circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- લૂક ૨૩:૩૫આશરે ઈ.સ. ૩૩
¶ લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, ‘તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.’”
- લૂક ૨૩:૩૬આશરે ઈ.સ. ૩૩
¶ સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા,
- લૂક ૨૩:૩૭આશરે ઈ.સ. ૩૩
અને કહ્યું કે, ‘જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.’”
- લૂક ૨૩:૩૮આશરે ઈ.સ. ૩૩
તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓના રાજા છે.
- લૂક ૨૩:૩૯આશરે ઈ.સ. ૩૩
¶ તેમની સાથે લટકાયેલા ગુનેગારોમાંના એકે તેમનું અપમાન કરીને કહ્યું કે, ‘શું તમે ખ્રિસ્ત નથી? તમે પોતાને તથા અમને બચાવો.’”
- લૂક ૨૩:૪૦આશરે ઈ.સ. ૩૩
પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, ‘તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?’”
- લૂક ૨૩:૪૧આશરે ઈ.સ. ૩૩
આપણે તો વાજબી રીતે શિક્ષા ભોગવીએ છીએ, કેમ કે આપણા કામનું ઉચિત ફળ આપણે પામીએ છીએ; પણ એમણે તો કશું ખોટું કર્યું નથી.
- લૂક ૨૩:૪૨આશરે ઈ.સ. ૩૩
¶ તેણે કહ્યું કે, ‘હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’”
- લૂક ૨૩:૪૩આશરે ઈ.સ. ૩૩
ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,’ આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.’”
- લૂક ૨૩:૪૪આશરે ઈ.સ. ૩૩
¶ હમણાં લગભગ બપોર થઈ હતી, અને બપોરના ત્રણ કલાક સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધારપટ છવાયો.
- લૂક ૨૩:૪૫આશરે ઈ.સ. ૩૩
વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો.
- લૂક ૨૩:૪૬આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,’ ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;’ તે એમ કહીને મૃત્યુ પામ્યા.
- લૂક ૨૩:૪૭આશરે ઈ.સ. ૩૩
જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘ખરેખર આ તો ન્યાયી માણસ હતા.’”
- લૂક ૨૩:૪૮આશરે ઈ.સ. ૩૩
¶ જે લોકો એ જોવા સારુ એકઠા થયા હતા તેઓ સઘળા, જે થએલું હતું તે જોઈને છાતી ફૂટતા કરતા પાછા ગયા.
- લૂક ૨૩:૪૯આશરે ઈ.સ. ૩૩
તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભા રહીને આ જોતાં હતાં.
- લૂક ૨૩:૫૦આશરે ઈ.સ. ૩૩
¶ હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો,
- લૂક ૨૩:૫૧આશરે ઈ.સ. ૩૩
તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો, તેણે ન્યાયસભાનો નિર્ણય તથા કામમાં સંમતિ આપી નહોતી. અને તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.
- લૂક ૨૩:૫૨આશરે ઈ.સ. ૩૩
¶ તેણે પિલાતની પાસે જઈને ઈસુનો મૃતદેહ માગ્યો.
- લૂક ૨૩:૫૩આશરે ઈ.સ. ૩૩
તેણે ઈસુના મૃતદેહને ઉતારીને શણના કાપડમાં વીંટીને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યો, જ્યાં કદી કોઈને દફનાવવામાં આવ્યો નહોતો.
- લૂક ૨૩:૫૪આશરે ઈ.સ. ૩૩
¶ તે દિવસ શુદ્ધિકરણનો હતો, અને વિશ્રામવાર નજીક આવ્યો હતો.
- લૂક ૨૩:૫૫આશરે ઈ.સ. ૩૩
જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મુકાયો હતો તે જોયું.
- લૂક ૨૩:૫૬આશરે ઈ.સ. ૩૩
તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.
- લૂક ૨૪:૧આશરે ઈ.સ. ૩૩
¶ અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી.
- લૂક ૨૪:૨આશરે ઈ.સ. ૩૩
તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.
- લૂક ૨૪:૩આશરે ઈ.સ. ૩૩
તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.