મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 કરિંથીઓને ૫:૨આશરે ઈ.સ. ૫૯

    એમ છતાં એ બાબતો વિષે શરમિંદા થવાને બદલે તમે છાતીકાઢીને ચાલો છો! જેણે આ કામ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો.

  2. 1 કરિંથીઓને ૫:૩આશરે ઈ.સ. ૫૯

    ¶ કેમ કે શરીરે હું ગેરહાજર છતાં, આત્મામાં પ્રત્યક્ષ હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં એમ, એ કામ કરનારાનો ન્યાય કરી ચૂક્યો છું.

  3. 1 કરિંથીઓને ૫:૪આશરે ઈ.સ. ૫૯

    કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામે,

  4. 1 કરિંથીઓને ૫:૫આશરે ઈ.સ. ૫૯

    તમારે એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે.

  5. 1 કરિંથીઓને ૫:૬આશરે ઈ.સ. ૫૯

    ¶ તમે ઘમંડ રાખો છો તે યોગ્ય નથી; શું તમે એ જાણતા નથી, કે થોડું ખમીર આખા લોટને ફુલાવે છે?

  6. 1 કરિંથીઓને ૫:૭આશરે ઈ.સ. ૫૯

    તમે જૂના ખમીરને કાઢી નાખો, એ માટે કે જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા થઈ જાઓ, કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ, આપણે માટે તેમનું બલિદાન આપ્યું છે.

  7. 1 કરિંથીઓને ૫:૮આશરે ઈ.સ. ૫૯

    એ માટે જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાનાં ખમીરથી નહિ, પણ નિખાલસપણા તથા સત્યતાની બેખમીર રોટલીથી આપણે પાસ્ખાપર્વ ઊજવીએ.

  8. 1 કરિંથીઓને ૫:૯આશરે ઈ.સ. ૫૯

    ¶ મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો;

  9. 1 કરિંથીઓને ૫:૧૦આશરે ઈ.સ. ૫૯

    પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે માનવજગતમાંથી નીકળી જવું પડે.

  10. 1 કરિંથીઓને ૫:૧૧આશરે ઈ.સ. ૫૯

    ¶ પણ હમણાં મેં તમને લખ્યું છે, કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ.

  11. 1 કરિંથીઓને ૫:૧૨આશરે ઈ.સ. ૫૯

    કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેઓ વિશ્વાસી સમુદાયમાનાં છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહિ?

  12. 1 કરિંથીઓને ૫:૧૩આશરે ઈ.સ. ૫૯

    પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો.

  13. 1 કરિંથીઓને ૬:૧આશરે ઈ.સ. ૫૯

    ¶ તમારામાંના કોઈને બીજાની સામે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતા અવિશ્વાસીઓની આગળ ન્યાય માગવા જાય એ કેવું કહેવાય?

  14. 1 કરિંથીઓને ૬:૨આશરે ઈ.સ. ૫૯

    સંતો માનવજગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારાથી માનવજગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને યોગ્ય નથી?

  15. 1 કરિંથીઓને ૬:૩આશરે ઈ.સ. ૫૯

    આપણે દૂતોનો ન્યાય કરીશું એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય આપણે ના કરી શકીએ?

  16. 1 કરિંથીઓને ૬:૪આશરે ઈ.સ. ૫૯

    ¶ એ માટે જો તમારે આ જિંદગીની બાબતોનો ન્યાય કરવાનો હોય, તો વિશ્વાસી સમુદાયમાં જેઓને તમે ગણકારતા નથી તેઓને તમે ન્યાય કરવાને બેસાડો છો?

  17. 1 કરિંથીઓને ૬:૫આશરે ઈ.સ. ૫૯

    હું તમને શરમાવવાને માટે કહું છું. કે શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે, એવો એક પણ જ્ઞાની માણસ તમારામાં નથી?

  18. 1 કરિંથીઓને ૬:૬આશરે ઈ.સ. ૫૯

    પણ અહીં તો ભાઈ પોતાના ભાઈ સામે ફરિયાદ કરે છે; અને તે વળી અવિશ્વાસીઓ સમક્ષ!

  19. 1 કરિંથીઓને ૬:૭આશરે ઈ.સ. ૫૯

    ¶ માટે હમણાં તમારામાં સાચે જ ગેરસમજ ઊભી થઈ છે, કે, તમે એકબીજા સામે ફરિયાદ કરો છો. એમ કરવાને બદલે તમે અન્યાય કેમ સહન કરતા નથી?

  20. 1 કરિંથીઓને ૬:૮આશરે ઈ.સ. ૫૯

    ઊલટાનું તમે અન્યાય કરો છો, તથા બીજાનું પડાવી લો છો, અને તે પણ તમારા ભાઈઓનું!

  21. 1 કરિંથીઓને ૬:૯આશરે ઈ.સ. ૫૯

    ¶ શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ,

  22. 1 કરિંથીઓને ૬:૧૦આશરે ઈ.સ. ૫૯

    ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વછંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.

  23. 1 કરિંથીઓને ૬:૧૧આશરે ઈ.સ. ૫૯

    તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે ઈસુ ખ્રિસ્તનાં નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રતા અને ન્યાયપણું પામ્યા છો.

  24. 1 કરિંથીઓને ૬:૧૨આશરે ઈ.સ. ૫૯

    ¶ સઘળી વસ્તુઓની મને છૂટ છે. પણ એ બધી લાભકારક નથી. પણ હું તેમાંની કોઈથી નિયંત્રિત થવાનો નથી.

  25. 1 કરિંથીઓને ૬:૧૩આશરે ઈ.સ. ૫૯

    ખોરાક પેટને માટે છે અને પેટ ખોરાકને માટે છે. પણ ઈશ્વર બન્નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નહિ, પણ પ્રભુનો મહિમા કરવા માટે આપવામાં આવ્યું છે. અને પ્રભુ શરીરને માટે.