મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૨૮:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એ વસ્ત્રો સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊનનાં અને ઝીણા કાંતેલા શણના કાપડમાંથી જ બનાવવાં.

  2. નિર્ગમન ૨૮:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેઓ સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનાં ઝીણાં કાંતેલા શણનાં કાપડનો એફોદ બનાવે; આ એફોદ સૌથી વધુ નિષ્ણાત કલાકારો જ તૈયાર કરે.

  3. નિર્ગમન ૨૮:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એના બે છેડા જોડવા માટે એને ખભા પાસે બે સ્કંધપટી હોય.

  4. નિર્ગમન ૨૮:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    કમરબંધ પણ એવી જ બનાવટનો હોય; સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.

  5. નિર્ગમન ૨૮:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વળી ગોમેદના બે પાષાણો લેવા અને પછી તેના પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરવાં.

  6. નિર્ગમન ૨૮:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પ્રત્યેક પાષાણ પર ઉંમરના ઊતરતા ક્રમે છ નામ કોતરવામાં આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે.

  7. નિર્ગમન ૨૮:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આ મુદ્રા બનાવનાર કલાકાર પાસે તારે બે પાષાણ પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાના ચોકઠામાં જડવાં. અને ઇઝરાયલ પુત્રોના સ્મારક તરીકે ઉરાવરણની સ્કંધપટી સાથે જડી દેવા.

  8. નિર્ગમન ૨૮:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.

  9. નિર્ગમન ૨૮:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ એફોદ પર પાષાણને બેસાડવા માટે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં.

  10. નિર્ગમન ૨૮:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.

  11. નિર્ગમન ૨૮:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કલાકૃતિવાળું ન્યાયકરણનું ઉરપત્રક બનાવવું, એ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને લાલ રંગના ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય.

  12. નિર્ગમન ૨૮:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય.

  13. નિર્ગમન ૨૮:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ,

  14. નિર્ગમન ૨૮:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો,

  15. નિર્ગમન ૨૮:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત,

  16. નિર્ગમન ૨૮:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાં જ જડવાં.

  17. નિર્ગમન ૨૮:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પ્રત્યેક પાષાણ પર ઇઝરાયલના બાર પુત્રોમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇઝરાયલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.

  18. નિર્ગમન ૨૮:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ઉરપત્રક માટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રકનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે.

  19. નિર્ગમન ૨૮:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વળી સોનાની બે કડીઓ બનાવવી અને તે ઉરપત્રકને ઉપરને છેડે જોડી દેવી.

  20. નિર્ગમન ૨૮:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને એ બે કડીઓ સાથે પેલી સોનાની બે સાંકળી જોડી દેવી.

  21. નિર્ગમન ૨૮:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવાં અને એ રીતે એફોદની સ્કંધપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.

  22. નિર્ગમન ૨૮:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રકમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી.

  23. નિર્ગમન ૨૮:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.

  24. નિર્ગમન ૨૮:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ઉરપત્રકનો નીચેનો ભાગ ભૂરા રંગની પટ્ટીઓ વડે એફોદના નીચેના છેડા પર આવેલી કડીઓ સાથે જોડવો. આમ કરવાથી ઉરપત્રક એફોદથી છૂટું પડી જશે નહિ.

  25. નિર્ગમન ૨૮:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરાવરણ પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ ધારણ કરેલાં હોવાં જોઈએ. હંમેશા તેઓ યહોવાહના સ્મરણ અર્થે રહેશે.