાં ગયો.

  21. 2 રાજઓ ૪:૧૯આશરે ઈ.પૂ. ૮૯૪

    બાળકે તેના પિતાને કહ્યું, મારું માથું, મારું માથું.” તેના પિતાએ પોતાના ચાકરને કહ્યું, “તેને ઊંચકીને તેની માતા પાસે લઈ જા.”

  22. 2 રાજઓ ૪:૨૦આશરે ઈ.પૂ. ૮૯૪

    તેથી ચાકર તે બાળકને ઊંચકીને તેની માતા પાસે લઈ ગયો. તે બાળક તેની માતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મરણ પામ્યો.

  23. 2 રાજઓ ૪:૨૧આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ પછી તે સ્ત્રીએ બાળકને લઈને ઈશ્વરભક્તના પલંગમાં સુવાડ્યો અને તે બારણું બંધ કરીને બહાર ચાલી ગઈ.

  24. 2 રાજઓ ૪:૨૨આશરે ઈ.પૂ. ૮૯૪

    તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મને એક ગધેડો અને એક ચાકર મોકલી આપ કે, હું જલ્દીથી ઈશ્વરભક્ત પાસે જઈને પાછી આવી શકું.”

  25. 2 રાજઓ ૪:૨૩આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ તેના પતિએ પૂછ્યું, “તું આજે તેની પાસે કેમ જાય છે? આજે નથી અમાસ કે નથી વિશ્રામવાર.” સ્ત્રીએ કહ્યું “બધું સારું થશે.”