મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લૂક ૧૮:૭આશરે ઈ.સ. ૩૩

    એ ન્યાયાધીશની માફક ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?’”

  2. લૂક ૧૮:૮આશરે ઈ.સ. ૩૩

    હું તમને કહું છું કે, ‘તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?’”

  3. લૂક ૧૮:૯આશરે ઈ.સ. ૩૩

    ¶ કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે,

  4. લૂક ૧૮:૧૦આશરે ઈ.સ. ૩૩

    બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો.

  5. લૂક ૧૮:૧૧આશરે ઈ.સ. ૩૩

    ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.

  6. લૂક ૧૮:૧૨આશરે ઈ.સ. ૩૩

    અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”

  7. લૂક ૧૮:૧૩આશરે ઈ.સ. ૩૩

    પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’”

  8. લૂક ૧૮:૧૪આશરે ઈ.સ. ૩૩

    હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”

  9. લૂક ૧૮:૧૫આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.

  10. લૂક ૧૮:૧૬આશરે ઈ.સ. ૩૩

    તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.

  11. લૂક ૧૮:૧૭આશરે ઈ.સ. ૩૩

    હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.’”

  12. લૂક ૧૮:૧૮આશરે ઈ.સ. ૩૩

    ¶ એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’”

  13. લૂક ૧૮:૧૯આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેને કહ્યું કે, ‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.

  14. લૂક ૧૮:૨૦આશરે ઈ.સ. ૩૩

    તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.’”

  15. લૂક ૧૮:૨૧આશરે ઈ.સ. ૩૩

    તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.’”

  16. લૂક ૧૮:૨૨આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, ‘તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.’”

  17. લૂક ૧૮:૨૩આશરે ઈ.સ. ૩૩

    પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

  18. લૂક ૧૮:૨૪આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ તેને જોઈને ઉદાસ થયા અને કહ્યું કે, ‘જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે!

  19. લૂક ૧૮:૨૫આશરે ઈ.સ. ૩૩

    કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.’”

  20. લૂક ૧૮:૨૬આશરે ઈ.સ. ૩૩

    ¶ તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’”

  21. લૂક ૧૮:૨૭આશરે ઈ.સ. ૩૩

    પણ ઈસુએ કહ્યું કે, ‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’”

  22. લૂક ૧૮:૨૮આશરે ઈ.સ. ૩૩

    ¶ પિતરે કહ્યું કે, ‘જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’”

  23. લૂક ૧૮:૨૯આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે,

  24. લૂક ૧૮:૩૦આશરે ઈ.સ. ૩૩

    તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’”

  25. લૂક ૧૮:૩૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,’ જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે.