મુખ્ય સામગ્રી પર જાઓ

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 રાજઓ ૪:૨૪આશરે ઈ.પૂ. ૮૯૪

    પછી તેણે ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરને કહ્યું, “ઉતાવળથી હાંકીને ચલાવ; હું તને કહું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ.”

  2. 2 રાજઓ ૪:૨૫આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ આમ તે ગઈ અને કાર્મેલ પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વરભક્તે તેને દૂરથી જોઈને તેના ચાકર ગેહઝીને કહ્યું, “જો, શુનામ્મી સ્ત્રી અહીં આવી રહી છે.

  3. 2 રાજઓ ૪:૨૬આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ કૃપા કરી, દોડીને તેને મળવા જા અને પૂછ કે, ‘શું તું, તારો પતિ તથા તારો દીકરો ક્ષેમકુશળ તો છે ને?” તે સ્ત્રીએ કહ્યું, “ક્ષેમકુશળ છે.”

  4. 2 રાજઓ ૪:૨૭આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ તે સ્ત્રીએ પર્વત પર ઈશ્વરભક્ત એલિશા પાસે આવીને તેના પગ પકડ્યા, ત્યારે ગેહઝી તેને દૂર કરવા આગળ આવ્યો પણ ઈશ્વરભક્તે તેને કહ્યું, “તેને એકલી રહેવા દે, કેમ કે તે દુઃખી છે, યહોવાહે તે વાત મારાથી છુપાવીને મને કહ્યું નથી.”

  5. 2 રાજઓ ૪:૨૮આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ પછી તે સ્ત્રી બોલી, “મારા માલિક! શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?”

  6. 2 રાજઓ ૪:૨૯આશરે ઈ.પૂ. ૮૯૪

    ત્યારે એલિશાએ ગેહઝીને કહ્યું, “ગેહઝી, કમર બાંધીને તથા મારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. તેના ઘરે જા. જો રસ્તામાં તને કોઈ મળે તો તેને સલામ કરતો નહિ અને જો કોઈ તને સલામ કરે તો, તેને સામે સલામ કરતો નહિ. મારી લાકડી તે બાળકના મુખ પર મૂકજે.”

  7. 2 રાજઓ ૪:૩૦આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ પણ બાળકની માતાએ કહ્યું, “યહોવાહના સમ, તમારા સમ, હું તમને છોડવાની નથી.” આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો.

  8. 2 રાજઓ ૪:૩૧આશરે ઈ.પૂ. ૮૯૪

    ગેહઝી તેઓના કરતાં વહેલો પહોંચી ગયો હતો. તેણે બાળકના મુખ પર લાકડી મૂકી, પણ બાળક કશું બોલ્યો નહિ કે સાંભળ્યું નહિ. તેથી ગેહઝી તેને મળવા આવ્યો અને કહ્યું, “બાળક હજુ જાગ્યો નથી.”

  9. 2 રાજઓ ૪:૩૨આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ જયારે એલિશા ઘરમાં આવ્યો, ત્યારે બાળક મૃત અવસ્થામાં તેના પલંગ પર પડેલો હતો.

  10. 2 રાજઓ ૪:૩૩આશરે ઈ.પૂ. ૮૯૪

    તેથી એલિશાએ અંદર જઈને બારણું બંધ કર્યું, બાળક અને તે અંદર રહ્યા પછી તેણે યહોવાહને પ્રાર્થના કરી.

  11. 2 રાજઓ ૪:૩૪આશરે ઈ.પૂ. ૮૯૪

    પછી તે પલંગ પર જઈને બાળક પર સૂઈ ગયો, તેણે તેનું મુખ બાળકના મુખ પર, તેની આંખ બાળકની આંખ પર અને તેના હાથ બાળકના હાથ પર રાખ્યા. અને તે બાળક પર લાંબો થઈને સૂઈ ગયો એટલે બાળકના શરીરમાં ગરમાવો આવ્યો.

  12. 2 રાજઓ ૪:૩૫આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ પછી એલિશાએ ઊભા થઈને ઘરમાં ચારે બાજુ આંટા માર્યા પછી તે ફરીથી બાળક પર લાંબો થઈને સૂઈ ગયો. એટલે બાળકે સાત વખત છીંક ખાધી અને પોતાની આંખો ઉઘાડી.

  13. 2 રાજઓ ૪:૩૬આશરે ઈ.પૂ. ૮૯૪

    પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “શુનામ્મીને બોલાવ એટલે તેણે તેને બોલાવી, જયારે તે ઘરમાં આવી ત્યારે એલિશાએ તેને કહ્યું, “તારા દીકરાને ઊંચકી લે.”

  14. 2 રાજઓ ૪:૩૭આશરે ઈ.પૂ. ૮૯૪

    પછી તે સ્ત્રીએ અંદર જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પછી પોતાના દીકરાને લઈને બહાર ચાલી ગઈ.

  15. 2 રાજઓ ૪:૩૮આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે સમયે તે દેશમાં દુકાળ હતો. અને પ્રબોધકોના દીકરાઓ તેની આગળ બેઠા હતા. ત્યારે તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના દીકરાઓ માટે રસાવાળું શાક બનાવ.”

  16. 2 રાજઓ ૪:૩૯આશરે ઈ.પૂ. ૮૯૪

    તેઓમાંથી એક જણ ખેતરમાં શાકભાજી લેવા માટે ગયો. તેણે એક જંગલી દ્રાક્ષવેલો જોયો, તે પરથી તેણે દૂધી તોડીને પોતાના ઝભ્ભામાં ખોળો ભરીને દૂધી ભેગી કરી. તેઓએ તેને કાપીને તે રસાવાળા શાકમાં નાખી. જો કે તેઓ તે જંગલી કડવી દૂધીને ઓળખતા નહોતા.

  17. 2 રાજઓ ૪:૪૦આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ પછી તેઓએ તે માણસોને ખાવા માટે શાક પીરસ્યું. પછી, જેવું તેઓએ તે ખાધું તે સાથે જ તેઓએ બૂમ પાડીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, આ તપેલામાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શકયા નહિ.

  18. 2 રાજઓ ૪:૪૧આશરે ઈ.પૂ. ૮૯૪

    પણ એલિશાએ કહ્યું, “તો થોડો લોટ લાવો.” તે લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે લોકોને ખાવાનું શાક પીરસો કે જેથી તેઓ ખાય.” અને હવે તપેલામાં કશું નુકસાનકારક રહ્યું ન હતું.

  19. 2 રાજઓ ૪:૪૨આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ બાલ-શાલીશાથી એક માણસ ઈશ્વરભક્ત પાસે પ્રથમ ફળનું અન્ન, જવમાંથી બનાવેલી વીસ રોટલી અને ભરેલા દાણાવાળાં તાજા કણસલાં પોતાના થેલીમાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને આપો કે તેઓ ખાય.”

  20. 2 રાજઓ ૪:૪૩આશરે ઈ.પૂ. ૮૯૪

    તેના ચાકરે કહ્યું, “શું, હું આ સો માણસોની આગળ મૂકું?” પણ એલિશાએ કહ્યું, “તું આ લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવાહ એવું કહે છે, ‘તેઓ ખાશે તોપણ તેમાંથી વધશે.’”

  21. 2 રાજઓ ૪:૪૪આશરે ઈ.પૂ. ૮૯૪

    માટે તેના ચાકરે તેઓની આગળ મૂક્યું; યહોવાહના વચન પ્રમાણે તેઓએ ખાધું. તે ઉપરાંત તેમાંથી થોડું વધ્યું પણ ખરું.

  22. 2 રાજઓ ૫:૧આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ અરામના રાજાનો સેનાપતિ નામાન તેના માલિકની આગળ મોટો અને આદરણીય માણસ હતો. કારણ કે, યહોવાહે તેની મારફતે અરામને વિજય અપાવ્યો હતો. તે બળવાન, હિંમતવાન માણસ હતો. પણ તેને કુષ્ઠ રોગની બીમારી હતી.

  23. 2 રાજઓ ૫:૨આશરે ઈ.પૂ. ૮૯૪

    અરામીઓનું સૈન્ય ઇઝરાયલમાં થઈને પાછું ફરતું હતું ત્યારે તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા. નામાને પોતાની પત્નીની દાસી તરીકે રાખી હતી.

  24. 2 રાજઓ ૫:૩આશરે ઈ.પૂ. ૮૯૪

    ¶ તેણે પોતાની શેઠાણીને કહ્યું, “ઈશ્વર કરે ને મારા માલિક સમરુનમાં એક પ્રબોધક પાસે જાય તો કેવું સારું! ત્યારે તેઓ તેમનો રોગ મટાડી શકે તેમ છે.”

  25. 2 રાજઓ ૫:૪આશરે ઈ.પૂ. ૮૯૪

    નામાને ઇઝરાયલ દેશની નાની છોકરીએ જે કહ્યું હતું, તે વાત પોતાના રાજાને જણાવી.