મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લૂક ૨૦:૪૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?

  2. લૂક ૨૦:૪૨આશરે ઈ.સ. ૩૩

    કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,

  3. લૂક ૨૦:૪૩આશરે ઈ.સ. ૩૩

    હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.

  4. લૂક ૨૦:૪૪આશરે ઈ.સ. ૩૩

    દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’”

  5. લૂક ૨૦:૪૫આશરે ઈ.સ. ૩૩

    ¶ સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે,

  6. લૂક ૨૦:૪૬આશરે ઈ.સ. ૩૩

    ‘શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે;

  7. લૂક ૨૦:૪૭આશરે ઈ.સ. ૩૩

    જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’”

  8. લૂક ૨૧:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા.

  9. લૂક ૨૧:૨આશરે ઈ.સ. ૩૩

    એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ,

  10. લૂક ૨૧:૩આશરે ઈ.સ. ૩૩

    ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે.

  11. લૂક ૨૧:૪આશરે ઈ.સ. ૩૩

    કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’”

  12. લૂક ૨૧:૫આશરે ઈ.સ. ૩૩

    ¶ સુંદર પથ્થરોથી તથા દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે,

  13. લૂક ૨૧:૬આશરે ઈ.સ. ૩૩

    ‘આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર બીજા પર રહેવા દેવાશે નહિ.’”

  14. લૂક ૨૧:૭આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’”

  15. લૂક ૨૧:૮આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ કહ્યું કે, ‘કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.’”

  16. લૂક ૨૧:૯આશરે ઈ.સ. ૩૩

    જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ, કેમ કે આ બધું પ્રથમ હોવું જ જોઈએ; પણ એટલેથી અંત આવવાનો નથી.

  17. લૂક ૨૧:૧૦આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,’ પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે;

  18. લૂક ૨૧:૧૧આશરે ઈ.સ. ૩૩

    અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે.

  19. લૂક ૨૧:૧૨આશરે ઈ.સ. ૩૩

    પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે.

  20. લૂક ૨૧:૧૩આશરે ઈ.સ. ૩૩

    એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.

  21. લૂક ૨૧:૧૪આશરે ઈ.સ. ૩૩

    માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ.

  22. લૂક ૨૧:૧૫આશરે ઈ.સ. ૩૩

    કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.

  23. લૂક ૨૧:૧૬આશરે ઈ.સ. ૩૩

    માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.

  24. લૂક ૨૧:૧૭આશરે ઈ.સ. ૩૩

    મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.

  25. લૂક ૨૧:૧૮આશરે ઈ.સ. ૩૩

    પણ તમારા માથાના એક વાળનો પણ નાશ થશે નહિ.