મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૨૬:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તંબુની બન્ને બાજુએ પડદાઓ તંબુના છેડેથી એક હાથ નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર મંડપને સંપૂર્ણ રીતે આચ્છાદન કરશે.

  2. નિર્ગમન ૨૬:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તંબુ માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું બીજું આચ્છાદન બનાવજે અને તેના પર ઢાંકવા માટે મુલાયમ ચામડાનું આચ્છાદન બનાવજે.

  3. નિર્ગમન ૨૬:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પવિત્રમંડપના ટેકા માટે તું બાવળનાં પાટિયાં બનાવીને ઊભા મૂકજે.

  4. નિર્ગમન ૨૬:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પ્રત્યેક પાટિયું દસ હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હોય.

  5. નિર્ગમન ૨૬:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલાં બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.

  6. નિર્ગમન ૨૬:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માટે વીસ પાટિયાં બનાવજે.

  7. નિર્ગમન ૨૬:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માટે તેની નીચે બે કૂંભી એમ ચાંદીની કુલ ચાલીસ કૂંભીઓ બનાવજે.

  8. નિર્ગમન ૨૬:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એ જ પ્રમાણે મંડપની ઉત્તરની બાજુ માટે પણ વીસ પાટિયાં,

  9. નિર્ગમન ૨૬:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવજે, જેથી દરેક પાટિયાં નીચે બબ્બે કૂંભી આવે.

  10. નિર્ગમન ૨૬:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ મુલાકાતમંડપની પશ્ચિમ તરફના પાછળના ભાગ માટે છ પાટિયાં બનાવજે.

  11. નિર્ગમન ૨૬:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને મંડપના પાછળના ભાગના બે ખૂણાને માટે તું બે પાટિયાં બનાવજે.

  12. નિર્ગમન ૨૬:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને છેક ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખૂણાઓમાં એમ કરવું. બે ખૂણા માટેનાં બે પાટિયાં આ રીતે બનાવજે એટલે બે ખૂણા બની જશે.

  13. નિર્ગમન ૨૬:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આમ, આઠ પાટિયાં અને ચાંદીની સોળ કૂંભી થશે. પ્રત્યેક પાટિયાં નીચે બબ્બે કૂંભીઓ રાખજે.

  14. નિર્ગમન ૨૬:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુનાં પાટિયાને માટે પાંચ ભૂંગળો બનાવજે.

  15. નિર્ગમન ૨૬:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પવિત્ર મંડપની બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ ભૂંગળો, તેમ જ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માટે પાંચ ભૂંગળો.

  16. નિર્ગમન ૨૬:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે.

  17. નિર્ગમન ૨૬:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ વળી પાટિયાંને સોનાથી મઢાવજે અને રીંગને ભેરવવા માટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને રીંગને પણ તું સોનાથી મઢાવજે.

  18. નિર્ગમન ૨૬:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં પર્વત પર બતાવ્યો છે તે પ્રમાણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.

  19. નિર્ગમન ૨૬:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માટે બનાવજે. એના ઉપર જરી વડે કલામય રીતે કરુબોની આકૃતિઓ ભરાવજે.

  20. નિર્ગમન ૨૬:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર સ્તંભ પર લટકાવજે, તેઓને સોનાની આંકડીઓ અને તેઓની કૂંભીઓ ચાંદીની હોઈ.

  21. નિર્ગમન ૨૬:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કરારકોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદું પાડશે.

  22. નિર્ગમન ૨૬:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર આચ્છાદન કરજે.

  23. નિર્ગમન ૨૬:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ જે ખાસ મેજ બનાવ્યું છે તે મૂકજે અને તેને તંબુની ઉત્તર બાજુએ ગોઠવજે. પછી દીવીને દક્ષિણ તરફ બાજઠની સામે મૂકજે.

  24. નિર્ગમન ૨૬:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરી વડે સુંદર ભરતકામ કરેલો પડદો બનાવજે.

  25. નિર્ગમન ૨૬:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને એ પડદા માટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી બનાવજે અને એ થાંભલીઓ માટે પિત્તળની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.