Paul વિશે બાઇબલની કલમો: Revisits Pisidia, Pamphylia, Perga, Attalia, and Antioch, in Syria, where he abode
Revisits Pisidia, Pamphylia, Perga, Attalia, and Antioch, in Syria, where he abode વિશે કલમો
પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા.
અને પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા.
પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
¶ તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.
શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.