- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
આ કાળની કલમો
- લેવીય ૧૫:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
જે કોઈ વ્યક્તિ તે માણસની પથારીનો સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જે વસ્તુ પર સ્રાવવાળો બેઠો હોય તે પર જે કોઈ બેસે, તે વ્યક્તિએ પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને સ્રાવવાળા પુરુષના શરીરનો જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જો સ્રાવવાળો માણસ કોઈ સ્વચ્છ માણસ પર થૂંકે, તો તે માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
સ્રાવવાળો માણસ જે જીન પર બેસીને સવારી કરે તે પણ અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જે કંઈ પણ તેની નીચે આવેલું હોય, તેને સ્પર્શ કરનાર વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય; જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
સ્રાવવાળો માણસ પોતાના હાથ ધોયા વિના જો કોઈ વ્યક્તિને સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
અશુદ્ધ વ્યક્તિ માટીના વાસણને સ્પર્શ કરે તો તે વાસણને ફોડી નાખવું અને લાકડાના પ્રત્યેક વાસણને પાણીમાં ધોઈ નાખવું.
- લેવીય ૧૫:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જ્યારે તે વ્યક્તિ તેના સ્રાવથી શુદ્ધ થાય ત્યારે તે પોતાના શુદ્ધિકરણ માટે સાત દિવસ ગણે અને પોતાના વસ્ત્રો ધોઈ નાખે; અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરે. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે.
- લેવીય ૧૫:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
તે માણસે આઠમે દિવસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ આવીને યાજકને આપવા.
- લેવીય ૧૫:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણને માટે અને બીજાને દહનીયાર્પણને માટે અર્પણ કરીને સ્રાવવાળા માણસની શુદ્ધિ માટે યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરે.
- લેવીય ૧૫:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તો તેણે પાણીથી સ્નાન કરવું; સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
જે પ્રત્યેક વસ્ત્ર કે ચામડા પર વીર્ય પડ્યું હોય તેને પાણીથી ધોઈ નાખવું. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને જો કોઈ સ્ત્રીપુરુષનો સંયોગ થયો હોય અને પુરુષને વીર્યસ્રાવ થયો હોય તો તે બન્નેએ પાણીથી સ્નાન કરવું; તેઓ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જો કે સ્ત્રીને માસિકસ્રાવ થયો હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
તે અશુદ્ધ હોય ત્યારે તે જેના પર સૂતી હોય કે બેઠી હોય તે પણ અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જે કોઈ માણસ તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું; તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
તે સ્ત્રી જેના પર બેઠી હોય તેને જો કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું; તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
તે સ્ત્રી જેના પર બેઠી હોય તે આસન અથવા પથારી પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ અને જો કોઈ પુરુષ તેની સાથે શારીરિક સંબંધ કરે અને જો તેની અશુદ્ધતા તેને લાગે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તે જે પથારીમાં સૂએ તે પણ અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો સ્રાવ ચાલુ રહે, તો તેના સ્રાવના સર્વ દિવસો સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
એ સમય દરમિયાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જે કોઈ તે પથારી કે આસનને સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પણ જો તે પોતાના સ્રાવથી શુદ્ધ થાય તો પછી તે પોતાને માટે સાત દિવસ ગણે અને ત્યારબાદ તે શુદ્ધ ગણાય.
- લેવીય ૧૫:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
આઠમે દિવસે તેણે બે હોલાં અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજકને આપવાં.