મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લેવીય ૧૪:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    રોગની તે તપાસ કરે અને જો તે રોગ ઘરની દીવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તિરાડ પડી હોય અને તે દીવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો,

  2. લેવીય ૧૪:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પછી યાજક ઘરમાંથી બહાર નીકળી સાત દિવસ માટે ઘરને બંધ કરી દેવું.

  3. લેવીય ૧૪:૩૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય,

  4. લેવીય ૧૪:૪૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તો યાજકે રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપવી.

  5. લેવીય ૧૪:૪૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું.

  6. લેવીય ૧૪:૪૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરનું નવેસરથી ચણતર કરાવવું.

  7. લેવીય ૧૪:૪૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પથ્થરો કાઢી નાખ્યા પછી અને ઘરનું નવેસરથી ચણતર કર્યા પછી જો ફરીથી ફૂગ દેખાય,

  8. લેવીય ૧૪:૪૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી અને તેને ખબર પડે કે ફૂગ પ્રસરી છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે.

  9. લેવીય ૧૪:૪૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તે ઘરને તોડી પાડવું. એ ઘરના પથ્થરો, લાકડાં અને ગારો બધું શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ લઈ જવું.

  10. લેવીય ૧૪:૪૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    એ ઘર બંધ રહ્યું હોય તે દરમિયાન કોઈ ઘરમાં પ્રવેશે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

  11. લેવીય ૧૪:૪૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જે કોઈ વ્યક્તિ તે ઘરમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં.

  12. લેવીય ૧૪:૪૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પરંતુ યાજક ઘરમાં જઈને તપાસે અને જો તેને ખબર પડે કે નવેસરથી ચણતર કર્યા પછી ફૂગ ફેલાયેલી નથી, તો તે ઘરને તે શુદ્ધ જાહેર કરે કે હવે ફૂગનો ચેપ ઘરમાં નથી.

  13. લેવીય ૧૪:૪૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી ઘરની શુદ્ધિ માટે યાજક બે નાનાં પક્ષીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લે.

  14. લેવીય ૧૪:૫૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    એક પક્ષીને તેણે ઝરાના વહેતા પાણી ઉપર માટલી ઉપર કાપવું.

  15. લેવીય ૧૪:૫૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેણે દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પક્ષી સાથે ચઢાવેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના વહેતાં પાણીમાં બોળવા અને સાત વખત ઘર ઉપર છંટકાવ કરવો.

  16. લેવીય ૧૪:૫૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ આ પ્રમાણે તેણે પક્ષીનું રક્ત, ઝરાનું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, તેનાથી ઘરની શુદ્ધિ કરવી.

  17. લેવીય ૧૪:૫૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પણ યાજકે શહેરની બહાર ખુલ્લાં મેદાનમાં બીજા પક્ષીને છોડી દેવું. આ રીતે યાજક ઘરને શુદ્ધ કરશે અને ઘર સાફ થશે.

  18. લેવીય ૧૪:૫૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ બધી જ જાતના કુષ્ટ રોગ, એટલે સોજા, ચાંદાં, ગૂમડાં માટે,

  19. લેવીય ૧૪:૫૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    વસ્ત્રના તથા ઘરના કુષ્ટ રોગને માટે,

  20. લેવીય ૧૪:૫૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    કોઈની ચામડીના સોજામાં કે દાઝવાથી થયેલા ઘામાં કે ચાંદાને માટે,

  21. લેવીય ૧૪:૫૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    કુષ્ટ રોગની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય, તે શીખવવા માટે એ નિયમ છે.”

  22. લેવીય ૧૫:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,

  23. લેવીય ૧૫:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    “ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે કોઈ માણસને તેના શરીરમાં સ્રાવનો રોગ હોય, ત્યારે તે માણસ અશુદ્ધ ગણાય.

  24. લેવીય ૧૫:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેના સ્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય. તેના સ્રાવ સાથે તેનું માંસ વહેતું હોય અથવા તેના સ્રાવમાંથી તેનું માંસ વહેતું બંધ પડે, તો તે અશુદ્ધ ગણાય.

  25. લેવીય ૧૫:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ સ્રાવવાળો માણસ જે પથારીમાં સૂએ અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય.