Skip to content

Tabernacle વિશે બાઇબલની કલમો

465 કલમો · 94 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ, જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  2. દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું તેણે આપ્યું.

  3. ¶ દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.

  4. પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.

  5. અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ઓક્રાનના દીકરા પાગિયેલનું અર્પણ હતું.

  6. ¶ બારમે દિવસે એનાનના દીકરો અહીરા નફતાલીના દીકરાનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.

  7. અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું.અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  8. દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.

  9. ¶ તથા દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તે તેણે આપ્યું.

  10. પાપાર્થાર્પણને માટે એક બકરાંમાંથી એક નર તેણે આપ્યો.

  11. અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ એનાનના દીકરા અહીરાનું અર્પણ હતું.

  12. ¶ જે દિવસે વેદીનો અભિષેક થયો તે પ્રસંગે ઇઝરાયલના આગેવાનોએ તેનું પ્રતિષ્ઠાપન કર્યું. તે આ હતું. એટલે ચાંદીની બાર કથરોટ, ચાંદીના બાર પ્યાલા તથા સોનાનાં બાર ધૂપપાત્રો,

  13. ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન એકસોને વીસ શેકેલ હતું. અને દરેક ધૂપપાત્રનું વજન સિત્તેર શેકેલ હતું. ચાંદીનાં બધાં પાત્રોનું કુલ વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ બે હજારને ચારસો શેકેલ હતું.

  14. સોનાનાં ધૂપપાત્રો ધૂપથી ભરેલાં, તે પ્રત્યેકનું વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ દશ શેકેલ હતું. એ ધૂપપાત્રોનું સઘળું સોનું એકસોને વીસ શેકેલ હતું.

  15. ¶ દહનીયાર્પણ માટે કુલ બાર ગોધાં, બાર ઘેટાં અને એક વર્ષના બાર હલવાન, તેઓનાં ખાદ્યાર્પણ સુદ્ધાં અને પાપાર્થાર્પણ માટે બાર નર બકરાં પણ આપ્યા.

  16. ¶ જ્યારે મુલાકાતમંડપમાં મૂસા યહોવાહની સાથે બોલવા ગયો ત્યારે ઈશ્વરની વાણી તેની સાથે વાત કરતી તેણે સાંભળી. બે કરુબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી ઈશ્વર તેની સાથે બોલતા હતા. યહોવાહ તેની સાથે બોલ્યા.

  17. “લેવીઓની ફરજ આ છે. પચ્ચીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લેવીઓ મુલાકાતમંડપની અંદર જઈ સેવા શરૂ કરી શકે.

  18. ¶ મંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે મેઘે મંડપ પર એટલે સાક્ષ્યમંડપ પર આચ્છાદન કર્યું. અને સાંજથી સવાર સુધી મંડપ ઉપર તેનો દેખાવ અગ્નિની જેમ ઝળહળતો હતો.

  19. આ પ્રમાણે હંમેશા થતું મેઘ તેના પર આચ્છાદન કરતો અને રાત્રે તેનો દેખાવ અગ્નિની જ્વાળા જેવો હતો.

  20. ¶ જે સમયે બન્ને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તમારી સમક્ષ એકત્ર થવું.

  21. ¶ અને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યોના મંડપ ઉપરથી મેઘ ઊપડ્યો.

  22. અને ઇઝરાયલપ્રજાએ સિનાઈના અરણ્યમાંથી પોતાની મુસાફરી શરૂ કરી અને મેઘ પારાનના અરણ્યમાં થોભ્યો.

  23. ¶ અને તેઓએ યહોવાહના પર્વતથી નીકળી ત્રણ દિવસ યાત્રા કરી. તે ત્રણે દિવસ દરમ્યાન યહોવાહનો કરારકોશ તેમને માટે વિશ્રામસ્થાનની જગ્યા શોધવા તેઓની આગળ ચાલ્યો.

  24. અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા. ત્યારે યહોવાહનો મેઘસ્તંભ તેઓના ઉપર રહેતો.

  25. ¶ અને જ્યારે કરારકોશ ચાલી નીકળતો ત્યારે એમ થતું કે, મૂસા કહેતો, “હે યહોવાહ, તમે ઊઠો અને તમારા શત્રુઓને વેરવિખેર કરી નાખો, અને તમારો તિરસ્કાર કરનારને દૂર કરો.”