Skip to content

Tabernacle વિશે બાઇબલની કલમો

465 કલમો · 94 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ત્યારે એવું બને કે યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં, હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું: તમારાં દહનીયાર્પણ, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવાહ પ્રત્યે માનો તે તમારે લાવવાં.

  2. ¶ તમે, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દાસો, તમારી દાસીઓ તથા લેવીઓ કે જેને તમારી મધ્યે કોઈ હિસ્સો કે વારસો નથી જેઓ તમારા દરવાજાની અંદર રહેતા હોય તેઓએ યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.

  3. ¶ સાવધ રહેજો, જે દરેક જગ્યા તમે જુઓ ત્યાં તમારે તમારા દહનીયાર્પણ ચઢાવવાં નહિ;

  4. પણ જે જગ્યા યહોવાહ તમારા ઈશ્વર તમારા કુળો મધ્યેથી એકને પસંદ કરે ત્યાં તારે તારા દહનીયાર્પણો ચઢાવવાં.

  5. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “જો, તારો મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બન્ને મુલાકાતમંડપમાં મારી પાસે આવો, જેથી હું તને મારી આજ્ઞા આપું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાતમંડપમાં ઉપસ્થિત રહ્યા.

  6. અને યહોવાહ તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયા; અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો.

  7. તેઓએ લોકોને આજ્ઞા કરી, “જયારે તમે તમારા યહોવાહ પ્રભુના કરારકોશને તથા તેને ઊંચકનાર લેવી યાજકોને જુઓ, ત્યારે તમે તે સ્થળ છોડીને તેની પાછળ જજો.

  8. તમારી અને તેની વચ્ચે લગભગ બે હજાર હાથનું અંતર રહે; તેની નજીક જશો નહિ, જેથી જે માર્ગે તમારે જવું જોઈએ તે તમે જાણશો, કારણ કે આ માર્ગે અગાઉ તમે ગયા નથી.”

  9. ¶ અને યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોતાને પવિત્ર કરો, કેમ કે કાલે યહોવાહ તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે.”

  10. ત્યાર પછી યહોશુઆએ યાજકોને કહ્યું, “કરારકોશ ઊંચકીને લોકોની આગળ જાઓ.” તેથી તેઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ગયા.

  11. ¶ અને ઇઝરાયલીઓએ ગિલ્ગાલમાં છાવણી કરી. અને તેઓએ તે મહિનાને ચૌદમાં દિવસે સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું.

  12. પાસ્ખાપર્વના બીજે દિવસે તેઓએ તે દેશની પેદાશમાંથી બનાવેલી બેખમીર રોટલી અને શેકેલું અનાજ ખાધું.

  13. તેઓએ નગરને અને જે કંઈ હતું તે બધું અગ્નિથી બાળી નાખ્યું; કેવળ ચાંદી, સોનું, પિત્તળનાં અને લોખંડનાં પાત્રો લાવીને તેઓએ યહોવાહનાં ઘરના ભંડારમાં મૂક્યાં.

  14. ¶ પછી શીલોહમાં સમગ્ર ઇઝરાયલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો. અને તેઓએ આખો દેશ જીત્યો.

  15. ¶ એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆએ અને ઇઝરાયલ લોકોનાં કુળોના પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોએ શીલોહ તરફ મુલાકાતમંડપને પ્રવેશદ્વારે, યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વારસો વહેંચી આપ્યો તે આ છે. આમ તેઓએ જમીનની વહેંચણી કરવાનું કામ પૂરું કર્યું.

  16. ¶ જો તમારા વતનનો પ્રદેશ અપવિત્ર હોય, તો તમે એ દેશમાં કે જ્યાં યહોવાહનો મંડપ ઊભો છે ત્યાં અમારી મધ્યે પોતાને માટે વારસો લો. પણ યહોવાહની વિરુદ્ધ દ્રોહ કરશો નહિ, બીજી વેદી બાંધીને યહોવાહ અમારા પ્રભુની વિરુદ્ધ દ્રોહ અને અમારી વિરુદ્ધ દ્રોહ કરશો નહિ.

  17. જયારે વર્ષો વર્ષ, તે પોતાના કુંટુંબ સાથે ઈશ્વરના ઘરમાં જતી, ત્યારે તેની શોક્ય હંમેશા તેને ઉશ્કેરતી. તેથી તે રડતી અને કશું પણ ખાતી ન હતી.

  18. ¶ તેઓ શીલોમાં ખાઈ પી રહ્યા પછી હાન્ના ઊઠી. એલી યાજક ઈશ્વરના ઘરનાં દરવાજા પાસે પોતાની બેઠક પર બેઠેલો હતો.

  19. ¶ તેણે તેનું દૂધ છોડાવ્યું ત્યાર પછી, તેણે તેને પોતાની સાથે લીધો, ત્રણ વર્ષનો એક બળદો, એક એફાહ આશરે 20 કિલો લોટ, એક કૂંડીમાં દ્રાક્ષાસવ પણ લીધો, આ બધું તેઓ શીલોમાં ઈશ્વરના ઘરમાં લાવ્યા. બાળક હજી નાનો હતો.

  20. ¶ હવે એલી ઘણો વૃદ્ધ હતો; તેણે સાંભળ્યું કે તેના દીકરાઓ સર્વ ઇઝરાયલ સાથે ખરાબ વર્તન કરતા હતા અને તેઓ મુલાકાતમંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓ સાથે કુકર્મ કરતા હતા.

  21. ઈશ્વરનો દીવો હજી હોલવાયો ન હતો. ત્યારે શમુએલ ઈશ્વરના ઘરમાં જે ઠેકાણે ઈશ્વરનો કોશ હતો ત્યાં ઊંઘતો હતો.

  22. ¶ પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે આવ્યો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને કહ્યું, “તું એકલો કેમ છે, તારી સાથે કોઈ માણસ કેમ નથી?”

  23. દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, “રાજાએ મને એક કામ માટે મોકલ્યો છે અને મને કહ્યું ‘જે કામ માટે હું તને મોકલું છું અને જે આજ્ઞા મેં તને આપી છે તે વિષે કોઈને ખબર ન પડે.’ મેં જુવાન માણસોને અમુક જગ્યાએ નીમ્યા છે.

  24. ¶ તો હવે તારા હાથમાં શું છે? પાંચ રોટલી અથવા જે કંઈ તૈયાર હોય તે મને આપ.”

  25. યાજકે દાઉદને ઉત્તર આપીને કહ્યું, “મારા હાથમાં એકપણ સાધારણ રોટલી નથી. પણ પવિત્ર રોટલી છે જે જુવાન પુરુષો સ્ત્રીઓથી દૂર રહેલા હોય તેઓને જ તે અપાય.”