મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માર્ક ૧૪:૪૧આશરે ઈ.સ. ૩૩

    ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, ‘શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે.

  2. માર્ક ૧૪:૪૨આશરે ઈ.સ. ૩૩

    ઊઠો, આપણે જઈએ; જુઓ, જે મને પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે.’”

  3. માર્ક ૧૪:૪૩આશરે ઈ.સ. ૩૩

    ¶ તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા.

  4. માર્ક ૧૪:૪૪આશરે ઈ.સ. ૩૩

    હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે, ‘જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો.’”

  5. માર્ક ૧૪:૪૫આશરે ઈ.સ. ૩૩

    ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, ‘ગુરુજી.’” અને તે તેમને ચૂમ્યો.

  6. માર્ક ૧૪:૪૬આશરે ઈ.સ. ૩૩

    ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.

  7. માર્ક ૧૪:૪૭આશરે ઈ.સ. ૩૩

    ¶ પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો.

  8. માર્ક ૧૪:૪૮આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?

  9. માર્ક ૧૪:૪૯આશરે ઈ.સ. ૩૩

    હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે.

  10. માર્ક ૧૪:૫૦આશરે ઈ.સ. ૩૩

    બધા ઈસુને મૂકીને નાસી ગયા.

  11. માર્ક ૧૪:૫૧આશરે ઈ.સ. ૩૩

    ¶ એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો;

  12. માર્ક ૧૪:૫૨આશરે ઈ.સ. ૩૩

    પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો.

  13. માર્ક ૧૪:૫૩આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા.

  14. માર્ક ૧૪:૫૪આશરે ઈ.સ. ૩૩

    પિતર ઘણે દૂરથી તેમની પાછળ ચાલ્યો અને છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો; અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો.

  15. માર્ક ૧૪:૫૫આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.

  16. માર્ક ૧૪:૫૬આશરે ઈ.સ. ૩૩

    કેમ કે ઘણાંઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.

  17. માર્ક ૧૪:૫૭આશરે ઈ.સ. ૩૩

    ¶ કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે,

  18. માર્ક ૧૪:૫૮આશરે ઈ.સ. ૩૩

    અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ‘હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.’”

  19. માર્ક ૧૪:૫૯આશરે ઈ.સ. ૩૩

    આ વાતમાં પણ તેઓ સહમત ન હતા.

  20. માર્ક ૧૪:૬૦આશરે ઈ.સ. ૩૩

    ¶ પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, ‘શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?’”

  21. માર્ક ૧૪:૬૧આશરે ઈ.સ. ૩૩

    પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, ‘શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?’”

  22. માર્ક ૧૪:૬૨આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ કહ્યું કે, ‘હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશના વાદળાં પર આવતા જોશો.

  23. માર્ક ૧૪:૬૩આશરે ઈ.સ. ૩૩

    ¶ પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, ‘હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે?

  24. માર્ક ૧૪:૬૪આશરે ઈ.સ. ૩૩

    તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?’ બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં.

  25. માર્ક ૧૪:૬૫આશરે ઈ.સ. ૩૩

    કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, ‘તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા.