circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- લૂક ૨૪:૨૯આશરે ઈ.સ. ૩૩
તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, “અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે.” અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા.
- લૂક ૨૪:૩૦આશરે ઈ.સ. ૩૩
¶ એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને આશીર્વાદ કર્યો, અને તેઓને આપી.
- લૂક ૨૪:૩૧આશરે ઈ.સ. ૩૩
ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા.
- લૂક ૨૪:૩૨આશરે ઈ.સ. ૩૩
તેઓએ એકબીજાને કહ્યું કે, “જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને પવિત્રશાસ્ત્રનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જ્વલંત નહોતાં થતાં શું?”
- લૂક ૨૪:૩૩આશરે ઈ.સ. ૩૩
¶ તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર શિષ્યો ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલાં જોયા,
- લૂક ૨૪:૩૪આશરે ઈ.સ. ૩૩
કે, જેઓ કહેતાં હતા કે, ‘પ્રભુ ખરેખર ઊઠ્યાં છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.’”
- લૂક ૨૪:૩૫આશરે ઈ.સ. ૩૩
ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યા તે વિષે પણ વાત કરી.
- લૂક ૨૪:૩૬આશરે ઈ.સ. ૩૩
¶ તેઓ એ વાતો કહેતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, ‘તમને શાંતિ થાઓ.’”
- લૂક ૨૪:૩૭આશરે ઈ.સ. ૩૩
પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે.
- લૂક ૨૪:૩૮આશરે ઈ.સ. ૩૩
¶ તેમણે તેઓને કહ્યું કે, ‘તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં શંકા કેમ થાય છે?
- લૂક ૨૪:૩૯આશરે ઈ.સ. ૩૩
મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’”
- લૂક ૨૪:૪૦આશરે ઈ.સ. ૩૩
એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં.
- લૂક ૨૪:૪૧આશરે ઈ.સ. ૩૩
¶ તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’”
- લૂક ૨૪:૪૨આશરે ઈ.સ. ૩૩
તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો,
- લૂક ૨૪:૪૩આશરે ઈ.સ. ૩૩
ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો.
- લૂક ૨૪:૪૪આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.’”
- લૂક ૨૪:૪૫આશરે ઈ.સ. ૩૩
¶ ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં.
- લૂક ૨૪:૪૬આશરે ઈ.સ. ૩૩
ઈસુએ તેઓને કહ્યું કે, ‘એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ;
- લૂક ૨૪:૪૭આશરે ઈ.સ. ૩૩
યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ.
- લૂક ૨૪:૪૮આશરે ઈ.સ. ૩૩
¶ એ વાતના સાક્ષીઓ તમે છો.
- લૂક ૨૪:૪૯આશરે ઈ.સ. ૩૩
હું મારા પિતાનું આશાવચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.’”
- લૂક ૨૪:૫૦આશરે ઈ.સ. ૩૩
¶ બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો.
- લૂક ૨૪:૫૧આશરે ઈ.સ. ૩૩
એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા.
- લૂક ૨૪:૫૨આશરે ઈ.સ. ૩૩
¶ તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા.
- લૂક ૨૪:૫૩આશરે ઈ.સ. ૩૩
અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.