મુખ્ય સામગ્રી પર જાઓ

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 રાજઓ ૬:૩આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ તેઓમાંના એકે કહ્યું, “કૃપા કરી તારા ચાકરો સાથે આવ.” એલિશાએ કહ્યું, “હું આવીશ.”

  2. 2 રાજઓ ૬:૪આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ તેથી તે તેમની સાથે ગયો. યર્દન પહોંચીને તેઓએ લાકડાં કાપવા માંડયાં.

  3. 2 રાજઓ ૬:૫આશરે ઈ.પૂ. ૮૯૩

    પણ એક જણ લાકડાં કાપતો હતો, તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ; તેણે બૂમ પાડીને કહ્યું, “હે મારા ગુરુજી! એ કુહાડી તો હું માંગી લાવ્યો હતો.”

  4. 2 રાજઓ ૬:૬આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ ઈશ્વરભક્ત એલિશાએ પૂછ્યું, “તે કયાં પડી છે?” એટલે તે માણસે એલિશાને જગ્યા બતાવી. પછી એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું. તેથી કુહાડી સપાટી પર આવીને તરવા લાગી.

  5. 2 રાજઓ ૬:૭આશરે ઈ.પૂ. ૮૯૩

    એલિશાએ કહ્યું, “તે ઉઠાવી લે.” માટે પેલા માણસે હાથ લંબાવીને કુહાડી લઈ લીધી.

  6. 2 રાજઓ ૬:૮આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ હવે અરામના રાજાએ ઇઝરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું, “મારી છાવણી અમુક જગ્યાએ બનાવવામાં આવશે.”

  7. 2 રાજઓ ૬:૯આશરે ઈ.પૂ. ૮૯૩

    પણ ઈશ્વરભક્ત એલિશાએ ઇઝરાયલના રાજાને સંદેશો મોકલીને કહ્યું, “સાવધ રહેજે, અમુક જગ્યાએ જતો ના, કારણ કે, અરામીઓ ત્યાં આવવાના છે.”

  8. 2 રાજઓ ૬:૧૦આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ ઈશ્વરભક્તે જે જગ્યા વિષે ઇઝરાયલના રાજાને ચેતવણી આપી હતી તે જગ્યાએ માણસો મોક્લ્યા. આ ચેતવણીથી તે અનેક વાર બચી ગયો.

  9. 2 રાજઓ ૬:૧૧આશરે ઈ.પૂ. ૮૯૩

    આ ચેતવણી વિષે અરામનો રાજા ખૂબ ગભરાયો અને તેણે પોતાના ચાકરોને કહ્યું, “આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે? તે તમે મને નહિ જણાવો?”

  10. 2 રાજઓ ૬:૧૨આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ ત્યારે તેના એક ચાકરે કહ્યું, “મારા માલિક રાજા, એવું નહિ! પણ તમે તમારા શયનગૃહમાં જે વચનો બોલો છો તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”

  11. 2 રાજઓ ૬:૧૩આશરે ઈ.પૂ. ૮૯૩

    રાજાએ કહ્યું, “જાઓ, અને જુઓ કે એલિશા કયાં છે, જેથી હું તેને માણસો મોકલીને પકડાવી લઉં.” તેને કહેવામાં આવ્યું કે, “જુઓ, તે દોથાનમાં છે.”

  12. 2 રાજઓ ૬:૧૪આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ માટે રાજાએ દોથાનમાં ઘોડા, રથો અને મોટું સૈન્ય મોકલ્યું. તેઓએ રાત્રે આવીને નગરને ઘેરી લીધું.

  13. 2 રાજઓ ૬:૧૫આશરે ઈ.પૂ. ૮૯૩

    જ્યારે ઈશ્વરભક્ત એલિશાનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, તેણે એક મોટા સૈન્યને રથદળ અને ઘોડેસવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, “અરેરે! મારા માલિક હવે આપણે શું કરીશું?”

  14. 2 રાજઓ ૬:૧૬આશરે ઈ.પૂ. ૮૯૩

    એલિશાએ કહ્યું, “બીશ નહિ, કેમ કે, જેઓ આપણી સાથે છે તેઓ, તેમની સાથે જેઓ છે તેઓના કરતાં મહાન છે.”

  15. 2 રાજઓ ૬:૧૭આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ પછી એલિશાએ પ્રાર્થના કરી કે, “હે યહોવાહ, કૃપા કરી તેની આંખો ઉઘાડ કે તે જુએ.” ત્યારે યહોવાહે તે ચાકરની આંખો ઉઘાડી અને તેણે જોયું. તો જુઓ! એલિશાની આસપાસ અગ્નિરથોથી અને ઘોડાઓથી પર્વત ભરાઈ ગયો હતો.

  16. 2 રાજઓ ૬:૧૮આશરે ઈ.પૂ. ૮૯૩

    જ્યારે અરામીઓ એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે યહોવાહ, આ લોકોને અંધ બનાવી દો.” અને યહોવાહે એલિશાના કહ્યા પ્રમાણે તેઓને અંધ કરી દીધાં.

  17. 2 રાજઓ ૬:૧૯આશરે ઈ.પૂ. ૮૯૩

    પછી એલિશાએ અરામીઓને કહ્યું, “તે માર્ગ આ નથી, તે નગર પણ આ નથી. પણ મારી પાછળ આવો અને જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેઓને સમરુન લઈ ગયો.

  18. 2 રાજઓ ૬:૨૦આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ જ્યારે તેઓ સમરુન આવી પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, “હે યહોવાહ, આ માણસોની આંખો ઉઘાડો કે તેઓ જુએ.” પછી યહોવાહે તેઓની આંખો ઉઘાડી અને તેઓએ જોયું, તો જુઓ, તેઓ સમરુન શહેરના મધ્ય ભાગમાં હતા.

  19. 2 રાજઓ ૬:૨૧આશરે ઈ.પૂ. ૮૯૩

    ઇઝરાયલના રાજાએ તેઓને જોયા ત્યારે તેણે એલિશાને કહ્યું, “મારા પિતાજી, શું હું તેઓને મારું? તેઓને મારું?”

  20. 2 રાજઓ ૬:૨૨આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ એલિશાએ જવાબ આપ્યો, “તારે તેમને મારવા નહિ. જેઓને તેં તારી તલવારથી અને ધનુષથી કબજે કર્યાં નથી, તેઓને શું તું મારશે? તેઓની આગળ રોટલી અને પાણી મૂક કે, તેઓ ખાઈપીને પાછા પોતાના માલિક પાસે જાય.”

  21. 2 રાજઓ ૬:૨૩આશરે ઈ.પૂ. ૮૯૩

    માટે રાજાએ તેઓને સારુ પુષ્કળ ખોરાક તૈયાર કરાવ્યો. તેઓ ખાઈ પી રહ્યા પછી તેઓને વિદાય કર્યાં અને તેઓ પોતાના માલિક પાસે પાછા ગયા. ત્યાર પછી અરામનાં સૈન્યો ઘણાં લાંબા સમય સુધી ઇઝરાયલમાં પાછાં આવ્યાં નહિ.

  22. 2 રાજઓ ૬:૨૪આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ ત્યાર પછી એવું બન્યું કે, અરામના રાજા બેન-હદાદે પોતાનું સમગ્ર સૈન્ય એકત્ર કર્યું અને સમરુનને ઘેરી લીધું.

  23. 2 રાજઓ ૬:૨૫આશરે ઈ.પૂ. ૮૯૩

    સમરુનમાં ભારે દુકાળ પડ્યો. અને જુઓ, ગધેડાનું માથું ચાંદીના એંશી સિક્કામાં વેચાતું હતું. કબૂતરની પા માપ વિષ્ટા ચાંદીના પાંચ સિક્કામાં વેચાતી હતી.

  24. 2 રાજઓ ૬:૨૬આશરે ઈ.પૂ. ૮૯૩

    ઇઝરાયલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, “હે મારા માલિક રાજા, મદદ કરો.”

  25. 2 રાજઓ ૬:૨૭આશરે ઈ.પૂ. ૮૯૩

    ¶ તેણે કહ્યું, “જો યહોવાહ તને મદદ ન કરે, તો હું તને કયાંથી મદદ કરું? ખળીમાંથી કે દ્રાક્ષકુંડમાંથી?”