મુખ્ય સામગ્રી પર જાઓ

Paul વિશે બાઇબલની કલમો: Is delayed in Melita three months; proceeds on the voyage; delays at Syracuse; sails by Rhegium and Puteoli; meets brethren who accompany him to Rome from Appii forum; arrives at Rome; is delivered to the captain of the guard; is permitted to dwell by him

6 કલમો · 103 પાસાં

Is delayed in Melita three months; proceeds on the voyage; delays at Syracuse; sails by Rhegium and Puteoli; meets brethren who accompany him to Rome from Appii forum; arrives at Rome; is delivered to the captain of the guard; is permitted to dwell by him વિશે કલમો

  1. ¶ ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા.

  2. અમે સિરાકુસ બંદરે ત્રણ દિવસ સુધી રહ્યા.

  3. ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતૌલી આવી પહોંચ્યા.

  4. ત્યાં અમને (વિશ્વાસી) ભાઈઓ મળ્યા, તેઓની સાથે સાત દિવસ સુધી રહેવાને તેઓએ અમને વિનંતી કરી; ત્યાર બાદ અમે રોમમાં આવ્યા.

  5. રોમમાંના (વિશ્વાસી) ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા ‘ત્રણ ધર્મશાળા’ નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી.

  6. ¶ અમે રોમમાં આવ્યા ત્યારે (સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ) પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી.