મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લૂક ૧૯:૩૯આશરે ઈ.સ. ૩૩

    ¶ લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.’”

  2. લૂક ૧૯:૪૦આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.’”

  3. લૂક ૧૯:૪૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેને લીધે રડ્યા, અને કહ્યું કે,

  4. લૂક ૧૯:૪૨આશરે ઈ.સ. ૩૩

    ‘હે યરુશાલેમ, જો તેં, હા તેં, શાંતિને લગતી જે બાબતો છે તે જો તેં આજે જાણી હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલી છે.

  5. લૂક ૧૯:૪૩આશરે ઈ.સ. ૩૩

    કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જયારે તારા વૈરીઓ તારી આજુબાજુ દીવાલ બાંધશે. તને ઘેરી લેશે, અને ચારેબાજુથી તને દબાવશે.

  6. લૂક ૧૯:૪૪આશરે ઈ.સ. ૩૩

    તેઓ તને તથા તારી સાથે રહેતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.’”

  7. લૂક ૧૯:૪૫આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ ભક્તિસ્થાનમાં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી કાઢી મૂક્યાં.’”

  8. લૂક ૧૯:૪૬આશરે ઈ.સ. ૩૩

    તેણે તેઓને કહ્યું કે, એમ લખ્યું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.’”

  9. લૂક ૧૯:૪૭આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ રોજ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા;

  10. લૂક ૧૯:૪૮આશરે ઈ.સ. ૩૩

    શું કરવું તે તેઓને સમજાયું નહિ; કેમ કે બધા લોકો એક ચિત્તે ઈસુને સાંભળતાં હતા.

  11. લૂક ૨૦:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ એક દિવસે એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા.

  12. લૂક ૨૦:૨આશરે ઈ.સ. ૩૩

    તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, ‘અમને કહે કે, કયા અધિકારથી તું આ કામો કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો છે?’”

  13. લૂક ૨૦:૩આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, ‘હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો

  14. લૂક ૨૦:૪આશરે ઈ.સ. ૩૩

    યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?’”

  15. લૂક ૨૦:૫આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, ‘જો કહીએ કે સ્વર્ગથી, તો તે કહેશે, તો તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?

  16. લૂક ૨૦:૬આશરે ઈ.સ. ૩૩

    અને જો કહીએ કે ‘માણસોથી’, તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.’”

  17. લૂક ૨૦:૭આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’”

  18. લૂક ૨૦:૮આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેઓને કહ્યું કે, “હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.’”

  19. લૂક ૨૦:૯આશરે ઈ.સ. ૩૩

    ¶ તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો.

  20. લૂક ૨૦:૧૦આશરે ઈ.સ. ૩૩

    મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.

  21. લૂક ૨૦:૧૧આશરે ઈ.સ. ૩૩

    પછી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો.

  22. લૂક ૨૦:૧૨આશરે ઈ.સ. ૩૩

    તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.

  23. લૂક ૨૦:૧૩આશરે ઈ.સ. ૩૩

    દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.’”

  24. લૂક ૨૦:૧૪આશરે ઈ.સ. ૩૩

    પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.

  25. લૂક ૨૦:૧૫આશરે ઈ.સ. ૩૩

    તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે?