Skip to content

Praise વિશે બાઇબલની કલમો

490 કલમો · 106 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ‘આમીન, સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.’”

  2. ¶ જે ચોવીસ વડીલો ઈશ્વરની આગળ પોતાનાં સિંહાસન પર બેઠા હતા તેઓએ દંડવત પ્રણામ કરીને ઈશ્વરનું ભજન કરતાં કહ્યું કે,

  3. ‘ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી આભાર માનીએ છીએ કેમ કે તમે પોતાનું મહાન પરાક્રમ ધારણ કરીને શાસન શરુ કર્યું છે.

  4. મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી વાણી સ્વર્ગમાંથી સાંભળી; તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી.

  5. ¶ તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુંમાળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહિ.

  6. તે મોટે અવાજે કહે છે કે, ‘ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.’”

  7. ¶ તેઓ ઈશ્વરના સેવક મૂસાનું ગીત તથા હલવાનનું ગીત ગાઈને કહેતાં હતા કે, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદ્ભૂત છે; હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.

  8. હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે, તમારા નામનો મહિમા કોણ નહિ કરશે? કેમ કે એકલા તમે પવિત્ર છો; હા સઘળી પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે; કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.

  9. ¶ તે પછી સ્વર્ગમાં મોટા સમૂદાયના જેવી વાણી મેં મોટે અવાજે એમ કહેતી સાંભળી કે ‘હાલેલુયા, ઉદ્ધાર આપણા ઈશ્વરથી છે; મહિમા તથા પરાક્રમ તેમના છે.’”

  10. કેમ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે; કેમ કે જે મોટી વારાંગનાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી, તેનો તેમણે ન્યાય કર્યો છે અને તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે.

  11. ¶ તેઓએ ફરીથી કહ્યું કે, ‘હાલેલુયા, તેનો નાશનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.’”

  12. રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરનું ભજન કરતાં ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને કહ્યું, ‘આમીન, હાલેલુયા.’”

  13. ¶ રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે, ‘આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનો ડર રાખનારા, નાના તથા મોટા, તમે તેમની સ્તુતિ કરો.’”

  14. ¶ મોટા સમુદાયના જેવી, ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ કહેતી મેં સાંભળી કે, હાલેલુયા; કેમ કે પ્રભુ આપણા ઈશ્વર જે સર્વસમર્થ છે તે રાજ કરે છે.

  15. ¶ આપણે આનંદ કરીને ખુશ થઈએ અને તેમને મહિમા આપીએ; કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.