મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માર્ક ૧૪:૬૬આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે પિતર નીચે આંગણમાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક સેવિકા આવી.

  2. માર્ક ૧૪:૬૭આશરે ઈ.સ. ૩૩

    અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, ‘તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.’”

  3. માર્ક ૧૪:૬૮આશરે ઈ.સ. ૩૩

    પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ જ સમજતો પણ નથી.’” તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો.

  4. માર્ક ૧૪:૬૯આશરે ઈ.સ. ૩૩

    ¶ તે સેવિકા તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, ‘એ તેઓમાંનો છે.’”

  5. માર્ક ૧૪:૭૦આશરે ઈ.સ. ૩૩

    પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઊભેલાઓએ પિતરને કહ્યું કે, ‘ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.’”

  6. માર્ક ૧૪:૭૧આશરે ઈ.સ. ૩૩

    ¶ પણ પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, ‘જે માણસ વિષે તમે કહો છો, તેને હું ઓળખતો નથી.’”

  7. માર્ક ૧૪:૭૨આશરે ઈ.સ. ૩૩

    તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો.

  8. માર્ક ૧૫:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં.

  9. માર્ક ૧૫:૨આશરે ઈ.સ. ૩૩

    પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, ‘તું કહે છે તે જ હું છું.’”

  10. માર્ક ૧૫:૩આશરે ઈ.સ. ૩૩

    મુખ્ય યાજકોએ તેમના પર ઘણાં આક્ષેપો મૂક્યા.

  11. માર્ક ૧૫:૪આશરે ઈ.સ. ૩૩

    ¶ પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, ‘શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!’

  12. માર્ક ૧૫:૫આશરે ઈ.સ. ૩૩

    પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.

  13. માર્ક ૧૫:૬આશરે ઈ.સ. ૩૩

    ¶ આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો.

  14. માર્ક ૧૫:૭આશરે ઈ.સ. ૩૩

    કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો બરાબાસ નામનો એક માણસ હતો.

  15. માર્ક ૧૫:૮આશરે ઈ.સ. ૩૩

    લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, ‘જેમ તમે અમારે સારુ દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો.’”

  16. માર્ક ૧૫:૯આશરે ઈ.સ. ૩૩

    ¶ પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?’”

  17. માર્ક ૧૫:૧૦આશરે ઈ.સ. ૩૩

    કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધાં હતા.

  18. માર્ક ૧૫:૧૧આશરે ઈ.સ. ૩૩

    પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે.

  19. માર્ક ૧૫:૧૨આશરે ઈ.સ. ૩૩

    ¶ પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, ‘જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?’”

  20. માર્ક ૧૫:૧૩આશરે ઈ.સ. ૩૩

    તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

  21. માર્ક ૧૫:૧૪આશરે ઈ.સ. ૩૩

    ¶ પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’”

  22. માર્ક ૧૫:૧૫આશરે ઈ.સ. ૩૩

    ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બરાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યાં.

  23. માર્ક ૧૫:૧૬આશરે ઈ.સ. ૩૩

    ¶ સિપાઈઓ ઈસુને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; અને તેઓએ ચોકીદારોની આખી ટુકડીને બોલાવ્યા.

  24. માર્ક ૧૫:૧૭આશરે ઈ.સ. ૩૩

    તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો;

  25. માર્ક ૧૫:૧૮આશરે ઈ.સ. ૩૩

    અને ‘હે યહૂદીઓના રાજા, સલામ!’ એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા.