મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લૂક ૨૦:૧૬આશરે ઈ.સ. ૩૩

    તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, ‘એવું ન થાઓ.’”

  2. લૂક ૨૦:૧૭આશરે ઈ.સ. ૩૩

    ¶ પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો.

  3. લૂક ૨૦:૧૮આશરે ઈ.સ. ૩૩

    તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.

  4. લૂક ૨૦:૧૯આશરે ઈ.સ. ૩૩

    ¶ શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે.

  5. લૂક ૨૦:૨૦આશરે ઈ.સ. ૩૩

    તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.

  6. લૂક ૨૦:૨૧આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કઈ પણ વાતથી પ્રભાવિત થતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો;

  7. લૂક ૨૦:૨૨આશરે ઈ.સ. ૩૩

    તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’”

  8. લૂક ૨૦:૨૩આશરે ઈ.સ. ૩૩

    ¶ પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે,

  9. લૂક ૨૦:૨૪આશરે ઈ.સ. ૩૩

    ‘મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’”

  10. લૂક ૨૦:૨૫આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’”

  11. લૂક ૨૦:૨૬આશરે ઈ.સ. ૩૩

    લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.

  12. લૂક ૨૦:૨૭આશરે ઈ.સ. ૩૩

    ¶ સદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે,

  13. લૂક ૨૦:૨૮આશરે ઈ.સ. ૩૩

    ‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.

  14. લૂક ૨૦:૨૯આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો;

  15. લૂક ૨૦:૩૦આશરે ઈ.સ. ૩૩

    પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી

  16. લૂક ૨૦:૩૧આશરે ઈ.સ. ૩૩

    ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ:સંતાન મરણ પામ્યા.

  17. લૂક ૨૦:૩૨આશરે ઈ.સ. ૩૩

    પછી તે સ્ત્રી પણ મરણ પામી.

  18. લૂક ૨૦:૩૩આશરે ઈ.સ. ૩૩

    તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.’”

  19. લૂક ૨૦:૩૪આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે;

  20. લૂક ૨૦:૩૫આશરે ઈ.સ. ૩૩

    પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી;

  21. લૂક ૨૦:૩૬આશરે ઈ.સ. ૩૩

    કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.

  22. લૂક ૨૦:૩૭આશરે ઈ.સ. ૩૩

    વળી ‘ઝાડવાં’ નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમનાં ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે.

  23. લૂક ૨૦:૩૮આશરે ઈ.સ. ૩૩

    હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.’”

  24. લૂક ૨૦:૩૯આશરે ઈ.સ. ૩૩

    ¶ શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપદેશક, તમે સાચું કહ્યું.’”

  25. લૂક ૨૦:૪૦આશરે ઈ.સ. ૩૩

    પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.