મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માર્ક ૧૪:૧૬આશરે ઈ.સ. ૩૩

    શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ.

  2. માર્ક ૧૪:૧૭આશરે ઈ.સ. ૩૩

    ¶ સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા.

  3. માર્ક ૧૪:૧૮આશરે ઈ.સ. ૩૩

    અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને ધરપકડ કરશે.’”

  4. માર્ક ૧૪:૧૯આશરે ઈ.સ. ૩૩

    તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, ‘શું તે હું છું?’”

  5. માર્ક ૧૪:૨૦આશરે ઈ.સ. ૩૩

    ¶ તેમણે તેઓને કહ્યું કે, ‘બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે.

  6. માર્ક ૧૪:૨૧આશરે ઈ.સ. ૩૩

    કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.’”

  7. માર્ક ૧૪:૨૨આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, ‘લો, આ મારું શરીર છે.’”

  8. માર્ક ૧૪:૨૩આશરે ઈ.સ. ૩૩

    પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાએ તેમાંથી પીધું.

  9. માર્ક ૧૪:૨૪આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેઓને કહ્યું કે, નવા કરારનું આ મારું રક્ત છે, જે ઘણાંને માટે વહેડાવવામાં આવ્યું છે.

  10. માર્ક ૧૪:૨૫આશરે ઈ.સ. ૩૩

    હું તમને નિશ્ચે કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”

  11. માર્ક ૧૪:૨૬આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.

  12. માર્ક ૧૪:૨૭આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે સઘળા મારાથી દૂર થઈ જશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે.

  13. માર્ક ૧૪:૨૮આશરે ઈ.સ. ૩૩

    પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.’”

  14. માર્ક ૧૪:૨૯આશરે ઈ.સ. ૩૩

    પણ પિતરે ઈસુને કહ્યું કે, ‘જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.’”

  15. માર્ક ૧૪:૩૦આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ તેને કહે છે, કે ‘હું તને નિશ્ચે કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’”

  16. માર્ક ૧૪:૩૧આશરે ઈ.સ. ૩૩

    પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે, ‘મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ કરું’. બીજા બધાએ પણ એમ જ કહ્યું.

  17. માર્ક ૧૪:૩૨આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.’”

  18. માર્ક ૧૪:૩૩આશરે ઈ.સ. ૩૩

    ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.

  19. માર્ક ૧૪:૩૪આશરે ઈ.સ. ૩૩

    ઈસુ તેઓને કહે છે, ‘મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.’”

  20. માર્ક ૧૪:૩૫આશરે ઈ.સ. ૩૩

    ¶ તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.’”

  21. માર્ક ૧૪:૩૬આશરે ઈ.સ. ૩૩

    તેમણે કહ્યું કે, ‘અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”

  22. માર્ક ૧૪:૩૭આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, ‘સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી?

  23. માર્ક ૧૪:૩૮આશરે ઈ.સ. ૩૩

    જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.’”

  24. માર્ક ૧૪:૩૯આશરે ઈ.સ. ૩૩

    ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી.

  25. માર્ક ૧૪:૪૦આશરે ઈ.સ. ૩૩

    ¶ ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું.