મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 કરિંથીઓને ૮:૪આશરે ઈ.સ. ૫૯

    ¶ મૂર્તિઓનાં પ્રસાદી ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ દુનિયામાં કંઈ જ નથી અને એક ઈશ્વર સિવાય બીજાકોઈ ઈશ્વર નથી.

  2. 1 કરિંથીઓને ૮:૫આશરે ઈ.સ. ૫૯

    કેમ કે સ્વર્ગમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે, એવા ઘણાં દેવો તથા કહેવાતા પ્રભુઓ છે તેમ;

  3. 1 કરિંથીઓને ૮:૬આશરે ઈ.સ. ૫૯

    તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.

  4. 1 કરિંથીઓને ૮:૭આશરે ઈ.સ. ૫૯

    ¶ પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી તેની પ્રસાદી તરીકે તે ખાય છે; અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.

  5. 1 કરિંથીઓને ૮:૮આશરે ઈ.સ. ૫૯

    ¶ પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી.

  6. 1 કરિંથીઓને ૮:૯આશરે ઈ.સ. ૫૯

    પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે.

  7. 1 કરિંથીઓને ૮:૧૦આશરે ઈ.સ. ૫૯

    કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે?

  8. 1 કરિંથીઓને ૮:૧૧આશરે ઈ.સ. ૫૯

    ¶ એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય;

  9. 1 કરિંથીઓને ૮:૧૨આશરે ઈ.સ. ૫૯

    અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો.

  10. 1 કરિંથીઓને ૮:૧૩આશરે ઈ.સ. ૫૯

    તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે.

  11. 1 કરિંથીઓને ૯:૧આશરે ઈ.સ. ૫૯

    ¶ શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારી સેવાનું ફળ નથી?

  12. 1 કરિંથીઓને ૯:૨આશરે ઈ.સ. ૫૯

    જોકે હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તોપણ નિશ્ચે તમારી નજરે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપદનો પુરાવો છો.

  13. 1 કરિંથીઓને ૯:૩આશરે ઈ.સ. ૫૯

    ¶ મારી પૂછપરછ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે;

  14. 1 કરિંથીઓને ૯:૪આશરે ઈ.સ. ૫૯

    શું અમને ખાવાપીવાનો અધિકાર નથી?

  15. 1 કરિંથીઓને ૯:૫આશરે ઈ.સ. ૫૯

    શું જેવો બીજા પ્રેરિતોને, પ્રભુના ભાઈઓને તથા કેફાને છે તેવો મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈ ફરવાનો અધિકાર નથી?

  16. 1 કરિંથીઓને ૯:૬આશરે ઈ.સ. ૫૯

    અથવા શું ધંધો રોજગાર કરીને ગુજરાન ચલાવવાનું કેવળ મારે તથા બાર્નાબાસને માટે જ છે?

  17. 1 કરિંથીઓને ૯:૭આશરે ઈ.સ. ૫૯

    ¶ એવો કયો સિપાઈ છે કે જે પોતાના ખર્ચથી લડાઈમાં જાય છે? દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા કોણ જાનવર પાળીને તેના દૂધનો ઉપભોગ કરતો નથી?

  18. 1 કરિંથીઓને ૯:૮આશરે ઈ.સ. ૫૯

    એ વાતો શું હું માણસોના વિચારોથી કહું છું? અથવા શું નિયમશાસ્ત્ર પણ એ વાતો કહેતું નથી?

  19. 1 કરિંથીઓને ૯:૯આશરે ઈ.સ. ૫૯

    ¶ કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે, કે પારે ફરનાર બળદના મોં પર જાળી ન બાંધ. શું આવી આજ્ઞા આપવામાં શું ઈશ્વર બળદની ચિંતા કરે છે?

  20. 1 કરિંથીઓને ૯:૧૦આશરે ઈ.સ. ૫૯

    કે વિશેષ આપણાં લીધે તે એમ કહે છે? આપણાં લીધે તો લખ્યું છે, કે જે ખેડે છે તે આશાથી ખેડે અને જે મસળે છે તે ફળ પામવાની આશાથી તે કરે.

  21. 1 કરિંથીઓને ૯:૧૧આશરે ઈ.સ. ૫૯

    જો અમે તમારે માટે આત્મિક બાબતો વાવી છે, તો અમે તમારી શરીર ઉપયોગી બાબતો લણીએ એ કઈ વધારે પડતું કહેવાય?

  22. 1 કરિંથીઓને ૯:૧૨આશરે ઈ.સ. ૫૯

    ¶ જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે તો તેઓના કરતા અમે વિશેષે દાવેદાર નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવરૂપ ન થવાય માટે અમે સર્વ સહન કરીએ છીએ.

  23. 1 કરિંથીઓને ૯:૧૩આશરે ઈ.સ. ૫૯

    એ શું તમે નથી જાણતા કે જેઓ ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરે છે તેઓ સભાસ્થાનનું ખાય છે; જેઓ યજ્ઞવેદીની સેવા કરે છે, તેઓ યજ્ઞવેદીના અર્પણના ભાગીદાર છે એ શું તમે નથી જાણતા?

  24. 1 કરિંથીઓને ૯:૧૪આશરે ઈ.સ. ૫૯

    એમ જ પ્રભુએ ઠરાવ્યું કે, જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાનું ગુજરાન ચલાવે.

  25. 1 કરિંથીઓને ૯:૧૫આશરે ઈ.સ. ૫૯

    ¶ પણ એવો કશો વહીવટ મેં નથી કર્યો; મને એવા લાભ મળે તે માટે હું આ લખું છું એવું નથી. કેમ કે કોઈ મારું અભિમાન કરવાનું કારણ વ્યર્થ કરે, એ કરતાં મરવું તે મારે માટે બહેતર છે.