- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
આ કાળની કલમો
- 1 રાજઓ ૧૮:૩૬આશરે ઈ.પૂ. ૯૦૬
¶ સાંજે અર્પણના સમયે એલિયા પ્રબોધક નજીક આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર યહોવાહ, તમે જ ઇઝરાયલમાં ઈશ્વર છો. હું તમારો સેવક છું અને આ બધું મેં તમારા કહેવાથી કર્યું છે એમ આજે આ લોકોને ખબર પડવા દો.
- 1 રાજઓ ૧૮:૩૭આશરે ઈ.પૂ. ૯૦૬
હે યહોવાહ, મારું સાંભળો, મારું સાંભળો. જેથી આ લોકો જાણે કે, તમે જ યહોવાહ ઈશ્વર છો અને તમે જ તેઓનાં હૃદય પાછાં પોતાના તરફ ફેરવ્યાં છે.”
- 1 રાજઓ ૧૮:૩૮આશરે ઈ.પૂ. ૯૦૬
¶ પછી એકાએક યહોવાહનાં અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર અને ધૂળ બાળીને ભસ્મ કરી નાખ્યાં અને તે ખાડાના પાણીને પણ સૂકવી નાખ્યાં.
- 1 રાજઓ ૧૮:૩૯આશરે ઈ.પૂ. ૯૦૬
જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “યહોવાહ એ જ ઈશ્વર છે! યહોવાહ એ જ ઈશ્વર છે!”
- 1 રાજઓ ૧૮:૪૦આશરે ઈ.પૂ. ૯૦૬
એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને પણ નાસી જવા ન દો.” તેથી લોકોએ તેઓને પકડી લીધા અને એલિયાએ તેમને કીશોન નાળાંની તળેટીમાં લાવીને મારી નાખ્યા.
- 1 રાજઓ ૧૮:૪૧આશરે ઈ.પૂ. ૯૦૬
¶ એલિયાએ આહાબને કહ્યું, “ઊઠ, ખા તથા પી, કારણ, મને ધોધમાર વરસાદનો અવાજ સંભળાય છે.”
- 1 રાજઓ ૧૮:૪૨આશરે ઈ.પૂ. ૯૦૬
તેથી આહાબ ખાવાપીવા માટે ઉપર ગયો. પછી એલિયા, કાર્મેલ પર્વતના શિખર સુધી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું.
- 1 રાજઓ ૧૮:૪૩આશરે ઈ.પૂ. ૯૦૬
¶ તેણે પોતાના ચાકરને કહ્યું, “હવે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર.” ઉપર જઈને નજર કરીને તે બોલ્યો, “ત્યાં કશું નથી.” તેથી એલિયાએ કહ્યું, “ફરી સાત વાર જા.”
- 1 રાજઓ ૧૮:૪૪આશરે ઈ.પૂ. ૯૦૬
સાતમી વખતે તે ચાકર બોલ્યો, “જો, માણસના હાથની હથેળી જેટલું નાનું વાદળું સમુદ્રમાંથી ઉપર ચઢે છે.” ત્યારે એલિયાએ જવાબ આપ્યો કે, “ઉપર જઈને આહાબને કહે, વરસાદ તને અટકાવે તે પહેલાં રથ જોડીને નીચે ઊતરી આવ.”
- 1 રાજઓ ૧૮:૪૫આશરે ઈ.પૂ. ૯૦૬
¶ અને થોડી વારમાં એમ થયું કે આકાશ વાદળથી તથા પવનથી અંધારાયું અને ધોધમાર વરસાદ વરસ્યો. આહાબ રથમાં બેસીને યિઝ્રએલ ગયો.
- 1 રાજઓ ૧૮:૪૬આશરે ઈ.પૂ. ૯૦૬
પણ યહોવાહનો હાથ એલિયા પર હતો. તે કમર બાંધીને તેનો ઝભ્ભો થોડો ઊંચો કરીને આહાબના રથની આગળ છેક તે યિઝ્રએલના પ્રવેશદ્વાર સુધી દોડતો ગયો.
- 1 રાજઓ ૧૯:૧આશરે ઈ.પૂ. ૯૦૬
¶ એલિયાએ જે કંઈ કર્યું હતું તે અને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝબેલને કહ્યું.
- 1 રાજઓ ૧૯:૨આશરે ઈ.પૂ. ૯૦૬
પછી ઇઝબેલે સંદેશવાહક મોકલીને એલિયાને કહેવડાવ્યું કે, “જેમ તેં તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું પણ તારા પ્રાણ આવતી કાલે રાત્રે આવી જ રીતે આ સમયે લઈશ. જો હું તેમ ના કરું તો દેવ એવું જ અને તેનાથી પણ વધારે કરો.”
- 1 રાજઓ ૧૯:૩આશરે ઈ.પૂ. ૯૦૬
જયારે એલિયાએ તે સાંભળ્યું ત્યારે તે પોતાનો જીવ બચાવવા યહૂદિયામાં આવેલા બેરશેબા નગરમાં નાસી ગયો અને તેણે પોતાના ચાકરને ત્યાં રાખ્યો.
- 1 રાજઓ ૧૯:૪આશરે ઈ.પૂ. ૯૦૬
¶ પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.”
- 1 રાજઓ ૧૯:૫આશરે ઈ.પૂ. ૯૦૬
પછી તે રોતેમ વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે.”
- 1 રાજઓ ૧૯:૬આશરે ઈ.પૂ. ૯૦૬
એલિયાએ જોયું, તો નજીક અંગારા પર શેકેલી રોટલી અને પાણીનો કૂંજો તેના માથા પાસે હતો. તે ખાઈ પીને પાછો સૂઈ ગયો.
- 1 રાજઓ ૧૯:૭આશરે ઈ.પૂ. ૯૦૬
¶ યહોવાહના દૂતે બીજી વાર આવીને તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે, તારે લાંબી મુસાફરી કરવાની છે.”
- 1 રાજઓ ૧૯:૮આશરે ઈ.પૂ. ૯૦૬
તેથી તેણે ઊઠીને ખાધું. પાણી પીધું અને તે ખોરાકથી મળેલી શક્તિથી તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત મુસાફરી કરીને યહોવાહના પર્વત હોરેબ સુધી પહોંચ્યો.
- 1 રાજઓ ૧૯:૯આશરે ઈ.પૂ. ૯૦૬
¶ તેણે એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો. પછી યહોવાહનું એવું વચન તેની પાસે આવ્યું કે, “એલિયા, તું અહીં શું કરી રહ્યો છે?”
- 1 રાજઓ ૧૯:૧૦આશરે ઈ.પૂ. ૯૦૬
એલિયાએ જવાબ આપ્યો, “સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ હું ઘણો ઝનૂની છું, કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધે છે.”
- 1 રાજઓ ૧૯:૧૧આશરે ઈ.પૂ. ૯૦૬
¶ યહોવાહે જવાબ આપ્યો, “બહાર જા અને પર્વત પર યહોવાહની ઉપસ્થિતિમાં ઊભો રહે.” પછી યહોવાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાહની સંમુખ ખડકોના ટુકડેટુકડાં કરતો હતો. પરંતુ યહોવાહ તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવાહ એ ભૂકંપમાં પણ નહોતા.
- 1 રાજઓ ૧૯:૧૨આશરે ઈ.પૂ. ૯૦૬
ભૂકંપ પછી અગ્નિ પ્રગટ્યો. પણ યહોવાહ એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં એક ઝીણો અવાજ સંભળાવ્યો.
- 1 રાજઓ ૧૯:૧૩આશરે ઈ.પૂ. ૯૦૬
¶ જ્યારે એલિયાએ આ અવાજ સાંભળ્યો ત્યારે પોતાના ઝભ્ભાથી તેણે પોતાનું મુખ ઢાંકી દીધું અને બહાર નીકળીને તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. પછી ત્યાં તેને ફરીથી અવાજ સંભળાયો, “એલિયા, તું અહીં શું કરે છે?”
- 1 રાજઓ ૧૯:૧૪આશરે ઈ.પૂ. ૯૦૬
તેણે ફરીથી જવાબ આપ્યો, “સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ હું ઘણો ઝનૂની છું. કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધી રહ્યો છે.”