circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- લૂક ૨૧:૧૯આશરે ઈ.સ. ૩૩
તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.
- લૂક ૨૧:૨૦આશરે ઈ.સ. ૩૩
¶ પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે.
- લૂક ૨૧:૨૧આશરે ઈ.સ. ૩૩
ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ.
- લૂક ૨૧:૨૨આશરે ઈ.સ. ૩૩
કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય.
- લૂક ૨૧:૨૩આશરે ઈ.સ. ૩૩
¶ એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત દુઃખદાયક થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે.
- લૂક ૨૧:૨૪આશરે ઈ.સ. ૩૩
તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.
- લૂક ૨૧:૨૫આશરે ઈ.સ. ૩૩
¶ સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે.
- લૂક ૨૧:૨૬આશરે ઈ.સ. ૩૩
દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની આશંકાથી માણસો બેભાન થઈ જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે.
- લૂક ૨૧:૨૭આશરે ઈ.સ. ૩૩
¶ ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત વાદળામાં આવતા જોશે.
- લૂક ૨૧:૨૮આશરે ઈ.સ. ૩૩
પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો છુટકારો પાસે આવ્યો છે, એવું સમજવું.
- લૂક ૨૧:૨૯આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ.
- લૂક ૨૧:૩૦આશરે ઈ.સ. ૩૩
હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને સમજો છો કે ઉનાળો નજીક છે.
- લૂક ૨૧:૩૧આશરે ઈ.સ. ૩૩
તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે.
- લૂક ૨૧:૩૨આશરે ઈ.સ. ૩૩
¶ હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
- લૂક ૨૧:૩૩આશરે ઈ.સ. ૩૩
આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
- લૂક ૨૧:૩૪આશરે ઈ.સ. ૩૩
¶ તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.
- લૂક ૨૧:૩૫આશરે ઈ.સ. ૩૩
કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે.
- લૂક ૨૧:૩૬આશરે ઈ.સ. ૩૩
¶ તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”
- લૂક ૨૧:૩૭આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા.
- લૂક ૨૧:૩૮આશરે ઈ.સ. ૩૩
બધા લોકો તેમનું સાંભળવા સારુ વહેલી સવારે તેમની પાસે ભક્તિસ્થાનમાં આવતા હતા.
- લૂક ૨૨:૧આશરે ઈ.સ. ૩૩
¶ હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું.
- લૂક ૨૨:૨આશરે ઈ.સ. ૩૩
ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.
- લૂક ૨૨:૩આશરે ઈ.સ. ૩૩
¶ યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો.
- લૂક ૨૨:૪આશરે ઈ.સ. ૩૩
તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.
- લૂક ૨૨:૫આશરે ઈ.સ. ૩૩
¶ તેથી તેઓ ખુશ થયા, અને યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું;