મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ઝખાર્યા ૧:૧૧આશરે ઈ.પૂ. ૫૧૯

    તેઓએ મેંદીના છોડ વચ્ચે ઊભેલા યહોવાહના દૂતને જવાબ આપીને કહ્યું, “અમે આખી પૃથ્વી પર સર્વત્ર ફરીને આવ્યા છે અને જો, આખી પૃથ્વી હજુ સ્વસ્થ બેઠી છે અને શાંતિમાં છે.”

  2. ઝખાર્યા ૧:૧૨આશરે ઈ.પૂ. ૫૧૯

    ¶ ત્યારે યહોવાહના દૂતે જવાબ આપ્યો કે, “હે સૈન્યોના યહોવાહ, તમે યરુશાલેમ તથા યહૂદિયાના નગરો ઉપર આ સિત્તેર વર્ષથી રોષે ભરાયેલા છો, અને ક્યાં સુધી, તમે તેમના પર દયા નહિ કરો?”

  3. ઝખાર્યા ૧:૧૩આશરે ઈ.પૂ. ૫૧૯

    ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને યહોવાહે સારાં અને આશ્વાસનભર્યાં વચનોથી જણાવ્યું.

  4. ઝખાર્યા ૧:૧૪આશરે ઈ.પૂ. ૫૧૯

    ¶ તેથી મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું, “તું પોકાર કરીને કહે, સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: “હું યરુશાલેમ તથા સિયોન માટે અતિશય લાગણીથી આવેશી છું.

  5. ઝખાર્યા ૧:૧૫આશરે ઈ.પૂ. ૫૧૯

    જે પ્રજાઓ આરામ ભોગવે છે તેઓના પર હું ઘણો કોપાયમાન થયો છું; કેમ કે હું તેઓનાથી થોડો નાખુશ થયો હતો પણ તેઓએ દુઃખમાં વૃદ્ધિ કરી.”

  6. ઝખાર્યા ૧:૧૬આશરે ઈ.પૂ. ૫૧૯

    તેથી સૈન્યોના યહોવાહ એવું કહે છે, “હું દયા સાથે યરુશાલેમમાં પાછો આવ્યો છું. મારું ઘર ત્યાં બંધાશે” સૈન્યોના યહોવાહ કહે છે કે, “અને માપવાની દોરી યરુશાલેમ પર લંબાવવામાં આવશે.”

  7. ઝખાર્યા ૧:૧૭આશરે ઈ.પૂ. ૫૧૯

    ફરીથી પોકારીને કહે કે, ‘સૈન્યોના યહોવાહ એવું કહે છે: ‘મારાં નગરો ફરીથી સમૃદ્ધ થઈને ચારેબાજુ વૃદ્ધિ પામશે, અને યહોવાહ ફરીવાર સિયોનને દિલાસો આપશે, તે ફરી એકવાર યરુશાલેમને પસંદ કરશે.”

  8. ઝખાર્યા ૧:૧૮આશરે ઈ.પૂ. ૫૧૯

    ¶ પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો, મને ચાર શિંગડાં દેખાયાં.

  9. ઝખાર્યા ૧:૧૯આશરે ઈ.પૂ. ૫૧૯

    મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું, “આ શું છે?” તેણે મને જવાબ આપ્યો, “આ તો યહૂદિયા, ઇઝરાયલ તથા યરુશાલેમને વેરવિખેર કરનાર શિંગડાં છે.”

  10. ઝખાર્યા ૧:૨૦આશરે ઈ.પૂ. ૫૧૯

    ¶ પછી યહોવાહે મને ચાર લુહારો દેખાડ્યા.

  11. ઝખાર્યા ૧:૨૧આશરે ઈ.પૂ. ૫૧૯

    મેં કહ્યું, “આ લોકો શું કરવા આવ્યા છે?” તેમણે જવાબ આપ્યો કે, “આ શિંગડાંઓ એ છે કે જેઓએ યહૂદિયાના લોકોને એવા વેરવિખેર કરી નાખ્યા કે કોઈ પણ માણસ પોતાનું માથું ઊંચું કરવા પામ્યો નહિ. પણ આ લોકો પોતાને નસાડી કાઢવાને, જે પ્રજાઓએ પોતાનું શિંગડું યહૂદિયા દેશની સામે ઉઠાવીને તેને વિખેરી નાખ્યો છે, તેઓનાં શિંગડાં પાડી નાખવા માટે આવ્યા છે.”

  12. ઝખાર્યા ૨:૧આશરે ઈ.પૂ. ૫૧૯

    ¶ મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો.

  13. ઝખાર્યા ૨:૨આશરે ઈ.પૂ. ૫૧૯

    મેં કહ્યું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરુશાલેમની પહોળાઈ અને લંબાઈ કેટલી છે તે માપવા જાઉં છું.”

  14. ઝખાર્યા ૨:૩આશરે ઈ.પૂ. ૫૧૯

    ¶ પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, અને બીજો એક દૂત તેને મળવા બહાર આવ્યો.

  15. ઝખાર્યા ૨:૪આશરે ઈ.પૂ. ૫૧૯

    બીજા દૂતે તેને કહ્યું, “દોડ અને પેલા જુવાનને કહે કે, ‘યરુશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે.

  16. ઝખાર્યા ૨:૫આશરે ઈ.પૂ. ૫૧૯

    કેમ કે, યહોવાહ કહે છે કે, ‘હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.’”

  17. ઝખાર્યા ૨:૬આશરે ઈ.પૂ. ૫૧૯

    યહોવાહ કહે છે; અરે, ઉત્તરના દેશમાંથી નાસી જાઓ ‘વળી, યહોવાહ કહે છે કે મેં તમને આકાશના ચાર વાયુની જેમ વિખેરી દીધા છે.

  18. ઝખાર્યા ૨:૭આશરે ઈ.પૂ. ૫૧૯

    ‘હે સિયોન, બાબિલની દીકરી સાથે રહેનારી, તું નાસી જા!”

  19. ઝખાર્યા ૨:૮આશરે ઈ.પૂ. ૫૧૯

    કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે કે, જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે, કેમ કે, જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે.

  20. ઝખાર્યા ૨:૯આશરે ઈ.પૂ. ૫૧૯

    “યહોવાહ કહે છે કે, હું મારો હાથ તેઓ પર હલાવીશ, અને તેઓ તેમના ગુલામોને હાથે લૂંટાશે.” ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને મોકલ્યો છે.

  21. ઝખાર્યા ૨:૧૦આશરે ઈ.પૂ. ૫૧૯

    “સિયોનની દીકરી, ગાયન તથા આનંદ કર, કેમ કે, યહોવાહ કહે છે કે, હું આવું છું, હું તારી સાથે રહીશ.”

  22. ઝખાર્યા ૨:૧૧આશરે ઈ.પૂ. ૫૧૯

    તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાહની સાથે જોડાશે. તે કહે છે, “તમે મારા લોક થશો; અને હું તમારી વચ્ચે રહીશ.” ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે.

  23. ઝખાર્યા ૨:૧૨આશરે ઈ.પૂ. ૫૧૯

    કેમ કે યહોવાહ યહૂદિયાને પોતાના હકના કબજાની જેમ પવિત્ર ભૂમિમાં વારસા તરીકે ગણી લેશે. તે પોતાના માટે ફરીથી યરુશાલેમને પસંદ કરશે.

  24. ઝખાર્યા ૨:૧૩આશરે ઈ.પૂ. ૫૧૯

    હે સર્વ માણસો, યહોવાહની આગળ શાંત રહો, કેમ કે તે પોતાના નિવાસ સ્થાનમાંથી જાગૃત થયા છે!

  25. ઝખાર્યા ૩:૧આશરે ઈ.પૂ. ૫૧૯

    ¶ પછી યહોવાહ મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાહના દૂત આગળ ઊભો રહેલો અને તેના જમણે હાથે તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાનને ઊભો રહેલો દેખાડ્યો.