circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યર્મિયા ૭:૧૧આશરે ઈ.પૂ. ૬૧૦
શું તમારી દૃષ્ટિમાં આ મારું ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તે લૂંટારુઓની ગુફા થઈ ગઈ છે? જુઓ! મેં જાતે આ બધું જોયું છે એમ યહોવાહ કહે છે.
- યર્મિયા ૭:૧૨આશરે ઈ.પૂ. ૬૧૦
¶ તેથી મારું સ્થાન જ્યાં શીલોમાં હતું જ્યાં મેં મારું પ્રથમ નામ રાખ્યું હતું ત્યાં જાઓ. મારા લોક ઇઝરાયલની દુષ્ટતાને કારણે મેં તેના જે હાલ કર્યા છે તે જુઓ.!
- યર્મિયા ૭:૧૩આશરે ઈ.પૂ. ૬૧૦
તેથી હવે, યહોવાહ કહે છે, તમે આ સર્વ દુષ્ટતા કરી છે મેં તમને વારંવાર ચેતવ્યા, પણ તમે સાભળ્યું નહિ, મેં તમને બોલાવ્યા છતાં તમે મને પ્રત્યુત્તર આપ્યો નહિ.
- યર્મિયા ૭:૧૪આશરે ઈ.પૂ. ૬૧૦
તેથી તમે આ સભાસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેના પર ભરોસો રાખો છો, પણ મેં જે સ્થાન તમને તથા તમારા પિતૃઓને આપ્યું, તેના હાલ શીલોના જેવા કર્યા તેવા કરીશ.
- યર્મિયા ૭:૧૫આશરે ઈ.પૂ. ૬૧૦
તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના સર્વ વંશજોને મેં બહાર ફેંકી દીધા તેમ હું તમને મારી નજર આગળથી દૂર કરીશ.
- યર્મિયા ૭:૧૬આશરે ઈ.પૂ. ૬૧૦
¶ અને તું, યર્મિયા, એ લોકો માટે વિનંતી કરીશ નહિ કે તેઓને સારુ વિલાપ કે પ્રાર્થના કરીશ નહી. અને મારી આગળ તેમને માટે મધ્યસ્થી કરીશ નહિ. કેમ કે હું તારું સાંભળનાર નથી.
- યર્મિયા ૭:૧૭આશરે ઈ.પૂ. ૬૧૦
તું જોતો નથી કે યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું કરી રહ્યા છે?
- યર્મિયા ૭:૧૮આશરે ઈ.પૂ. ૬૧૦
મને રોષ ચઢાવવા માટે બાળકો લાકડાં વીણે છે તેઓના પિતાઓ અગ્નિ સળગાવે છે અને આકાશની રાણીને માટે રોટલી બનાવવા સારુ સ્ત્રીઓ લોટ ગૂંદે છે. અને અન્ય દેવોની આગળ તેઓ પેયાર્પણ ચઢાવે છે.
- યર્મિયા ૭:૧૯આશરે ઈ.પૂ. ૬૧૦
¶ યહોવાહ કહે છે શું તેઓ ખરેખર મારું અપમાન કરે છે? શું પોતાના મુખની શરમને અર્થે તેઓ પોતાને જ ચીડવતા અને ફજેત કરતા નથી?
- યર્મિયા ૭:૨૦આશરે ઈ.પૂ. ૬૧૦
તેથી પ્રભુ યહોવાહ એમ કહે છે; જુઓ, આ જગ્યા પર, મનુષ્ય પર, પશુ પર, તેમ જ ખેતરનાં વૃક્ષો પર તથા ભૂમિના પાક પર મારો કોપ તથા મારો ક્રોધ ઊતરશે અને તે બળ્યા કરશે પણ હોલવાઈ જશે નહિ.
- યર્મિયા ૭:૨૧આશરે ઈ.પૂ. ૬૧૦
¶ સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમારા યજ્ઞમાં તમારાં દહનીયાર્પણો ઉમેરીને માંસ ખાઓ.
- યર્મિયા ૭:૨૨આશરે ઈ.પૂ. ૬૧૦
કેમ કે હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો ત્યારે મેં તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી કે; મેં તેમને દહનીયાર્પણ અને યજ્ઞ વિષે કોઈ આજ્ઞા ફરમાવી નહોતી.
- યર્મિયા ૭:૨૩આશરે ઈ.પૂ. ૬૧૦
મેં તેમને ફક્ત આટલી આજ્ઞા આપી કે; ‘મારું સાંભળો અને હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોકો થશો. તમારું હિત થાય માટે મેં તમને જે માર્ગો ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.’”
- યર્મિયા ૭:૨૪આશરે ઈ.પૂ. ૬૧૦
¶ પરંતુ તેઓએ સાંભળ્યું નહિ અને ધ્યાન આપ્યું નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા. આગળ વધવાને બદલે પાછળ હઠયા.
- યર્મિયા ૭:૨૫આશરે ઈ.પૂ. ૬૧૦
જે દિવસથી તમારા પૂર્વજો મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી અત્યાર સુધી, સતત હું મારા સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલતો આવ્યો છું.
- યર્મિયા ૭:૨૬આશરે ઈ.પૂ. ૬૧૦
તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ; ધ્યાન આપ્યું નહિ; ઊલટું, તેઓએ હઠીલા થઈને પોતાના પિતૃઓ કરતાં વધારે દુષ્ટતા કરી.
- યર્મિયા ૭:૨૭આશરે ઈ.પૂ. ૬૧૦
¶ તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળશે નહિ, તું તેઓને બોલાવીશ પણ તેઓ જવાબ આપશે નહિ.
- યર્મિયા ૭:૨૮આશરે ઈ.પૂ. ૬૧૦
માટે તું એમને કહેજે કે, જે પ્રજાએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહી અને તેમની શિક્ષા માની નહિ તે આ છે. સત્ય નષ્ટ થયું છે તેઓના મુખથી તે કપાઈ ગયું છે.
- યર્મિયા ૭:૨૯આશરે ઈ.પૂ. ૬૧૦
તારા વાળ કાપી નાખ અને તારું માથું મૂંડાવ અને તારા વાળ ફેંકી દે અને પર્વતો પર જઈને વિલાપ કર. કેમ કે યહોવાહે પોતાના રોષને કારણે આ લોકનો ત્યાગ કર્યો છે.
- યર્મિયા ૭:૩૦આશરે ઈ.પૂ. ૬૧૦
¶ કેમ કે યહોવાહ કહે છે કે, મારી દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે યહૂદિયાના લોકોએ કર્યું છે. જે સભાસ્થાન મારા નામથી ઓળખાય છે તેને અપવિત્ર કરવા માટે તેઓએ પોતાની ધિક્કારપાત્ર મૂર્તિઓ તેમાં મૂકી છે.
- યર્મિયા ૭:૩૧આશરે ઈ.પૂ. ૬૧૦
¶ તેઓએ પોતાના દીકરા દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા માટે બેન-હિન્નોમની ખીણમાં તોફેથ આગળ ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. મેં એવી આજ્ઞા કરી નહોતી કે એવો વિચાર સુદ્ધાં મારા મનમાં આવ્યો નહોતો.
- યર્મિયા ૭:૩૨આશરે ઈ.પૂ. ૬૧૦
તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જ્યારે તે તોફેથ તથા બેન-હિન્નોમના દીકરાની ખીણ કહેવાશે નહિ પરંતુ કતલની ખીણ કહેવાશે; અને બીજી કોઈ ખાલી જગ્યા નહિ હોવાને લીધે તેઓ મૃતદેહોને તોફેથમાં દફનાવશે.
- યર્મિયા ૭:૩૩આશરે ઈ.પૂ. ૬૧૦
¶ આ લોકના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિના પશુઓ ખાશે અને તેમને હાંકી મૂકનાર કોઈ હશે નહિ.
- યર્મિયા ૭:૩૪આશરે ઈ.પૂ. ૬૧૦
ત્યારે યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં આનંદનો તથા હર્ષનો સાદ અને કન્યાનો સાદ હું બંધ કરીશ. કેમ કે દેશ ઉજ્જડ થઈ જશે.’”
- યર્મિયા ૮:૧આશરે ઈ.પૂ. ૬૧૦
¶ યહોવાહ કહે છે, તે સમયે તેઓ યહૂદિયાના રાજાઓનાં હાડકાં અને તેમના અધિકારીઓનાં હાડકાં, યાજકોનાં હાડકાં અને પ્રબોધકોનાં તેમ જ યરુશાલેમના રહેવાસીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢી લાવશે.