મુખ્ય સામગ્રી પર જાઓ

Sin (1) વિશે બાઇબલની કલમો

240 કલમો · 2 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. કેમ કે લોકો પવન વાવે છે, અને વંટોળિયો લણશે, તેના કણસલામાંથી અનાજ નહિ મળે, તેની ઊપજમાંથી લોટ નીકળશે નહિ. જો કદાચ તેમાંથી કંઈ નીકળશે, તો વિદેશીઓ તેનો નાશ કરશે.

  2. તમે દુષ્ટતા ખેડી છે; તમે અન્યાયના ફળની કાપણી કરી છે. તમે કપટનાં ફળ ખાધાં છે. કેમ કે તેં તારી યોજનાઓ પર, તારા મોટા સૈન્ય પર ભરોસો રાખ્યો છે.

  3. એફ્રાઇમે યહોવાહને ઘણા ગુસ્સે કર્યાં છે. તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે અને તેઓએ જે અપરાધો કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે.

  4. હે ઇઝરાયલ, તારો વિનાશ આવી રહ્યો છે, કેમ કે તું તથા તારા મદદગારો મારી વિરુદ્ધ થયા છો.

  5. તોપણ તેમાં રહેતા લોકોને કારણે, તેઓનાં કર્મોના ફળને કારણે, તે દેશો ઉજ્જડ થઈ જશે.

  6. કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ,

  7. વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ.

  8. એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.

  9. એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું!

  10. હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે;

  11. હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ.

  12. પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું.

  13. દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.

  14. ¶ ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? તેમણે કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે;

  15. ¶ તે માટે જેમ એક મનુષ્યથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મૃત્યુ આવ્યું; કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો.

  16. કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા અગાઉ પાપ દુનિયામાં હતું ખરું, તોપણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહિ.

  17. ¶ પરંતુ આદમથી મૂસા સુધી મૃત્યુએ રાજ્ય કર્યું, જેઓએ આદમના અપરાધ સમાન પાપ કર્યું ન હતું, તેઓના ઉપર પણ મૃત્યુએ રાજ્ય કર્યું; આદમ તો તે આવનારના ચિહ્નરૂપ હતો.

  18. ¶ પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી; કેમ કે જો એકના અપરાધને લીધે ઘણાં મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાંનાં ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.

  19. ¶ એકના પાપનું જે પરિણામ આવ્યું, તેવું એ દાનનું નથી; કેમ કે એકના અપરાધથી દંડરૂપ ન્યાયચુકાદો થયો, પણ ઘણાં અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું.

  20. કેમ કે જો એકથી એટલે આદમના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!

  21. ¶ માટે જેમ એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાઈ, તેમ એક ન્યાયી કાર્યથી બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું.

  22. કેમ કે જેમ એક મનુષ્યના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયા, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં નિર્દોષ ઠરશે.

  23. ¶ વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં તેના કરતાં અધિક કૃપા થઈ.

  24. તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંતજીવનને અર્થે કૃપા પણ રાજ કરે.

  25. કેમ કે જયારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણાં અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી.