મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 95

The Revelation

John's vision on Patmos unveils the cosmic victory of the Lamb over evil and the final restoration of all creation.

404 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. પ્રકટીકરણ ૧૫:૨આશરે ઈ.સ. ૯૬

    ¶ પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો; જેઓએ હિંસક પશુ પર, તેની મૂર્તિ પર, તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા અને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી.

  2. પ્રકટીકરણ ૧૫:૩આશરે ઈ.સ. ૯૬

    ¶ તેઓ ઈશ્વરના સેવક મૂસાનું ગીત તથા હલવાનનું ગીત ગાઈને કહેતાં હતા કે, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદ્ભૂત છે; હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.

  3. પ્રકટીકરણ ૧૫:૪આશરે ઈ.સ. ૯૬

    હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે, તમારા નામનો મહિમા કોણ નહિ કરશે? કેમ કે એકલા તમે પવિત્ર છો; હા સઘળી પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે; કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.

  4. પ્રકટીકરણ ૧૫:૫આશરે ઈ.સ. ૯૬

    ¶ ત્યાર પછી મેં જોયું, તો સ્વર્ગમાં સાક્ષ્યમંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું;

  5. પ્રકટીકરણ ૧૫:૬આશરે ઈ.સ. ૯૬

    જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત આફતો હતી, તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યા; તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્ત્ર પહેરેલાં હતાં, તથા કમર પર સોનાનાં પટ્ટા બાંધેલા હતા.

  6. પ્રકટીકરણ ૧૫:૭આશરે ઈ.સ. ૯૬

    ¶ ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલાં સાત સુવર્ણ પાત્રો તે સાત સ્વર્ગદૂતોને આપ્યાં.

  7. પ્રકટીકરણ ૧૫:૮આશરે ઈ.સ. ૯૬

    ઈશ્વરના ગૌરવના તથા તેમના પરાક્રમના ધુમાડાથી ભક્તિસ્થાન ભરાઈ ગયું; સાત સ્વર્ગદૂતોની સાત આફતો પૂરી થઈ ત્યાં સુધી કોઈથી ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શકાયો નહિ.

  8. પ્રકટીકરણ ૧૬:૧આશરે ઈ.સ. ૯૬

    ¶ એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મેં સાંભળી, તેણે સાત સ્વર્ગદૂતોને એમ કહ્યું કે, ‘તમે જાઓ ને ઈશ્વરના કોપના સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.’”

  9. પ્રકટીકરણ ૧૬:૨આશરે ઈ.સ. ૯૬

    ¶ પહેલો સ્વર્ગદૂત ગયો, અને તેણે પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડયો, અને જે માણસો હિંસક પશુની છાપ રાખતાં હતાં અને તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓ પર ત્રાસદાયક તથા દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં.

  10. પ્રકટીકરણ ૧૬:૩આશરે ઈ.સ. ૯૬

    ¶ બીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સમુદ્ર પર રેડ્યો એટલે સમુદ્ર મૃતદેહના લોહી જેવો થયો, અને જે સઘળા સજીવ પ્રાણી સમુદ્રમાં હતા તે મરણ પામ્યા.

  11. પ્રકટીકરણ ૧૬:૪આશરે ઈ.સ. ૯૬

    ¶ ત્રીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડયો, અને પાણી લોહી થઈ ગયા.

  12. પ્રકટીકરણ ૧૬:૫આશરે ઈ.સ. ૯૬

    મેં પાણીના સ્વર્ગદૂતને બોલતાં સાંભળ્યો કે, ‘તમે ન્યાયી છો, તમે જે છો અને જે હતા, પવિત્ર ઈશ્વર, કેમ કે તમે અદલ ન્યાયચુકાદો કર્યા છે;

  13. પ્રકટીકરણ ૧૬:૬આશરે ઈ.સ. ૯૬

    કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે; તેઓ તેને માટે લાયક છે.’”

  14. પ્રકટીકરણ ૧૬:૭આશરે ઈ.સ. ૯૬

    યજ્ઞવેદીમાંથી એવો અવાજ મેં સાંભળ્યો કે, ‘હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા ન્યાયી છે.’”

  15. પ્રકટીકરણ ૧૬:૮આશરે ઈ.સ. ૯૬

    ¶ ચોથા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સૂરજ પર રેડયો; એટલે તેને આગથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી;

  16. પ્રકટીકરણ ૧૬:૯આશરે ઈ.સ. ૯૬

    તેથી માણસો આગની આંચથી દાઝ્યાં. ઈશ્વર, જેમને આ આફતો પર અધિકાર છે, તેમના નામની વિરુદ્ધ દુર્ભાષણ કરી તેઓએ તેમને મહિમા આપ્યો નહિ અને પસ્તાવો કર્યો નહિ.

  17. પ્રકટીકરણ ૧૬:૧૦આશરે ઈ.સ. ૯૬

    ¶ પાંચમા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો હિંસક પશુના રાજ્યાસન પર રેડયો; અને તેના રાજ્ય પર અંધારપટ છવાયો; અને તેઓ પીડાને લીધે પોતાની જીભોને કરડવા લાગ્યા,

  18. પ્રકટીકરણ ૧૬:૧૧આશરે ઈ.સ. ૯૬

    અને પોતાની પીડાઓને લીધે તથા પોતાનાં ગુમડાંઓને લીધે તેઓએ સ્વર્ગના ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું; પણ પોતાનાં કામોનો પસ્તાવો કર્યો નહિ.

  19. પ્રકટીકરણ ૧૬:૧૨આશરે ઈ.સ. ૯૬

    ¶ પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો મોટી નદી એટલે યુફ્રેતિસ પર રેડ્યો અને તેનું પાણી સુકાઈ ગયું, એ માટે કે પૂર્વેથી જે રાજાઓ આવનાર છે તેઓનો રસ્તો તૈયાર થાય.

  20. પ્રકટીકરણ ૧૬:૧૩આશરે ઈ.સ. ૯૬

    ત્યારે પેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જૂઠાં પ્રબોધકના મોંમાંથી નીકળતા દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્મા મેં જોયા;

  21. પ્રકટીકરણ ૧૬:૧૪આશરે ઈ.સ. ૯૬

    કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટાત્માઓ છે, કે જેઓ આખી દુનિયાના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે.

  22. પ્રકટીકરણ ૧૬:૧૫આશરે ઈ.સ. ૯૬

    જુઓ ચોરની જેમ હું આવું છું, જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્ત્ર એવાં રાખે છે કે પોતાને નિર્વસ્ત્ર જેવા ન ચાલવું પડે, અને તેની શરમજનક પરિસ્થિતિ ન દેખાય, તે આશીર્વાદિત છે.

  23. પ્રકટીકરણ ૧૬:૧૬આશરે ઈ.સ. ૯૬

    ત્યારે હિબ્રૂ ભાષામાં ‘આર્માંગેદન’ કહેવાતી જગ્યાએ, તેઓએ તેઓને એકત્ર કર્યાં.

  24. પ્રકટીકરણ ૧૬:૧૭આશરે ઈ.સ. ૯૬

    ¶ પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો વાતાવરણમાં રેડયો, એટલે મંદિરમાંના રાજ્યાસનમાંથી મોટી વાણી એવું બોલી કે, સમાપ્ત થયું;

  25. પ્રકટીકરણ ૧૬:૧૮આશરે ઈ.સ. ૯૬

    અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયાં; વળી મોટો ધરતીકંપ થયો. તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયાં ત્યારથી એના જેવો કદી થયો નહોતો.