મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લૂક ૨૨:૬આશરે ઈ.સ. ૩૩

    તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.

  2. લૂક ૨૨:૭આશરે ઈ.સ. ૩૩

    ¶ બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાના યજ્ઞમાં ઘેંટાઓનું બલિદાન કરવાનું હતું.

  3. લૂક ૨૨:૮આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, ‘જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.’”

  4. લૂક ૨૨:૯આશરે ઈ.સ. ૩૩

    તેઓએ ઈસુને કહ્યું કે, ‘અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?’”

  5. લૂક ૨૨:૧૦આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.’”

  6. લૂક ૨૨:૧૧આશરે ઈ.સ. ૩૩

    ઘરના માલિકને કહેજો કે,’ ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?

  7. લૂક ૨૨:૧૨આશરે ઈ.સ. ૩૩

    તે પોતે તમને એક મોટી મેડી સુસજ્જ અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’”

  8. લૂક ૨૨:૧૩આશરે ઈ.સ. ૩૩

    તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.

  9. લૂક ૨૨:૧૪આશરે ઈ.સ. ૩૩

    ¶ વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર પ્રેરિતો તેમની સાથે બેઠા.

  10. લૂક ૨૨:૧૫આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેઓને કહ્યું કે, ‘મરણ સહ્યાં પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી.

  11. લૂક ૨૨:૧૬આશરે ઈ.સ. ૩૩

    કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.’”

  12. લૂક ૨૨:૧૭આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ પ્યાલો લઈને આભાર માની અને કહ્યું કે, ‘આ લો, અને માંહોમાંહે વહેંચો.

  13. લૂક ૨૨:૧૮આશરે ઈ.સ. ૩૩

    કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”

  14. લૂક ૨૨:૧૯આશરે ઈ.સ. ૩૩

    ¶ પછી ઈસુએ રોટલી લઈને આભાર માની અને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, ‘આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.’”

  15. લૂક ૨૨:૨૦આશરે ઈ.સ. ૩૩

    તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, ‘આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.

  16. લૂક ૨૨:૨૧આશરે ઈ.સ. ૩૩

    પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.

  17. લૂક ૨૨:૨૨આશરે ઈ.સ. ૩૩

    માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!’

  18. લૂક ૨૨:૨૩આશરે ઈ.સ. ૩૩

    તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે’ આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?’”

  19. લૂક ૨૨:૨૪આશરે ઈ.સ. ૩૩

    ¶ આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો.

  20. લૂક ૨૨:૨૫આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેઓને કહ્યું કે, ‘વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.

  21. લૂક ૨૨:૨૬આશરે ઈ.સ. ૩૩

    પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવકના જેવા થવું.

  22. લૂક ૨૨:૨૭આશરે ઈ.સ. ૩૩

    કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારનાં જેવો છું.

  23. લૂક ૨૨:૨૮આશરે ઈ.સ. ૩૩

    પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો.

  24. લૂક ૨૨:૨૯આશરે ઈ.સ. ૩૩

    જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું;

  25. લૂક ૨૨:૩૦આશરે ઈ.સ. ૩૩

    કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.’”