- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
આ કાળની કલમો
- નિર્ગમન ૨૫:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ તમારે તેઓની પાસેથી આટલી વસ્તુઓ અર્પણ તરીકે સ્વીકારવી; સોનું, ચાંદી, તાંબું
- નિર્ગમન ૨૫:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન; શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ,
- નિર્ગમન ૨૫:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
ઘેટાંનાં ચામડાં જે પકવેલાં અને લાલ રંગમાં રંગેલાં હોય તથા ચામડાં અને બાવળનાં લાકડાં.
- નિર્ગમન ૨૫:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
વળી દીવા માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુગંધીઓ,
- નિર્ગમન ૨૫:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
ઉરપત્રક અને એફોદમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.
- નિર્ગમન ૨૫:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ અને તેઓ મારા માટે એક પવિત્રસ્થાન બનાવે, જેથી હું તેઓની વચ્ચે રહી શકું.
- નિર્ગમન ૨૫:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો બતાવું તે પ્રમાણે તમારે તે બનાવવું.
- નિર્ગમન ૨૫:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકરારકોશ બનાવવો.
- નિર્ગમન ૨૫:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.
- નિર્ગમન ૨૫:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
- નિર્ગમન ૨૫:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
- નિર્ગમન ૨૫:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
- નિર્ગમન ૨૫:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
- નિર્ગમન ૨૫:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
અને હું તને કરારકોશના ચિહ્ન તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે.
- નિર્ગમન ૨૫:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું દયાસન તમારે બનાવવું.
- નિર્ગમન ૨૫:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
અને તમારે સોનાના બે કરુબો ટીપેલા સોનામાંથી ઘડીને દયાસનના બે છેડા માટે બનાવવા.
- નિર્ગમન ૨૫:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ અને એક કરુબ એક છેડા પર અને બીજો દયાસનના બીજા છેડા પર બેસાડવો, એ કરુબ દયાસનની સાથે એવી રીતે જોડી દેવા કે દયાસન અને કરુબો એક થઈ જાય.
- નિર્ગમન ૨૫:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
એ કરુબોની પાંખો ઊંચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેઓનાં મુખ એકબીજાની સામે હોય અને દયાસન તરફ વળેલાં હોય.
- નિર્ગમન ૨૫:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
એ દયાસન ઉપર મૂકવું અને કરારકોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.
- નિર્ગમન ૨૫:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કરારકોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.
- નિર્ગમન ૨૫:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ વળી તું બાવળના લાકડાંનું બે હાથ લાંબું, એક હાથ પહોળું અને દોઢ હાથ ઊંચું એવું એક મેજ બનાવજે.
- નિર્ગમન ૨૫:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
તું તેને શુદ્ધ સોનાથી મઢજે અને તેને ફરતી સોનાની કિનારી લગાડજે.
- નિર્ગમન ૨૫:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ તું તેને ફરતી ચાર આંગળની કોર બનાવજે અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે.
- નિર્ગમન ૨૫:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડી દેજે.
- નિર્ગમન ૨૫:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કિનારની પાસે મૂકવાં.