મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લૂક ૨૨:૫૬આશરે ઈ.સ. ૩૩

    ¶ એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’”

  2. લૂક ૨૨:૫૭આશરે ઈ.સ. ૩૩

    પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’”

  3. લૂક ૨૨:૫૮આશરે ઈ.સ. ૩૩

    થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.”

  4. લૂક ૨૨:૫૯આશરે ઈ.સ. ૩૩

    ¶ આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.”

  5. લૂક ૨૨:૬૦આશરે ઈ.સ. ૩૩

    પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.

  6. લૂક ૨૨:૬૧આશરે ઈ.સ. ૩૩

    ¶ પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”

  7. લૂક ૨૨:૬૨આશરે ઈ.સ. ૩૩

    તે બહાર જઈને બહુ જ રડ્યો.

  8. લૂક ૨૨:૬૩આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો.

  9. લૂક ૨૨:૬૪આશરે ઈ.સ. ૩૩

    તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવ, તને કોણે માર્યું?’”

  10. લૂક ૨૨:૬૫આશરે ઈ.સ. ૩૩

    તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.

  11. લૂક ૨૨:૬૬આશરે ઈ.સ. ૩૩

    ¶ દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે,

  12. લૂક ૨૨:૬૭આશરે ઈ.સ. ૩૩

    “જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી

  13. લૂક ૨૨:૬૮આશરે ઈ.સ. ૩૩

    વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.

  14. લૂક ૨૨:૬૯આશરે ઈ.સ. ૩૩

    પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.”

  15. લૂક ૨૨:૭૦આશરે ઈ.સ. ૩૩

    લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.”

  16. લૂક ૨૨:૭૧આશરે ઈ.સ. ૩૩

    અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.”

  17. લૂક ૨૩:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઈ ગયા.

  18. લૂક ૨૩:૨આશરે ઈ.સ. ૩૩

    અને તેઓ તેમના પર એવો આરોપ મૂકવા લાગ્યા કે, ‘અમને એવું માલૂમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસાર રાજાને કર આપવાની મના કરે છે, અને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત એક રાજા છું.’”

  19. લૂક ૨૩:૩આશરે ઈ.સ. ૩૩

    ¶ અને પિલાતે ઈસુને પૂછ્યું, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, ‘તમે કહો છો તે બરાબર છે.’”

  20. લૂક ૨૩:૪આશરે ઈ.સ. ૩૩

    અને પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, ‘આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.’”

  21. લૂક ૨૩:૫આશરે ઈ.સ. ૩૩

    પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, ‘ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં ઈસુ બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.’”

  22. લૂક ૨૩:૬આશરે ઈ.સ. ૩૩

    ¶ પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, ‘આ માણસ ગાલીલના છે?’”

  23. લૂક ૨૩:૭આશરે ઈ.સ. ૩૩

    અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો.

  24. લૂક ૨૩:૮આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણાં દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને તેના દેખતા તે કંઈ ચમત્કારિક ચિહ્ન કરશે એવી આશા તે રાખતો હતો.

  25. લૂક ૨૩:૯આશરે ઈ.સ. ૩૩

    હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ.