મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યશાયા ૪૫:૧૯આશરે ઈ.પૂ. ૭૧૨

    હું ખાનગીમાં કે ગુપ્ત સ્થાનમાં બોલ્યો નથી; મેં યાકૂબનાં સંતાનોને કહ્યું નથી કે, ‘મને ફોગટમાં શોધો!’ હું યહોવાહ, સત્ય બોલનાર; સાચી વાતો પ્રગટ કરું છું.”

  2. યશાયા ૪૫:૨૦આશરે ઈ.પૂ. ૭૧૨

    વિદેશમાંના શરણાર્થીઓ તમે એકત્ર થાઓ, સર્વ એકઠા થઈને પાસે આવો. જેઓ કોરેલી મૂર્તિઓને ઉપાડે છે અને જે બચાવી નથી શકતા તેવા દેવને પ્રાર્થના કરે છે તેઓને ડહાપણ નથી.

  3. યશાયા ૪૫:૨૧આશરે ઈ.પૂ. ૭૧૨

    પાસે આવો અને મને જાહેર કરો, તમારા પુરાવા રજૂ કરો! તેઓને સાથે ષડયંત્ર રચવા દો. પુરાતનકાળથી આ કોણે બતાવ્યું છે? કોણે આ જાહેર કર્યું છે? શું તે હું, યહોવાહ નહોતો? મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, ન્યાયી ઈશ્વર અને તારનાર; મારા જેવો બીજો કોઈ નથી.

  4. યશાયા ૪૫:૨૨આશરે ઈ.પૂ. ૭૧૨

    પૃથ્વીના છેડા સુધીના સર્વ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો; કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી.

  5. યશાયા ૪૫:૨૩આશરે ઈ.પૂ. ૭૧૨

    ‘મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નથી એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે: મારી આગળ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે,

  6. યશાયા ૪૫:૨૪આશરે ઈ.પૂ. ૭૧૨

    તેઓ કહેશે, “ફક્ત યહોવાહમાં મારું તારણ અને સામર્થ્ય છે.” જેઓ તેમના પ્રત્યે ક્રોધિત થયેલા છે, તેઓ તેમની સમક્ષ લજવાઈને સંકોચાશે.

  7. યશાયા ૪૫:૨૫આશરે ઈ.પૂ. ૭૧૨

    ઇઝરાયલનાં સર્વ સંતાનો યહોવાહમાં ન્યાયી ઠરશે; તેઓ પોતાનાં અભિમાન કરશે.

  8. યશાયા ૪૬:૧આશરે ઈ.પૂ. ૭૧૨

    બેલ નમી જાય છે, નબો વાંકો વળે છે; તેમની મૂર્તિઓ જાનવરો પર લાદવામાં આવે છે. આ બધી મૂર્તિઓને લઈ જાય છે તે થાકેલાં જાનવરોને માટે એ મૂર્તિઓ ભારરૂપ છે.

  9. યશાયા ૪૬:૨આશરે ઈ.પૂ. ૭૧૨

    તેઓ બધા વાંકા વળે છે અને ઘૂંટણે પડે છે; તેઓ પોતાની મૂર્તિઓને બચાવી શકતા નથી, પણ તેઓ પોતે બંદીવાન થયા છે.

  10. યશાયા ૪૬:૩આશરે ઈ.પૂ. ૭૧૨

    હે યાકૂબના વંશજો અને યાકૂબના વંશજોમાંથી શેષ રહેલા સર્વ મારું સાંભળો, તમારા જન્મ અગાઉ, ગર્ભસ્થાનથી લઈને મેં તમને ઊંચકી લીધા છે:

  11. યશાયા ૪૬:૪આશરે ઈ.પૂ. ૭૧૨

    તમારા વૃધ્ધાવસ્થા સુધી હું તે જ છું અને તમારા વાળ સફેદ થતાં સુધી હું તમને ઊંચકી લઈશ. મેં તમને બનાવ્યા છે અને હું તમને સહાય કરીશ, હું તમને સુરક્ષિત સ્થાને ઊંચકી જઈશ.

  12. યશાયા ૪૬:૫આશરે ઈ.પૂ. ૭૧૨

    તમે કોની સાથે મને સરખાવશો? અને મારા જેવું બીજું કોણ છે, જેની સાથે મારી સરખામણી કરશો?

  13. યશાયા ૪૬:૬આશરે ઈ.પૂ. ૭૧૨

    લોકો થેલીમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખે છે. તેઓ લુહારને કામે રાખે છે અને તે તેમાંથી દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે અને પ્રણામ કરે છે.

  14. યશાયા ૪૬:૭આશરે ઈ.પૂ. ૭૧૨

    તેઓ મૂર્તિને પોતાના ખભા પર ઊંચકે છે; તેઓ તેને પોતાના સ્થાનમાં મૂકે છે અને તે ત્યાં જ ઊભી રહે છે અને ત્યાંથી ખસતી નથી. તેઓ તેની આગળ હાંક મારે છે પણ તે ઉત્તર આપી શકતી નથી કે કોઈને સંકટમાંથી બચાવી શકતી નથી.

  15. યશાયા ૪૬:૮આશરે ઈ.પૂ. ૭૧૨

    હે બળવાખોર લોકો, આ બાબતો પર વિચાર કરો; તેની અવગણના કરશો નહિ.

  16. યશાયા ૪૬:૯આશરે ઈ.પૂ. ૭૧૨

    પુરાતન કાળની વસ્તુઓ વિષે વિચાર કરો, કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી, હું ઈશ્વર છું અને મારા જેવો કોઈ નથી.

  17. યશાયા ૪૬:૧૦આશરે ઈ.પૂ. ૭૧૨

    હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. હું કહું છું, “મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ.”

  18. યશાયા ૪૬:૧૧આશરે ઈ.પૂ. ૭૧૨

    હું પૂર્વથી એક શિકારી પક્ષીને તથા દૂર દેશમાંથી મારી પસંદગીના માણસને બોલાવું છું; હા, હું બોલ્યો છું; હું તે પરિપૂર્ણ કરીશ; મેં તે નક્કી કર્યું છે, હું તે પણ કરીશ.

  19. યશાયા ૪૬:૧૨આશરે ઈ.પૂ. ૭૧૨

    હે હઠીલા લોકો, જે યોગ્ય છે તે કરવાથી દૂર રહેનારા, મારું સાંભળો.

  20. યશાયા ૪૬:૧૩આશરે ઈ.પૂ. ૭૧૨

    હું મારું ન્યાયીપણું પાસે લાવું છું; તે દૂર રહેનાર નથી અને હવે હું તમારો ઉદ્ધાર કરવાનો છું; અને હું સિયોનનો ઉદ્ધાર કરીશ અને મારી સુંદરતા ઇઝરાયલને આપીશ.

  21. યશાયા ૪૭:૧આશરે ઈ.પૂ. ૭૧૨

    હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ; હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વિના જમીન પર બેસ. તું હવે પછી ઉમદા અને કોમળ કહેવાશે નહિ.

  22. યશાયા ૪૭:૨આશરે ઈ.પૂ. ૭૧૨

    ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર, તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા.

  23. યશાયા ૪૭:૩આશરે ઈ.પૂ. ૭૧૨

    તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે: હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ.

  24. યશાયા ૪૭:૪આશરે ઈ.પૂ. ૭૧૨

    આપણો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના પવિત્ર છે.

  25. યશાયા ૪૭:૫આશરે ઈ.પૂ. ૭૧૨

    હે ખાલદીઓની દીકરી, મૌન રહીને બેસ અને અંધારામાં જા; કેમ કે હવે પછી તું રાજ્યોની રાણી કહેવાઈશ નહિ.