મુખ્ય સામગ્રી પર જાઓ

Paul વિશે બાઇબલની કલમો

619 કલમો · 103 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો.

  2. જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી.

  3. ¶ પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો.

  4. અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી.

  5. તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે.

  6. મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.

  7. પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી.

  8. અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો સ્વર્ગદૂત હોઉં, વળી ઈસુ ખ્રિસ્ત હોઉં, તેવી રીતે તમે મારો સ્વીકાર કર્યો.

  9. ¶ ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી.

  10. ¶ હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.

  11. ¶ એફેસસમાં જે સંતો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થયેલો પાઉલ લખે છે:

  12. જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે એ હમણાં તમે સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.

  13. ¶ પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ.

  14. એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.

  15. આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી.

  16. ¶ ખ્રિસ્તમાં કલોસામાંના પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પસંદ થયેલો પ્રેરિત પાઉલ અને ભાઈ તિમોથી લખે છે

  17. ¶ હવે તમારે માટે મારાં પર જે દુઃખો પડે છે તેમાં હું આનંદ પામું છું અને ખ્રિસ્તનાં સંકટો વિશે જે કઈ ખૂટતું હોય તેને હું, તેમનું શરીર જે વિશ્વાસી સમુદાય છે તેની ખાતર, મારા શરીરમાં પૂરું કરું છું;

  18. વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, છતાં ઘણાં વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા.

  19. ભાઈઓ, તમને અમારો શ્રમ તથા કષ્ટ યાદ છે, કેમ કે તમારામાંના કોઈ પર બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.

  20. ¶ ભાઈઓ, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે મંડળી યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનાર તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુઃખ સહ્યાં તેમ તમે પણ પોતાના દેશના લોકો તરફથી તેવા જ દુઃખ સહ્યાં છે.

  21. યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી; તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે;

  22. ¶ જયારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે, આપણા પર વિપત્તિ આવનાર છે અને તે પ્રમાણે થયું તે તમે જાણો છો.

  23. ¶ ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનીકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે.

  24. ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.

  25. ¶ ભાઈઓ, તમારે વિષે અમે સર્વદા ઈશ્વરની આભારસ્તુતિ કરીએ તે ઉચિત છે કેમ કે તમારો વિશ્વાસ વધતો જાય છે અને તમે સર્વ એકબીજા ઉપર ઘણો પ્રેમ રાખો છો.