મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લૂક ૧૮:૩૨આશરે ઈ.સ. ૩૩

    કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે;

  2. લૂક ૧૮:૩૩આશરે ઈ.સ. ૩૩

    વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.’”

  3. લૂક ૧૮:૩૪આશરે ઈ.સ. ૩૩

    ¶ પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.

  4. લૂક ૧૮:૩૫આશરે ઈ.સ. ૩૩

    ¶ એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો.

  5. લૂક ૧૮:૩૬આશરે ઈ.સ. ૩૩

    ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, ‘આ શું હશે?’”

  6. લૂક ૧૮:૩૭આશરે ઈ.સ. ૩૩

    તેઓએ તેને કહ્યું કે, ‘ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.’”

  7. લૂક ૧૮:૩૮આશરે ઈ.સ. ૩૩

    ¶ તેણે બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”

  8. લૂક ૧૮:૩૯આશરે ઈ.સ. ૩૩

    જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે ‘ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, ‘દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”

  9. લૂક ૧૮:૪૦આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે,

  10. લૂક ૧૮:૪૧આશરે ઈ.સ. ૩૩

    ‘હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?’ તેણે કહ્યું કે, ‘પ્રભુ હું દ્રષ્ટિ પામું.

  11. લૂક ૧૮:૪૨આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેને કહ્યું કે, ‘તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,’

  12. લૂક ૧૮:૪૩આશરે ઈ.સ. ૩૩

    અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની સ્તુતિ કરી.

  13. લૂક ૧૯:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ યરીખોમાં થઈને જતા હતા.

  14. લૂક ૧૯:૨આશરે ઈ.સ. ૩૩

    ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો.

  15. લૂક ૧૯:૩આશરે ઈ.સ. ૩૩

    ¶ તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો.

  16. લૂક ૧૯:૪આશરે ઈ.સ. ૩૩

    તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાનાં હતા.

  17. લૂક ૧૯:૫આશરે ઈ.સ. ૩૩

    ¶ તે જગ્યાએ ઈસુ આવ્યા. તેમણે ઊંચે જોઈને કહ્યું, ‘જાખ્ખી, તું જલદી નીચે ઊતરી આવ, મારો આજનો ઉતારો તારે ઘરે છે.’”

  18. લૂક ૧૯:૬આશરે ઈ.સ. ૩૩

    તે જલદી નીચે ઊતર્યો. તેણે આનંદથી ઈસુને આવકાર્યા.

  19. લૂક ૧૯:૭આશરે ઈ.સ. ૩૩

    બધાએ તે જોઈને કચકચ કરી કે, ઈસુ પાપી માણસને ઘરે મહેમાન તરીકે રહેવા ગયો છે.

  20. લૂક ૧૯:૮આશરે ઈ.સ. ૩૩

    ¶ જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, ‘પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,’

  21. લૂક ૧૯:૯આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેને કહ્યું કે, ‘આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે, કારણ કે જાખ્ખી પણ ઇબ્રાહિમનો દીકરો છે.

  22. લૂક ૧૯:૧૦આશરે ઈ.સ. ૩૩

    કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉદ્ધાર કરવા સારુ માણસનો દીકરો આવ્યો છે.’”

  23. લૂક ૧૯:૧૧આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓ આ વચન સાંભળતાં હતા, ત્યારે ઈસુએ અન્ય એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે.

  24. લૂક ૧૯:૧૨આશરે ઈ.સ. ૩૩

    માટે ઈસુએ કહ્યું કે, ‘એક કુળવાન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવાના ઇરાદાથી દૂર દેશ ગયો.

  25. લૂક ૧૯:૧૩આશરે ઈ.સ. ૩૩

    તે અગાઉ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દરેકને એક એમ કુલ દસ મહોર આપીને તેઓને કહ્યું કે, હું આવું ત્યાં લગી તમે તેનો વહીવટ કરો.