મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 95

The Revelation

John's vision on Patmos unveils the cosmic victory of the Lamb over evil and the final restoration of all creation.

404 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. પ્રકટીકરણ ૧૬:૧૯આશરે ઈ.સ. ૯૬

    મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાષ્ટ્રોનાં શહેરો નષ્ટ થયાં; અને ઈશ્વરને મોટા બાબિલની યાદ આવી, એ માટે કે તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનો પ્યાલો તેને આપે.

  2. પ્રકટીકરણ ૧૬:૨૦આશરે ઈ.સ. ૯૬

    ¶ ટાપુઓ અદ્રશ્ય થઈ ગયા, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ.

  3. પ્રકટીકરણ ૧૬:૨૧આશરે ઈ.સ. ૯૬

    અને આકાશમાંથી આશરે ચાલીસ કિલોગ્રામનાં કરા માણસો પર પડ્યા અને કરાની આફતને લીધે માણસોએ ઈશ્વરને શ્રાપ આપ્યો કેમ કે તે આફત અતિશય ભારે હતી.

  4. પ્રકટીકરણ ૧૭:૧આશરે ઈ.સ. ૯૬

    ¶ જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, ‘અહીં આવ, અને જે મોટી ગણિકા ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું.

  5. પ્રકટીકરણ ૧૭:૨આશરે ઈ.સ. ૯૬

    તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.’”

  6. પ્રકટીકરણ ૧૭:૩આશરે ઈ.સ. ૯૬

    ¶ પછી તે સ્વર્ગદૂત મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં.

  7. પ્રકટીકરણ ૧૭:૪આશરે ઈ.સ. ૯૬

    તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો.

  8. પ્રકટીકરણ ૧૭:૫આશરે ઈ.સ. ૯૬

    તેના કપાળ પર એક મર્મજનક નામ લખેલું હતું, એટલે, ‘મહાન બાબિલોન, ગણિકાઓની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર બાબતોની માતા.’”

  9. પ્રકટીકરણ ૧૭:૬આશરે ઈ.સ. ૯૬

    ¶ મેં તેં સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી નશામાં જોઈ. તેને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું.

  10. પ્રકટીકરણ ૧૭:૭આશરે ઈ.સ. ૯૬

    સ્વર્ગદૂતે મને પૂછ્યું કે, ‘તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો, અને સાત માથાં તથા દસ શિંગડાવાળું હિંસક પશુ કે, જેનાં પર તે બેઠેલી છે, તેનો મર્મ હું તને સમજાવીશ.’”

  11. પ્રકટીકરણ ૧૭:૮આશરે ઈ.સ. ૯૬

    ¶ જે હિંસક પશુ તેં જોયું, તે હતું અને નથી; અને તે અનંતઊંડાણમાં જલ્દી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પરના રહેનારાંઓ કે જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે હિંસક પશુ હતું અને નથી અને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.

  12. પ્રકટીકરણ ૧૭:૯આશરે ઈ.સ. ૯૬

    ¶ આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે;

  13. પ્રકટીકરણ ૧૭:૧૦આશરે ઈ.સ. ૯૬

    અને તેઓ સાત રાજા છે; તેમાંના પાંચ પડ્યા છે, એક જીવંત છે, અને બીજો હજી સુધી આવ્યો નથી; જયારે તે આવશે ત્યારે થોડીવાર તે રહેશે.

  14. પ્રકટીકરણ ૧૭:૧૧આશરે ઈ.સ. ૯૬

    ¶ જે હિંસક પશુ હતું અને હમણાં નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે.

  15. પ્રકટીકરણ ૧૭:૧૨આશરે ઈ.સ. ૯૬

    ¶ જે દસ શિંગડાં તેં જોયાં છે તેઓ દસ રાજા છે, તેઓ હજી સુધી રાજ્ય પામ્યા નથી; પણ હિંસક પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેઓને મળે છે.

  16. પ્રકટીકરણ ૧૭:૧૩આશરે ઈ.સ. ૯૬

    તેઓ એક મતના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર હિંસક પશુને સોંપી દે છે.

  17. પ્રકટીકરણ ૧૭:૧૪આશરે ઈ.સ. ૯૬

    તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે કેમ કે તેઓ મહાન પ્રભુઓ ના પ્રભુ તથા રાજાઓના રાજા છે; અને તેમની સાથે જેઓ છે, એટલે તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે.

  18. પ્રકટીકરણ ૧૭:૧૫આશરે ઈ.સ. ૯૬

    ¶ તે સ્વર્ગદૂત મને કહે છે કે, જે પાણી તે જોયું છે, જ્યાં તે ગણિકા બેઠી છે, તેઓ પ્રજાઓ, સમુદાય, દેશો તથા ભાષાઓ છે.

  19. પ્રકટીકરણ ૧૭:૧૬આશરે ઈ.સ. ૯૬

    ¶ તેં જે દસ શિંગડાં તથા પશુ તે જોયાં તેઓ તે ગણિકાનો દ્વેષ કરશે, તેને પાયમાલ કરીને તેને ઉઘાડી કરશે તેનું માંસ ખાશે અને આગથી તેને બાળી નાખશે.

  20. પ્રકટીકરણ ૧૭:૧૭આશરે ઈ.સ. ૯૬

    કેમ કે ઈશ્વરે પોતાની ઇચ્છા પૂરી કરવા હેતુ, તેઓના મનમાં એવા વિચાર નાખ્યા છે, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાના રાજ્યનો અધિકાર હિંસક પશુને સોંપશે.

  21. પ્રકટીકરણ ૧૭:૧૮આશરે ઈ.સ. ૯૬

    ¶ જે સ્ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર દુનિયાના રાજાઓ પર રાજ કરે છે તે છે.

  22. પ્રકટીકરણ ૧૮:૧આશરે ઈ.સ. ૯૬

    ¶ એ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો; તેને મોટો અધિકાર મળેલો હતો; અને તેના ગૌરવથી પૃથ્વી પ્રકાશિત થઈ.

  23. પ્રકટીકરણ ૧૮:૨આશરે ઈ.સ. ૯૬

    તેણે ઊંચા અવાજે કહ્યું કે, ‘પડ્યું રે, પડ્યું, મોટું બાબિલોન પડ્યું. અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક અશુદ્ધ આત્માનું અને અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનું વાસો થયું છે.

  24. પ્રકટીકરણ ૧૮:૩આશરે ઈ.સ. ૯૬

    કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોએ પીધો છે; દુનિયાના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.

  25. પ્રકટીકરણ ૧૮:૪આશરે ઈ.સ. ૯૬

    ¶ સ્વર્ગમાંથી બીજી એક વાણી એવું કહેતી મેં સાંભળી કે, ‘હે મારા લોકો, તેનાથી બહાર આવો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારી આફતોમાંની કોઈ પણ તમારા પર ન આવે.