મુખ્ય સામગ્રી પર જાઓ

Praise વિશે બાઇબલની કલમો

490 કલમો · 106 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.

  2. મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.

  3. યહોવાહનું દ્વાર આ છે; એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે.

  4. હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.

  5. તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ.

  6. યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ ટકે છે.

  7. જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.

  8. તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ.

  9. હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.

  10. તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું.

  11. મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.

  12. મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.

  13. મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.

  14. યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.

  15. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.

  16. પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.

  17. યહોવાહની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.

  18. યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.

  19. યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.

  20. હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.

  21. હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.

  22. સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, જે યરુશાલેમમાં રહે છે. તે યહોવાહની સ્તુતિ કરો.

  23. યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

  24. સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

  25. પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.