- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
આ કાળની કલમો
- ન્યાયાધીશો ૮:૧૬આશરે ઈ.પૂ. ૧૨૪૫
ગિદિયોને નગરના વડીલોને પકડીને જંગલના કાંટા તથા ઝાંખરાં લઈને તે વડે સુક્કોથના લોકોને શિક્ષા કરી.
- ન્યાયાધીશો ૮:૧૭આશરે ઈ.પૂ. ૧૨૪૫
વળી તેણે પનુએલનો કિલ્લો તોડી પાડ્યો અને તે નગરના માણસોનો સંહાર કર્યો.
- ન્યાયાધીશો ૮:૧૮આશરે ઈ.પૂ. ૧૨૪૫
¶ ત્યારે ગિદિયોને ઝેબા તથા સાલ્મુન્નાને કહ્યું, “તાબોરમાં જે લોકોની તમે કતલ કરી તે કેવા માણસો હતા?” તેઓએ ઉત્તર આપ્યો, “જેવો તું છે, તેવા તેઓ હતા. તેઓમાંનો પ્રત્યેક વ્યક્તિ રાજાના દીકરા જેવો દેખાતો હતો.”
- ન્યાયાધીશો ૮:૧૯આશરે ઈ.પૂ. ૧૨૪૫
ગિદિયોને કહ્યું, “તેઓ મારા ભાઈ, એટલે મારી માતાના દીકરા હતા. હું જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે, જો તેઓના જીવ તમે બચાવ્યા હોત, તો હું તમને મારી નાખત નહિ.”
- ન્યાયાધીશો ૮:૨૦આશરે ઈ.પૂ. ૧૨૪૫
¶ તેણે તેના પ્રથમજનિત દીકરા યેથેરને કહ્યું, “ઊઠ તેઓને મારી નાખ!” પણ તે જુવાન માણસે પોતાની તલવાર તાણી નહિ, તે ગભરાયો, કેમ કે તે હજી જુવાન હતો.
- ન્યાયાધીશો ૮:૨૧આશરે ઈ.પૂ. ૧૨૪૫
પછી ઝેબા તથા સાલ્મુન્નાએ કહ્યું, “તું ઊઠીને અમને મારી નાખ! કેમ કે જેવું માણસ, તેવું તેનું બળ.” ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્નાને મારી નાખ્યા. અને તેઓનાં ઊંટોનાં ગળા પરના ચંદ્રઆકારના દાગીના લઈ લીધા.
- ન્યાયાધીશો ૮:૨૨આશરે ઈ.પૂ. ૧૨૪૫
¶ ત્યારે ઇઝરાયલના માણસોએ ગિદિયોનને કહ્યું, “તું અમારા પર રાજ કર. તું, તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો - કેમ કે મિદ્યાનના હાથમાંથી તેં અમને ઉગાર્યા છે.”
- ન્યાયાધીશો ૮:૨૩આશરે ઈ.પૂ. ૧૨૪૫
ગિદિયોને તેઓને કહ્યું, “તમારા પર હું રાજ નહિ કરું અને મારો દીકરો પણ રાજ નહિ કરે. ઈશ્વર તમારા પર રાજ કરશે.”
- ન્યાયાધીશો ૮:૨૪આશરે ઈ.પૂ. ૧૨૪૫
¶ ગિદિયોને તેઓને કહ્યું, “હું તમને એક વિનંતી કરવા ચાહું છું કે જે સર્વ કુંડળ તમે લૂંટ્યાં છે તે મને આપો.” કેમ કે તેઓ ઇશ્માએલીઓ હતા, માટે તેઓનાં કુંડળ સોનાનાં હતાં.
- ન્યાયાધીશો ૮:૨૫આશરે ઈ.પૂ. ૧૨૪૫
તેઓએ જવાબ આપ્યો, “અમે ખુશીથી તે આપીશું.” અને વસ્ત્ર પાથરીને તેઓમાંના પ્રત્યેક માણસે પોતે લૂંટેલાં કુંડળ તેમાં નાખ્યાં.
- ન્યાયાધીશો ૮:૨૬આશરે ઈ.પૂ. ૧૨૪૫
¶ સોનાનાં જે કુંડળો તેણે માંગી લીધાં, તેનું વજન એક હજાર સાતસો શેકેલ હતું. તે ઉપરાંત તેમાં કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓના અંગ પરનાં જાંબુડીયા વસ્ત્ર તથા તેઓનાં ઊંટોના ગળામાંની સાંકળ હતી.
- ન્યાયાધીશો ૮:૨૭આશરે ઈ.પૂ. ૧૨૪૫
¶ ગિદિયોને કુંડળોનું એક એફોદ બનાવ્યું અને પોતાના નગર ઓફ્રામાં તે મૂક્યું અને સર્વ ઇઝરાયલીઓએ તેની ઉપાસના કરીને પોતાને વ્યભિચારમાં વટાળ્યાં. તે ગિદિયોનને તથા તેના કુટુંબને માટે ફાંદારૂપ થઈ પડ્યું.
- ન્યાયાધીશો ૮:૨૮આશરે ઈ.પૂ. ૧૨૪૫
તેથી મિદ્યાનીઓ ઇઝરાયલી લોકો આગળ હારી ગયા અને તેઓએ ફરી પોતાનાં માથાં ઊંચા કર્યા નહિ. અને ગિદિયોનના દિવસોમાં ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
- ન્યાયાધીશો ૮:૨૯આશરે ઈ.પૂ. ૧૨૪૫
¶ યોઆશનો દીકરો યરુબાલ પોતાના ઘરમાં રહ્યો.
- ન્યાયાધીશો ૮:૩૦આશરે ઈ.પૂ. ૧૨૪૫
ગિદિયોનને સિત્તેર દીકરા થયા હતા, કેમ કે તેને ઘણી પત્નીઓ હતી.
- ન્યાયાધીશો ૮:૩૧આશરે ઈ.પૂ. ૧૨૪૫
શખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેણે પણ તેને માટે એક દીકરાને જન્મ આપ્યો અને ગિદિયોને તેનું નામ અબીમેલેખ પાડ્યું.
- ન્યાયાધીશો ૮:૩૨આશરે ઈ.પૂ. ૧૨૪૫
¶ યોઆશનો દીકરો ગિદિયોન, ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને અબીએઝેરીઓના ઓફ્રામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દફનાવવામાં આવ્યો.
- ન્યાયાધીશો ૮:૩૩આશરે ઈ.પૂ. ૧૨૪૫
¶ ગિદિયોનના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલના લોકોએ પાછા ફરીને બઆલની પૂજા કરીને વ્યભિચાર કર્યો, તેઓએ બઆલ-બરીથને પોતાનો દેવ માન્યો.
- ન્યાયાધીશો ૮:૩૪આશરે ઈ.પૂ. ૧૨૪૫
¶ જેમણે ચારે તરફના સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા, તે તેમના પ્રભુ, ઈશ્વરનો આદર ઇઝરાયલના લોકોએ કર્યો નહિ.
- ન્યાયાધીશો ૮:૩૫આશરે ઈ.પૂ. ૧૨૪૫
જે સર્વ ભલાઈ ઇઝરાયલના લોકો પ્રત્યે યરુબાલે એટલે ગિદિયોને દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના ઘર પર ભલાઈ રાખી નહિ.
¶ યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાની માતાના સંબંધીઓ પાસે ગયો અને તેણે પોતાના મોસાળના આખા કુટુંબનાં લોકોને કહ્યું,
“કૃપા કરીને શખેમના સર્વ આગેવાનો સાંભળે તે રીતે કહો ‘યરુબાલના સર્વ સિત્તેર દીકરા, તમારા પર રાજ કરે અથવા એક જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી તમારે માટે વધારે સારું શું છે? યાદ રાખો કે હું તમારાં હાડકાંનો તથા તમારાં માંસનો છું.”
¶ તેના મામાઓએ શખેમના સર્વ આગેવાનોને એ વાતો કહી અને તેઓ અબીમેલેખનું પાલન કરવાને સંમત થયા, માટે તેઓએ કહ્યું કે, “તે આપણો ભાણેજ છે.”
તેઓએ બઆલ-બરીથના મંદિરમાંથી તેને ચાંદીના સિત્તેર રૂપિયા આપ્યાં અને અબીમેલેખે તે વડે પોતાની સરદારી નીચે રહેવા સારુ હલકા અને અધમ માણસો, જેઓ તેની પાછળ ગયા તેઓને રાખ્યા.
¶ ઓફ્રામાં તે પોતાના પિતાના ઘરે ગયો અને એક પથ્થર પર પોતાના સિત્તેર ભાઈઓને મારી નાખ્યા હતા, પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો હતો, કેમ કે તે સંતાઈ ગયો હતો.