- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
આ કાળની કલમો
- નિર્ગમન ૨૫:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.
- નિર્ગમન ૨૫:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે.
- નિર્ગમન ૨૫:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખજે.
- નિર્ગમન ૨૫:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ વળી શુદ્ધ સોનાનું એક દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય અને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય.
- નિર્ગમન ૨૫:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળે; એક બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ અને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.
- નિર્ગમન ૨૫:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ એક શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય.
- નિર્ગમન ૨૫:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
દીપવૃક્ષમાં બદામફૂલના આકારના ચાર પ્યાલા, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલો સહિત હોય.
- નિર્ગમન ૨૫:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ દીવીને છ ડાળી હોવી જોઈએ, દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ. શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય. એ કળીઓ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.
- નિર્ગમન ૨૫:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
અને બધું જ શુદ્ધ સોનાની એક જ પાટલીમાંથી ઘડીને બનાવેલું હોય.
- નિર્ગમન ૨૫:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ દીવી માટે સાત કોડિયાં બનાવવાં અને તે એવી રીતે ગોઠવવાં કે તેઓનો પ્રકાશ સામેની બાજુએ પડે.
- નિર્ગમન ૨૫:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાનાં હોવાં જોઈએ.
- નિર્ગમન ૨૫:૩૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
આ બધાં સાધનો બનાવવા માટે એક તાલંત શુદ્ધ સોનું વાપરજે.
- નિર્ગમન ૨૫:૪૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાણે આ બધું બનાવવાની કાળજી રાખજે.
- નિર્ગમન ૨૬:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ વળી તું દશ પડદાનો મંડપ બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના અને નિપુણ વણકરોના વણેલા વસ્ત્રના અને ભૂરા, કિરમજી તથા જાંબલી પડદા તૈયાર કરજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરુબો ભરાવજે.
- નિર્ગમન ૨૬:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય; બધા જ પડદા એક સરખા માપના હોય.
- નિર્ગમન ૨૬:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા પણ એકબીજા સાથે જોડાય.
- નિર્ગમન ૨૬:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ પહેલા સમૂહના પડદા પર જાંબુડિયા રંગના વસ્ત્રનાં નાકાં મૂકાવજે. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એવું જ કરજે.
- નિર્ગમન ૨૬:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
પહેલા સમૂહના પડદામાં તું પચાસ નાકાં બનાવજે અને બીજા સમૂહના પડદામાં પચાસ નાકાં બનાવજે તે નાકાં એકબીજાની સામસામાં આવવાં જોઈએ.
- નિર્ગમન ૨૬:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
પછી સોનાની પચાસ કડીઓ બનાવજે અને તેઓ વડે તું પડદાને એકબીજા સાથે જોડી દેજે. એટલે એક આખો મંડપ બનશે.
- નિર્ગમન ૨૬:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માટે તું બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદા તૈયાર કરજે.
- નિર્ગમન ૨૬:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
એ અગિયાર પડદા એક સરખા માપના હોવા જોઈએ. દરેક પડદો ત્રીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય.
- નિર્ગમન ૨૬:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને સળંગ એક પડદો બનાવજે. બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવજે. એમાંનો છઠ્ઠો પડદો તંબુના પ્રવેશદ્વાર ઉપર બેવડો વાળજે.
- નિર્ગમન ૨૬:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં અને બીજા પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.
- નિર્ગમન ૨૬:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
અને પિત્તળની પચાસ કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બન્ને પડદાને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.
- નિર્ગમન ૨૬:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ અને તંબુ પરથી વધારાનો લટકતો રહેતો ભાગ મંડપના પાછલા ભાગ પર લટકતો રાખજે.